તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Gas Cylinders Will Be Available Free Of Cost Till September Under Ujwala Yojana, PM Garib Kalyan Yojana Extended For 3 Months

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેબિનેટ:ઉજ્વલા યોજના હેઠળ સપ્ટેમ્બર સુધી ગેસ સિલીન્ડર મફત મળશે, PM ગરીબ કલ્યાણ યોજનાને 3 મહિના લંબાવાઈ

નવી દિલ્હી9 મહિનો પહેલા
 • આ બેઠકમાં ઓરિએન્ટલ, નેશનલ અને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સમાં રૂ. 12450 કરોડના કેપિટલ રોકાણને મંજુરી આપી
 • કેબિનેટે 24% EPF શેરિંગને વધુ ત્રણ મહિના જુનથી ઓગસ્ટ સુધી વધારવાની મંજુરી આપી, 72 લાખ લોકોને ફાયદો થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આજે બુધવારે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠક અંગે કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, ઉજ્વલા લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની સમય મર્યાદા વધારવામાં આવી છે. 1 જુલાઈથી તેને ત્રણ મહિના માટે વધારવામાં આવી છે. તેવી જ રીતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મુદ્દત પણ વધારી દેવામાં આવી છે. હવે આ યોજના હેઠળ નવેમ્બર સુધી લોકોને અનાજ મળશે.

તેમણે જણાવ્યું કે, જે કંપનીમાં 90% લોક રૂ. 15 હજારથી ઓછા પગારદાર છે તેમનું પ્રોવિડન્ટ ફંડ સરકારે ભર્યું છે. આનો 3.67 લાખ ઉદ્યોગો અને 72 લાખ કર્મચારીઓને લાભ થયો છે.

કેબિનેટના મહત્વના નિર્ણયો

 • ઉજ્વલા યોજના હેઠળ ઉપલબ્ધ ત્રણ સિલિન્ડરોની અવધિ જૂનથી સપ્ટેમ્બર સુધી લંબાવામાં આવી છે. આમાં રૂ. 13,500 કરોડનો ખર્ચ થશે અને 40 કરોડ લોકોને આનો લાભ મળશે.
 • કેબિનેટે જૂનથી ઓગસ્ટ સુધીના અન્ય ત્રણ મહિના માટે 24% EPF શેરિંગ (કર્મચારીઓના 12% અને સંસ્થાના 12%)ને વધારવાની મંજૂરી આપી છે. જેમાં કુલ અંદાજિત ખર્ચ રૂ. 4,860 કરોડ થશે. આનો લાભ 72 લાખથી વધુ કર્મચારીઓને મળશે.
 • કેબિનેટે ત્રણ જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ - ઓરિએન્ટલ ઇન્સ્યુરન્સ કંપની લિમિટેડ, નેશનલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ અને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ કંપની લિમિટેડ માટે રૂ. 12450 કરોડના મૂડી રોકાણને મંજૂરી આપી છે. જેમાં નાણાકીય વર્ષ 2019-20માં કરવામાં આવેલા રૂ. 2500 કરોડના રોકાણનો સમાવેશ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો