દિલ્હી પોલીસે બુધવારે જણાવ્યું હતું કે તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર લૉરેંસ બિશ્નોઈ જ મૂસેવાલા હત્યાકાંડનો માસ્ટરમાઈડ છે. વિશેષ પોલિસ કમિશ્નર એચજીએસ ધાલીવાલે જણાવ્યું હતું કે હત્યા લૉરેંસના કહેવાથી જ થઈ છે. તેણે આ હત્યા કેવી રીતે કરાવી તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો કરી શકાયો નથી. દિલ્હી પોલીસે 5 શૂટર્સની ઓળખ કરી લીધી છે. પંજાબ પોલીસે અગાઉ 8 શૂટર્સની ઓળખ કરી હતી. જેમાંથી હવે 4ની હત્યાકાંડમાં સંડોવણીની પુષ્ટી થઈ ચુકી છે. આ કેસમાં શૂટર મહાકાલની ધરપકડ કરવામાં આવી છે. ધાલીવાલે કહ્યું કે સિધેશ હીરામલ કાંબલે ઉર્ફે મહાકાલના નજીકના સિદ્ધૂ મૂસેવાલની હત્યામાં સામેલ હતા. તે હજુ પણ ફરાર છે.
કર્ણાટકની સરકારી કોલેજમાંથી 24 છોકરીને બહાર કરાઈ
કર્ણાટકની સરકારી કોલેજના મેનેજમેન્ટે હિજાર પહેરીને આવનાર 24 છોકરીઓને બહાર કાઢી હતી. પુત્તુરના ધારાસભ્ય સંજીવ મતનદૂરે કહ્યું કે હાઈકોર્ટે કોલેજમાં ડ્રેસ કોડનું પાલન કરવા આદેશ આપ્યો હતો.સ્ટુડેન્ટ્સે ડ્રેસ કોડનું ઉલ્લંઘન કર્યું છે અને માટે તેમની સામે પગલા ભરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે લેક્ચરર્સને સલાહ આપવામાં આવે છે કે તેઓ કર્ણાટક હાઈકોર્ટના આદેશનું કડકપણે પાલન કરાવે.
સરકારે કોરોનાના ત્રીજા વર્ષે પણ ખરીફ પાકોની MSP વધારી
કોરોના મહામારી સમયે સતત ત્રીજા વર્ષે સરકારે ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કર્યો છે. કેબિનેટની બેઠકમાં ખરીફ પાકોની નવી MSPને મંજૂરી આપવામાં આવી છે. તલની MSP રૂપિયા 523, તુવર તથા અળદની કિંમતમાં રૂપિયા 300 વધારો કરાયો છે. ધાન (સામાન્ય)ની MSP ગયા વર્ષના રૂપિયા 1,940થી વધારી રૂપિયા 2,040 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.