• Home
  • National
  • Gehlot group MLAs may shift to Jaisalmer today, stay there for 15 days till assembly session begins

રાજસ્થાનમાં રાજકીય ખેંચતાણ LIVE / ગેહલોત જૂથના 95 ધારાસભ્ય જયપુરથી જેસલમેર શિફ્ટ કરાયા, ગેહલોતે કહ્યું- અમિતજીને શું થયું છે? દરેક વખતે સરકારને પાડવાનું વિચારે છે?

આ તસવીર જયપુર એરપોર્ટની છે જ્યાંથી ધારાસભ્યો જેસલમેર જવા રવાના થયા હતા.
આ તસવીર જયપુર એરપોર્ટની છે જ્યાંથી ધારાસભ્યો જેસલમેર જવા રવાના થયા હતા.
Gehlot group MLAs may shift to Jaisalmer today, stay there for 15 days till assembly session begins
સચિન પાયલટ સહિત 19 ધારાસભ્યોએ બગાવત કર્યા બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમના જૂથના ધારાસભ્યોને જયપુર પાસે ફેયરમોન્ટ હોટલમાં શિફ્ટ કરી દીધા હતા.
X
આ તસવીર જયપુર એરપોર્ટની છે જ્યાંથી ધારાસભ્યો જેસલમેર જવા રવાના થયા હતા.આ તસવીર જયપુર એરપોર્ટની છે જ્યાંથી ધારાસભ્યો જેસલમેર જવા રવાના થયા હતા.
Gehlot group MLAs may shift to Jaisalmer today, stay there for 15 days till assembly session begins

  • ગેહલોત જૂથના ધારાસભ્યોને હવે 14 ઓગસ્ટ સુધી હોટલમાં રહેવું પડશે, ઇદ-રક્ષાબંધન ત્યાં જ ઉજવશે
  • આ દરમિયાન ધારાસભ્યો તેમના પરિવારજનોને મળી શકશે
  • રાજ્યપાલે મુખ્યમંત્રીના આગ્રહને ધ્યાનમાં લઇને ઓગસ્ટે વિધાનસભા સત્ર આયોજિત કર્યું છે
  • પ્લેનમાં જગ્યા ન હોવાના લીધે 2 ધારાસભ્યો એરપોર્ટથી પાછા આવ્યા

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 05:39 AM IST

જયપુર. રાજસ્થાનના રાજકીય ડ્રામાનો શુક્રવારે 22મો દિવસ છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતના જૂથના 95 ધારાસભ્યોને 3 સ્પેશ્યલ પ્લેનમાં જયપુરથી જેસલમેર શિફ્ટ કરવામા આવ્યા હતા. પ્લેનમાં જગ્યા ન હોવાના કારણે 2 ધારાસભ્યો-અમિત ચંદન અને જગદીશચંદ્ર ફેયરમોન્ટ હોટલ પાછા આવી ગયા હતા. તેઓ કાલે સવારે રવાના થશે. ગેહલોત પણ જેસલમેર પહોંચી ગયા છે. ગેહલોતે કહ્યું છે કે અમિતજીને શું થયું છે? દરેક વખતે સરકારને પાડવાનું વિચારે છે?

રિપોર્ટ પ્રમાણે ગેહલોત પછી જયપુર પાછા આવી જશે. સરકારી કામકાજ જોવા માટે તેમની સાથે 3-4 મંત્રી જયપુરમાં જ રહેશે. બધા ધારાસભ્યો છેલ્લા 18 દિવસથી જયપુરની ફેયરમોન્ટ હોટલમાં રોકાયા હતા. ગેહલોતે 102 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. જેસલમેરમાં ધારાસભ્યોને ફાઇવસ્ટાર હોટલ સૂર્યગઢમાં રોકાણ આપવામા આવ્યું છે. વિધાનસભાનું સત્ર શરૂ થશે ત્યાં સુધી તેઓ ત્યાં જ રહેશે. રાજ્યપાલ કલરાજ મિશ્રએ 14 ઓગસ્ટે સત્ર બોલાવ્યું છે.

