તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિહારમાં સિલિન્ડર બ્લાસ્ટ:રસોઈ બનાવતી વખતે ગેસની બોટલ ફાટતાં માતા સહિત 3 બાળકનાં મૃત્યુ, લોકોએ પાણી અને માટી ફેંકી આગ પર કાબૂ મેળવ્યો

પટના11 દિવસ પહેલા
  • મુઝફ્ફરપુર જિલ્લાના નંદન ગામમાં રસોઈ કરતી વખતે વિસ્ફોટ થયો હતો

બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના મીનાપુરમાં મોટી દુર્ઘટના ઘટી છે. રસાઈ કરતી વખતે ગેસ-સિલિન્ડર ફાટવાથી ત્રણ બાળક સહિત 4 લોકોનાં મૃત્યુ થયાં છે. દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ મહિલાને શ્રીકૃષ્ણ મેડિકલ કોલેજ(SKYMCH)માં દાખલ કરવામાં આવી હતી, જોકે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે.

પાણી અને માટી ફેંકીને આગ પર કાબૂ મેળવ્યો
મુઝફ્ફરપુર જિલ્લાના નંદન ગામમાં ગેસ-સિલિન્ડર પર રસોઈ કરતી વખતે વિસ્ફોટ થયો હતો, જેમાં દાઝી જવાને કારણે બાળકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે ગંભીર રૂપથી ઘાયલ બાળકોની માતાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ઘટના પછી ગામમાં અફરાતફરી સર્જાઈ છે. સ્થાનિક લોકોએ ખૂબ મુશ્કેલી પછી પાણી અને માટી ફેંકીને આગ પર કાબૂ મેળવ્યો છે.

ત્રણ બાળક સહિત માતાનું પણ મોત
મૃત્ય પામેલાં બાળકોની ઓળખ આ પ્રમાણે છેઃ અશોક સાહની પુત્રી દીપાંજલિ(6), પુત્ર આદિત્ય(4) અને વિવેક(2). અશોક સાહની પત્ની શોભા દેવી(27) લગભગ 75 ટકા આ આગમાં જ સળગી ગઈ હતી. જોકે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે.

ઈલાજ દરમિયાન મહિલાનું મૃત્યુ
SKMCHના બર્ન વોર્ડમાં ઘાયલ મહિલાની સારવાર ચાલી રહી હતી. મોડી રાતે તેનું મૃત્યુ થયું હતું. ઘટના પછી ગામમાં શોક છે. હોસ્પિટલમાં લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે.

અશોક દિલ્હીમાં રહીને મજૂરીકામ કરે છે
હોસ્પિટલ પહોંચેલા સંબંધી વિજય સાહનીએ જણાવ્યું હતું કે અશોક સાહની દિલ્હીમાં રહીને મજૂરીકામ કરે છે. ઘરમાં શોભા દેવી તેનાં બાળકો અને સાસુની સાથે રહે છે. સાંજે તેમનાં સાસુ બજારમાં શાકભાજી લેવા ગયાં હતાં. શોભા ગેસ પર ખાવાનું બનાવી રહી હતી. આ દરમિયાન પાઈપમાંથી ગેસ લીક થઈ રહ્યો હતો. જોતજોતાંમાં અચાનકથી આગ પકડાઈ ગઈ.

ચોરસામાંથી આગ ફેલાઈ હતી
સાહનીએ વધુમાં જણાવ્યું હતું કે સિલિન્ડરની બાજુમાં જ બહાર નીકળવાનો દરવાજો હતો. અહીં ચોરસા સહિતનાં અન્ય કપડાં રાખવામાં આવ્યાં હતાં. ત્રણે બાળકો ત્યાં જ હતાં. અચાનક જ આગ વધી અને ચોરસામાં પણ આગ લાગી. મહિલા તેનાં ત્રણે બાળકોને ઉઠાવીને ભાગવાનો પ્રયાસ કરવા લાગી, જોકે તે પોતાને સંભાળી ન શકી અને દરવાજો પણ ખોલી શકી નહોતી.

હોસ્પિટલ પહોંચ્યા પછી મૃત્યુ
સંબંધી વિજય સાહની કહે છે કે ઘટના પછી ત્રણ બાળક જીવતાં હતાં. દાઝવાને કારણે બૂમો પાડી રહ્યાં હતાં. જેવા હોસ્પિટલમાં પહોંચ્યા અને સારવાર શરૂ થઈ, ત્રણે બાળકો મૃત્યુ પામ્યાં. આગ લાગવાની માહિતી મળ્યા પછી ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘણી મુશ્કેલી પછી આગ ઓલવવામાં આવી હતી.