તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Gangster Vikas Came Up Against Dubey’s Eldest Son; UP STF Arrested Two Helpers From Gwalior

કાનપુર શૂટઆઉટ:વિકાસના નામે 11 ઘર અને 16 ફ્લેટ, લખનઉમાં 23 કરોડનો વૈભવી બંગલો, ED તપાસ કરશે

કાનપુરએક વર્ષ પહેલા
વિકાસ દુબેનો મોટો દીકરો આકાશ
  • 2 જુલાઇએ ગેંગસ્ટર વિકાસ દુબે અને તેના સાગરિતોએ બિકરૂ ગામમાં 8 પોલીસકર્મીની હત્યા કરી હતી
  • 9 જુલાઇએ વિકાસને ઉજ્જૈનના મહાકાલ મંદિરેથી પકડવામા આવ્યો હતો, આગલા દિવસે STF તેનુ એન્કાઉન્ટર કર્યું હતું
  • અત્યારસુધી શૂટઆઉટમાં 12 આરોપીની ધરપકડ, નામજોગ આરોપીમાંથી હજુ 12 ફરાર

ઈડી હવે વિકાસ દુબેની નામી અને બેનામી સંપત્તિની તપાસ કરશે. ઈડીએ કાનુપર પોલીસ પાસેથી વિકાસ, તેના પરિજનો અને બાકી ગુંડાઓની સંપત્તિઓની વિગતો માગી છે. 8 પોલીસકર્મીઓના હત્યારા વિકાસ દુબેને શુક્રવારે સવારે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો.  સૂત્રોએ જણાવ્યું કે વિકાસની મોટા પાયે બેનામી સંપત્તિ હોવાની આશંકા છે. તેના જુદા જુદાં સ્થળોએ 11 ઘર અને 16 ફ્લેટ હોવાની આશંકા છે. આ સંપત્તિઓ હવે તપાસના ઘેરામાં છે. તાજેતરમાં તેણે લખનઉના આર્યનગરમાં 23 કરોડ રૂપિયાનો બંગલો ખરીદયો હતો. વિદેશોમાં પણ તેની સંપત્તિ હોવાની આશંકા છે.

વિકાસના ગુંડાઓએ વિદેશમાં સંપત્તિ ખરીદી હોવાનો દાવો
ગત 3 વર્ષમાં તે 14 વખત વિદેશ ગયો હતો. અમુક રિપોર્ટ્સમાં દાવો છે કે વિકાસના ગુંડાઓએ યુએઈ અને થાઈલેન્ડમાં પણ સંપત્તિઓ ખરીદી રાખી છે. 6 જુલાઈએ કાનપુર પોલીસને મોકલેલા પત્રમાં ઈડીએ વિકાસ, તેના પરિજનો અને અન્ય ગુંડાઓની તમામ સંપત્તિઓની વિગતો માગી છે. ઈડી દ્વારા મની લોન્ડરિંગ એક્ટ 2002 હેઠળ આ માહિતીઓ માગવામાં આવી છે. તપાસ એજન્સીએ તેની વિરુદ્ધ લંબિત ગુનાઈત કેસની પણ વિગતો માગી છે. એક ગુપ્તચર અધિકારી અનુસાર એવી પણ શંકા છે કે વિકાસ અમુક પ્રભાવશાળી ધંધાદારીઓ માટે મની લોન્ડરિંગ કરતો હતો. એવામાં તેની સંપત્તિઓની તપાસ પણ જરૂરી છે.

એન્કાઉન્ટરની CBI કે NIA પાસે તપાસની માગ 
વિકાસ અને તેના ગુંડાઓનો એન્કાઉન્ટરનો મામલો હવે સુપ્રીમકોર્ટ પહોંચી ગયો છે. આ એન્કાઉન્ટરની સ્વતંત્ર તપાસ કરાવવાની માગ સાથે શનિવારે બે પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. જ્યારે એક વકીલે ચીફ જસ્ટિસ અેસ.એ.બોબડેને પત્ર લખ્યો હતો. ગેંગસ્ટર વિકાસ દુબેની ગેંગ વિરુદ્ધ ઉત્તરપ્રદેશ પોલીસનું ઓપરેશન ચાલુ છે. રાજ્ય સરકારે આ મામલે SIT તપાસના આદેશ આપ્યા છે. આ તપાસને એડિશનલ ચીફ સેક્રેટરી સંજય ભૂસરેડ્ડી લીડ કરશે. વિકાસના અંતિમસંસ્કાર બાદ મોડી સાંજે તેનો મોટો દીકરો આકાશ તેની દાદી સરલા દેવીને મળવા લખનૌ પહોંચ્યો હતો. ત્યારબાદ પોલીસ તેને સાથે લઇ ગઇ હતી. 

