• Gujarati News
  • National
  • In Ghadsana, More Than 10,000 Farmers Besieged The SDM Office, Taking 150 Police Personnel Hostage, Including The DSP.

રાજસ્થાનમાં ભડક્યું ખેડૂત આંદોલન:ઘડસાનામાં 10 હજારથી વધુ ખેડૂતોએ SDM ઓફિસને ઘેરી, DSP સહિત 150 પોલીસ જવાનોને બંધક બનાવ્યા

શ્રીગંગાનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઘડસાનામાં શનિવારે રાતે બાર વાગે એસડીએમ ઓફિસમાં બંધ પોલીસ કર્મચારી. - Divya Bhaskar
ઘડસાનામાં શનિવારે રાતે બાર વાગે એસડીએમ ઓફિસમાં બંધ પોલીસ કર્મચારી.
  • રાજ્ય સરકારે ખેડૂત સાથે વાતચીત કરવા માટે સિંચાઈ વિભાગના ચીફ એન્જિનિયરને ઘડસાના મોકલ્યા હતા
  • 2004માં પણ ખેડૂતોએ નહેરના પાણી માટે આંદોલન કર્યું હતું

શ્રીગંગાનંગરના ઘડસાનામાં નહેરના પાણી માટે સળગેલી ચિંગારી હવે ભડકી છે. હજારો ખેડૂતોએ શનિવારે મોડીરાતે ડીએસપી સહિત લગભગ 150 પોલીસ જવાનોને બંધક બનાવી દીધા છે. તેમને સવારે પણ બહાર આવવા દીધા નહોતા. તણાવની વચ્ચે ભારે પોલીસ ફોર્સને ઘડસાનામાં તહેનાત કરવામાં આવી છે. દિલ્હી-હરિયાણા બોર્ડર પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલનથી વિપરીત આ આંદોલનમાં ખેડૂતોના નિશાન પર રાજસ્થાનની ગેહલોત સરકાર છે.

આ તે ખેડૂતો છે, જે ખેતી છોડીને સિંચાઈના પાણીની ડિમાન્ડ કરી રહ્યાં છે. ખેડૂતોને ડર છે કે થોડા દિવસમાં તેમને પાણી ન આપવામાં આવ્યું તો તેમનો હજારો એકરનો પાક બરબાદ થઈ જશે. લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને ભડકાવવાનો વારો શાં માટે આવ્યો, કારણ કે રાજ્ય સરકારના કોઈ પ્રતિનિધિ ત્યાં વાતચીત માટે પહોંચ્યા નથી. અત્યાર સુધીમાં 10 હજારથી વધુની સંખ્યામાં ખેડૂતો અહીં પહોંચ્યા છે અને આ સંખ્યા સતત વધી રહી છે. ખેડૂતોના લાંબા આંદોલનની રણનીતિ અંતર્ગત લંગરની વ્યવસ્થા પણ કરી લેવામાં આવી છે.

ખેડૂતોની ચેતવણી- વધુ ભડકી શકે છે આંદોલન
ખેડૂતોએ થોડા દિવસો પહેલા ચેતવણી આપી હતી કે જો ખેતરો બરબાદ થવાના આરે પહોંચી ગયા તો તે ઉગ્ર આંદોલન કરશે. ખેડૂતોએ કહ્યું હતું કે તેમની જાહેરાત પાણી માટેના સંઘર્ષની છે. પાણી મળવા સુધી એસડીએમ ઓફિસમાં કોઈ અંદર કે બહાર આવી કે જઈ શકશે નહિ. બંધક બનાવવામાં આવેલા લોકોમાં ડીએસપી જયદેવ સિહાગ અને પોલીસના એક અન્ય ઉચ્ચ અધિકારી સામેલ છે. ખેડૂતોએ રવિવારે સંઘર્ષને વધુ ઉગ્ર બનાવવાની ધમકી આપી છે.

શનિવારે જ્યારે પોલીસે એસડીએમ ઓફિસ તરફ આગળ વધતા ખેડૂતોને રોકી રહી હતી. ત્યારે ખેડૂતોએ બેરિકેડિંગ ફેંકી હતી. એક બેરિકેડ પોલીસ જવાનોના માથે પડી હતી, જોકે તેને વધુ ઈજા પહોંચી નહોતી. બીજી તરફ ભાજપ પણ સંખ્યાબંધ ખેડૂતોની સાથે આ માંગને લઈને ઘડસાનામાં દેખાવો અને ઘારણા કરી રહી છે.

ખેડૂતોએ મોડીરાતે એસડીએમ ઓફિસની બહાર જમવાની વ્યવસ્થા કરી.
ખેડૂતોએ મોડીરાતે એસડીએમ ઓફિસની બહાર જમવાની વ્યવસ્થા કરી.

ખેડૂતોએ મોડી રાતે એસડીએમ ઓફિસની બહાર જમવાની વ્યવસ્થા કરી હતી. તેમનુ કહેવું હતું કે અમે અધિકારીઓ અને જવાનો માટે ભોજન અને દવા જેવી જરૂરી ચીજો ઉપલબ્ધ કરાવતા રહીશું. જોકે આ દરમિયાન કોઈ એસડીએમ ઓફિસમાં આવી કે જઈ શકશે નહિ.

ઘડસાના આંદોલન દરમિયાન સામેલ ખેડૂત.
ઘડસાના આંદોલન દરમિયાન સામેલ ખેડૂત.

17 વર્ષ પહેલાના આંદોલનની યાદો તાજા
ઘડસાના વિસ્તાર સમગ્ર રાજ્યમાં ખેડૂત આંદોલન માટે ચર્ચિત રહ્યું છે. 2004માં પણ ખેડૂતોએ નહેરના પાણી માટે આંદોલન કર્યું હતું. હવે 17 વર્ષ પછી ખેડૂતોએ એક વખત ફરી પાણી માટે માથુ ઉંચક્યું છે. 2004માં પણ ખેડૂત ખૂબ જ ઉગ્ર થઈ ગયા હતા. તત્કાલીન સરકારે ખેડૂતો સાથે વાતચીત કરીને તેમને પર્યાપ્ત પાણી આપવું જ પડ્યું હતું.

રાજ્ય સરકારે આ મામલામાં ખેડૂત સાથે વાતચીત કરવા માટે સિંચાઈ વિભાગના ચીફ એન્જિનિયરને ઘડસાના મોકલ્યા હતા. ખેડૂતો અને ચીફ એન્જિનિયરની વચ્ચે વાતચીત થઈ, જોકે તેમાં કોઈ પરિણામ નીકળ્યું નહોતું.

અન્ય સમાચારો પણ છે...