ગેહલોતે કહ્યું- ધારાસભ્યો માનસિક રીતે પ્રતાડિત થઇ રહ્યા હતા તેથી શિફ્ટ કરવા પડ્યા
એરપોર્ટ પર ગેહલોતે મીડિયા સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે સમગ્ર દેશને રાજસ્થાનનો ઘટનાક્રમ ખબર છે. ભાજપના નેતા કેવી રીતે ખેલ કરી રહ્યા છે તે સૌ જાણે છે. અમારા સહયોગીઓને ષડયંત્ર કરીને માનેસરમાં રાખ્યા છે. અમારા ધારાસભ્યો 15 દિવસથી હોટલમાં બેઠા છે. તેથી તેઓ માનસિક રીતે પ્રતાડિત થઇ રહ્યા હતા. તેથી તેમને શિફ્ટ કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે. તેનાથી દબાણ ઓછું થશે. મંત્રી તો આવતા જતા રહેશે. અમે તો સરકાર બચાવવા માટ સતત કામ કરી રહ્યા છીએ કારણ કે કેન્દ્ર સરકાર તેમાં લાગી ગઇ છે. તેમ છતા અમે સરકાર ચલાવી રહ્યા છીએ.
તેમણે કહ્યું કે અમિત શાહનું નામ એટલા માટે લઉં છું કારણ કે ફ્રન્ટ પર તેઓ જ આવે છે. પછી તે ગોવા હોય કે મણિપુર. તેથી કહેવું પડે છે કે અમિત શાહજી, તમને શું થઇ ગયું છે ? તમે દિવસ-રાત એ જ વિચારો છો કે સરકાર કેવી રીતે પાડું ?

ગેહલોતનો સવાલ

19 દિવસથી ધારાસભ્યો હોટલમાં છે
સચિન પાયલટ સહિત 19 બળવાખોર ધારાસભ્યો સામે આવ્યા બાદ મુખ્યમંત્રી ગેહલોતે તેમના ધારાસભ્યોને 13 જુલાઇએ જયપુર પાસે ફેયરમોન્ટ હોટલમાં શિફ્ટ કરી દીધા હતા. મુખ્યમંત્રી, મંત્રી તેમજ ધારાસભ્યો તેમનું કામ હોટલમાંથી જ કરી રહ્યા છે.

જેસલમેરનો સૂર્યાગઢ કિલ્લો.

હોર્સ ટ્રેડિંગના ભયના લીધે શિફ્ટ કરવામા આવશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે હોર્સ ટ્રેડિંગથી બચવા માટે ધારાસભ્યોને જેસલમેર શિફ્ટ કરવામા આવી રહ્યા છે. જયપુરમાં ધારાસભ્યો તેમના પરિવારજનોને હજુ મળી રહ્યા છે. તેથી એવી આશંકા છે કે તેમને હોર્સ ટ્રેડિંગનું માધ્યમ બનાવવામા આવી શકે છે. હોટલનો માલિક EDના રડાર પર છે. આ પહેલા પણ અહીં EDની કાર્યવાહી થઇ ચૂકી છે. ધારાસભ્યોએ પણ હોટલ બદલવાની માંગ કરી છે.

હાઈકોર્ટના ચુકાદા સામે કોંગ્રેસ સુપ્રીમમાં
સચિન પાઈલટ સહિત કોંગ્રેસના 19 બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ અયોગ્યતાની કાર્યવાહી રોકવા અંગેના રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદા સામે પ્રદેશ કોંગ્રેસના ચીફ વ્હિપ મહેશ જોશી પણ સુપ્રીમકોર્ટ પહોંચ્યા છે. તેમણે કહ્યું કે સ્પીકરની કાર્યવાહી રોકવા માટે હાઈકોર્ટે તેના અધિકાર ક્ષેત્રમાંથી બહાર જઈને ચુકાદો આપ્યો છે.

ગેહલોતે કહ્યું- હવે ધારાસભ્યોની કિંમત અનલિમિટેડ થઇ ગઇ
CM ગેહલોતે બળવાખોરો પર પ્રહાર કરતા કહ્યું- જે લોકો ગયા છે તેમાંથી ખબર નહીં કેટલા લોકોએ પહેલો હપ્તો લઇ લીધો છે. ઘણાએ પહેલો હપ્તો હજુ લીધો નથી. તેમને પાછા આવી જવું જોઇએ. જે રાતથી વિધાનસભા સત્રની તારીખ નક્કી થઇ તે રાતથી ધારાસભ્યોના ફોન આવવા લાગ્યા છે. હોર્સ ટ્રેડિંગ માટે ધારાસભ્યોના રેટ વધી ગયા છે. પહેલા 10, 15 અને 25 કરોડ કિંમત હતી , હવે અનલિમિટેડ છે. અમિત શાહને સરકાર પાડવાનો ઇરાદો છોડી દેવો જોઇએ.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી