- Gujarati News
- National
- Gas Cylinders Will Be Available Free Of Cost Till September Under Ujwala Yojana, PM Garib Kalyan Yojana Extended For 3 Months
કેબિનેટ:ઉજ્વલા યોજના હેઠળ સપ્ટેમ્બર સુધી ગેસ સિલીન્ડર મફત મળશે, PM ગરીબ કલ્યાણ યોજનાને 3 મહિના લંબાવાઈ
- આ બેઠકમાં ઓરિએન્ટલ, નેશનલ અને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સમાં રૂ. 12450 કરોડના કેપિટલ રોકાણને મંજુરી આપી
- કેબિનેટે 24% EPF શેરિંગને વધુ ત્રણ મહિના જુનથી ઓગસ્ટ સુધી વધારવાની મંજુરી આપી, 72 લાખ લોકોને ફાયદો થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આજે બુધવારે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠક અંગે કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, ઉજ્વલા લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની સમય મર્યાદા વધારવામાં આવી છે. 1 જુલાઈથી તેને ત્રણ મહિના માટે વધારવામાં આવી છે. તેવી જ રીતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મુદ્દત પણ વધારી દેવામાં આવી છે. હવે આ યોજના હેઠળ નવેમ્બર સુધી લોકોને અનાજ મળશે.
તેમણે જણાવ્યું કે, જે કંપનીમાં 90% લોક રૂ. 15 હજારથી ઓછા પગારદાર છે તેમનું પ્રોવિડન્ટ ફંડ સરકારે ભર્યું છે. આનો 3.67 લાખ ઉદ્યોગો અને 72 લાખ કર્મચારીઓને લાભ થયો છે.
કેબિનેટના મહત્વના નિર્ણયો
- ઉજ્વલા યોજના હેઠળ ઉપલબ્ધ ત્રણ સિલિન્ડરોની અવધિ જૂનથી સપ્ટેમ્બર સુધી લંબાવામાં આવી છે. આમાં રૂ. 13,500 કરોડનો ખર્ચ થશે અને 40 કરોડ લોકોને આનો લાભ મળશે.
- કેબિનેટે જૂનથી ઓગસ્ટ સુધીના અન્ય ત્રણ મહિના માટે 24% EPF શેરિંગ (કર્મચારીઓના 12% અને સંસ્થાના 12%)ને વધારવાની મંજૂરી આપી છે. જેમાં કુલ અંદાજિત ખર્ચ રૂ. 4,860 કરોડ થશે. આનો લાભ 72 લાખથી વધુ કર્મચારીઓને મળશે.
- કેબિનેટે ત્રણ જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ - ઓરિએન્ટલ ઇન્સ્યુરન્સ કંપની લિમિટેડ, નેશનલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ અને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ કંપની લિમિટેડ માટે રૂ. 12450 કરોડના મૂડી રોકાણને મંજૂરી આપી છે. જેમાં નાણાકીય વર્ષ 2019-20માં કરવામાં આવેલા રૂ. 2500 કરોડના રોકાણનો સમાવેશ છે.