• Gujarati News
  • National
  • Ganga Was Returning From Bathing In Begusarai, Died On The Spot After Being Run Over By A Van.

બિહારમાં રોડ ક્રોસ કરતી મહિલાના મોતનો VIDEO:બેગુસરાઈમાં ગંગા સ્નાન કરીને પરત ફરી રહી હતી, વાન કચડી નાખતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું

2 મહિનો પહેલા

બેગુસરાઈમાં એક મહિલાને પૂરપાટ ઝડપે આવતી વેને કચડી નાખી હતી. આ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં સફેદ રંગની મારુતિ વાન રસ્તા પર ચાલી રહેલી મહિલાને કચડી નાખતી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આસપાસના લોકો આવે ત્યાં સુધીમાં વાનચાલક ભાગી ગયો હતો. અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અકસ્માત બછવારા પોલીસ સ્ટેશન વિસ્તારના રાણી પંચવટી ચોક સ્થિત NH 28 પાસે થયો હતો. મૃતક મહિલાની ઓળખ બછવારા પોલીસ સ્ટેશન વિસ્તારના રાની 3 વોર્ડ નંબર 10માં રહેતા રામ પ્રકાશ રાયની પત્ની હીરા દેવી (52) તરીકે થઈ છે. હીરા દેવી રવિવારે સવારે ગંગામાં સ્નાન કરીને ઘરે પરત ફરી રહી હતી. ત્યારે પૂરપાટ ઝડપે આવતી વેને તેમને કચડી નાખ્યા હતા.

અકસ્માત પછી હીરા દેવીના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર વાન ચાલકને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.

ગંગા ઘાટ પરથી સ્નાન કરીને ઘરે પરત ફરી રહી હતી

પરિવારજનોએ જણાવ્યું કે, રવિવારે સવારે લગભગ 5 વાગ્યે ઝમતિયા ગંગા ઘાટથી ગંગામાં સ્નાન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. રાની પંચવટી ચોક સ્થિત NH 28 રોડ ક્રોસ કરી રહી હતી. ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવતી મારુતિ વાને તેમને અડફેટે લીધા હતા.