SIT આ મુદ્દાઓની તપાસ કરશે

  • ઘટના પાછળના કારણો- જેમ કે વિકાસ દુબે પર જે કેસ ચાલી રહ્યા છે તેમાં અત્યારસુધી શું કાર્યવાહી થઇ. વિકાસના સહયોગીઓને સજા અપાવવા જરૂરી કાર્યવાહી કરવામા આવી કે નહીં. આટલા મોટા આરોપીના જામીન રદ્દ કરવા માટે શું કાર્યવાહી થઇ. 
  • વિકાસ વિરુદ્ધ કેટલી ફરિયાદ થઇ. શું ચૌબેપુર પોસ્ટના અધ્યક્ષ અને જિલ્લાના અધિકરીઓએ તેની તપાસ કરી. તપાસમાં સામે આવેલા તથ્યોના આધારે શું કાર્યવાહી કરવામા આવી. 
  • વિકાસ અને તેના સહયોગીઓ વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ, ગુંડા એક્ટ, NSA અંતર્ગત કાર્યવાહી કરવામા આવી. આ કાર્યવાહીમાં જે બેદરકારી છે તેની પણ તપાસ કરવામા આવશે. 
  • વિકાસ અને તેના સહયોગીઓના છેલ્લા એક વર્ષના કોલ ડિટેલ રિપોર્ટની તપાસ .  તેના સંપર્કમાં આવેલા પોલીસકર્મીઓના પુરાવાના આધારે કાર્યવાહી.
  • ઘટનાના દિવસે પોલીસને આરોપીઓ પાસે હથિયારો છે તેની જાણકારી શા માટે ન મળી. તેમાં થયેલી બેદરકારીની તપાસ. પોલીસ થાણાને પણ માહિતી ન હતી. તેની પણ તપાસ કરાશે.
  • અપરાધી હોવા છતા વિકાસ અને તેના સહયોગીઓને હથિયારોના લાઇસન્સ કોણે અને કેવી રીતે આપ્યા. લગાતાર અપરાધ કરતો હોવા છતા તેની પાસે લાઇસન્સ કેમ રહ્યું હતું. 

મહારાષ્ટ્ ATSએ ઠાણેથી બે લોકોની ધરપકડ કરી
વિકાસના બે ફરાર સાથીઓની મહારાષ્ટ્ર એટીએસએ થાણેથી ધરપકડ કરી હતી. અરવિંદ ઉર્ફે ગુડ્ડન ત્રિવેદી અને તેનો ડ્રાઇવર સોનુ તિવારી આઠ પોલીસકર્મીઓની હત્યા મામલે વૉન્ટેડ હતા. 2001માં રાજ્યમંત્રીનો દરજ્જો પ્રાપ્ત સંતોષ શુક્લાની હત્યા મામલે પણ તેમની શોધખોળ ચાલી રહી હતી. વિકાસ અને તેના સાથીઓને આશરો આપનારા વિરુદ્ધ પણ પોલીસે તાબડતોબ કાર્યવાહી કરી છે. ગ્વાલિયરમાં તેના બે ગુંડાને આશરો આપનારા બે આરોપીઓની પોલીસે શનિવારે ધરપકડ કરી લીધી હતી. પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓનાં નામ ઓમ પ્રકાશ પાંડે અને અનિલ પાંડે છે. તેમણે પોલીસકર્મીઓની હત્યાના આરોપી શશિકાંત પાંડે અને શિવમ દુબેને આશરો આપ્યો હતો. 

ગ્વાલિયરમાં આ લોકોની ધરપકડ થઇ
ઉત્તરપ્રદેશ STFએ ગ્લાલિયરથી ઓમપ્રકાશ અને અનિલ પાંડેય નામના બે લોકોની ધરપકડ કરી છે. તેમના પર આરોપ છે કે 8 પોલીકર્મીઓની હત્યાના નામજોગ આરોપી શશિકાંત અને શિવમને તેમના ઘરે રોક્યા હતા. STFની ટીમ તેમને 4 જુલાઇએ જ લઇ ગઇ હતી પરંતુ ગ્વાલિયર પોલીસને તેની જાણકારી શનિવારે આપવા આવી હતી. જોકે ગ્વાલિયર પોલીસે હજુ આ મામલે કોઇ જાણકારી આપી નથી. 

ડરેલો દીકરો દાદીને મળવા પહોંચ્યો
લખનૌમાં શુક્રવારે મોડી રાત્રે વિકાસનો મોટો દીકરો આકાશ અચાનક સામે આવ્યો. કૃષ્ણાનગરમાં તે ડરતો ડરતો દાદીને મળવા પહોંચ્યો હતો. તે મકાનમાં દાખલ થાય તે પહેલા તેને પોલીસ પકડીને લઇ ગઇ હતી. તેને વિશ્વાસમાં લઇને પૂછપરછ કરી અને પછી ઘરે પાછો છોડી દીધો હતો. રિપોર્ટ અનુસાર આકાશ વિદેશથી MBA કરી રહ્યો છે. જોકે હજુ તેની કોઇ ખરાઇ થઇ નથી. 

વિકાસનો સાળો રાજૂ ખુલ્લર મુક્ત
વિકાસના સાળા રાજૂ ખુલ્લરને STFએ મુક્ત કર્યો છે. STFની પ્રયાગરાજ યુનિટે રાજૂને મધ્યપ્રદેશના શહડોલથી કસ્ટડીમાં લીધો હતો. વિકાસ વિશે માહિતી મેળવવા માટે રાજૂ સાથે પૂછપરછ કરવામા આવી હતી. 

કરિયાણાની દુકાનમાંથી 7 બોમ્બ મળ્યા હતા
બિકરૂ ગામમાં શુક્રવારે સર્ચ દરમિયાન પંચાયત ભવનમાં કરિયાણાની દુકાનમાંથી 7 દેશી બોમ્બ મળ્યા હતા. તેમને ડિફ્યૂઝ કરવામા આવ્યા હતા. આ દુકાન વિકાસના નોકર દયાશંકર અગ્નિહોત્રીના નામે હતી. અગાઉ પણ તેની ધરપકડ કરવામા આવી હતી. પોલીસે ગામમાં સૂચના આપી દીધી છે કે અહીં કોઇ હથિયાર કે ગેરકાયદે સામાન હોય તો 24 કલાકમાં પોલીસને સોંપી દેવામા આવે. બાદમાં તે કબજે થશે તો કેસ દાખલ કરવામા આવશે. 

આ તસવીર બિકરૂ ગામની છે. શુક્રવારે બોમ્બ મળ્યા બાદ ફરી સર્ચ ઓપરેશન શરૂ કરવામા આવ્યું હતું.
આ તસવીર બિકરૂ ગામની છે. શુક્રવારે બોમ્બ મળ્યા બાદ ફરી સર્ચ ઓપરેશન શરૂ કરવામા આવ્યું હતું.

21 પૈકી 12 આરોપી હજુ ફરાર
અત્યાર સુધી વિકાસના નજીકના ગણાતા પ્રભાત, બઉઆ, અમર દુબે, પ્રેમ પ્રકાશ પાંડે, અતુલ દુબેનું એન્કાઉન્ટર થઇ ચૂક્યું છે. નામજોગ 21 આરોપી પૈકી 12 હજુ ફરાર છે. ચૌબેપુરના એસઓ વિનય તિવારી, કોન્સ્ટેબલ કેકે શર્મા સહિત 12 લોકોની ધરપકડ કરવામા આવી છે. 

અન્ય સમાચારો પણ છે...