વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીને બે ભેટ આપી છે. પહેલી ભેટ ગંગા વિલાસ ક્રૂઝ અને બીજી 5 સ્ટાર ટેન્ટસિટી. વડાપ્રધાને વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું છે. ગંગા વિલાસ ક્રૂઝ દુનિયાની સૌથી લાંબી રિવર ક્રૂઝ યાત્રા પર નીકળશે. આ દરમિયાન એ 3200 કિલોમીટરની સફર કરશે. એ વારાણસીથી આસામના ડિબ્રુગઢ સુધી જશે.
કાર્યક્રમનાં લાઈવ અપડેટ્સ
પહેલા ક્રૂઝની તસવીર જુઓ...
યાત્રાનો સમય-51 દિવસ
અંતર-3200 કિલોમીટર
ભાડું-19 લાખ રૂપિયા, સ્યૂટનું ભાડું 38 લાખ.
ક્રૂઝનો રૂટ-ગંગા-ભાગીરથી-હુગલી રિવર સિસ્ટમ(નેશનલ વોટર વે 1), કોલકાતાથી ધુબરી(ઈન્ડો બાંગ્લા પ્રોટોકોલ રૂટ) અને બ્રહ્મપુત્ર(નેશનવ વોટર વે 2). રસ્તામાં 27 નદીઓ પડે છે. ગંગા, ભાગીરથી, હુગલી, વિદ્યાવતી, માતલા, સુંદરવન રિવર સિસ્ટમ-5, મેઘના, પદ્મા, જમુના અને બ્રહ્મપુત્ર જેવી 27 નદી વચ્ચે આવે છે.
આ ક્રૂઝ 5 રાજ્ય અને બાંગ્લાદેશમાંથી પસાર થશે: યુપી, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ અને બાંગ્લાદેશ. વારાણસી, પટના, કોલકાતા, ઢાકા, ગુવાહાટી, ડિબ્રુગઢ સહિત 50 મુખ્ય પ્રવાસન સ્થળોનો સમાવેશ થાય છે.
સુવિધાઓ: 18 સ્યૂટ્સ, રેસ્ટોરાં, બાર, સ્પા, સનડેક, જિમ. 40 સીટ ધરાવતી રેસ્ટોરાંમાં કોન્ટિનેન્ટલ અને ભારતીય ફૂડ સાથે બુફે કાઉન્ટર છે. આઉટડોર બેઠકમાં સ્ટીમર ચેર અને કોફી ટેબલ સાથેનો બાર છે. બાથટબ, કન્વર્ટિબલ બેડ, ફ્રેન્ચ બાલ્કની, LED ટીવી, સેફ, સ્મોક એલાર્મ, લાઇફ વેસ્ટ અને સ્પ્રિંકલર સાથેના બાથરૂમ પણ છે.
ખાસિયત-62.5 મીટર લાંબી અને 12.8 મીટર પહોળી, 40 હજાર લિટરની ઇંધણની ટાંકી અને 60 હજાર લિટરની પાણીની ટાંકી. અપ સ્ટ્રીમમાં ક્રૂઝની ઝડપ 10થી 12 કિમી પ્રતિ કલાક છે. ડાઉન સ્ટ્રીમમાં ક્રૂઝની ઝડપ 15થી 20 કિમી પ્રતિ કલાક છે.
5 સ્ટાર સુવિધાઓ જેવી ટેન્ટસિટી, જાણો શું છે એમાં ખાસ
કાશીમાં ગંગાના કિનારે 30 હેક્ટરમાં 265 ટેન્ટ લગાવીને પ્રવાસીઓ માટે લક્ઝરી ટેન્ટસિટી બનાવવામાં આવી છે, જેમાં રહીને તમે 5 સ્ટાર હોટલની લક્ઝરી સુવિધાઓનો આનંદ માણી શકો છો. ઊગતા સૂર્યનો નજારો અને ગંગા આરતી, રમતો અને ઘોડેસવારી તમને સુકૂન આપશે.
PMના ઉદઘાટન બાદ 15 જાન્યુઆરીથી અહીં પ્રવાસીઓ આવવાનું શરૂ થશે. ટેન્ટસિટીનો આ પ્રવાસન પ્રોજેક્ટ પાંચ વર્ષ માટે છે. દર વર્ષે પૂર દરમિયાન ટેન્ટસિટી થોડા મહિનાઓ માટે દૂર કરવામાં આવશે. ગંગાના જળસ્તર સામાન્ય થતાં જ ટેન્ટસિટી ફરી વસાવવામાં આવશે.
ફિટનેસ માટે ખાસ વ્યવસ્થા
યોગ, સ્પા, લાઇબ્રેરી અને આર્ટ ગેલરીની સુવિધાઓનો આનંદ લેવા ઉપરાંત અહીં ઊંટ અને ઘોડેસવારી પણ કરી શકાશે. અહીં 32 ફૂટ ઊંચો ગંગા ટાવર બનાવવામાં આવશે, જ્યાંથી પ્રવાસીઓ ઘાટનો અદભુત નજારો જોઈ શકશે. ગંગામાં પ્રવાસીઓના સુરક્ષિત સ્નાન માટે અહીં ફ્લોટિંગ બાથ જેટી બનાવવામાં આવી છે.
હેન્ડિક્રાફ્ટ પ્રોડક્ટનું થશે માર્કેટ
ઉત્તરપ્રદેશના GI અને ODOP ઉત્પાદનો સહિત અન્ય હેન્ડિક્રાફ્ટ પ્રોડક્ટનું નવું માર્કેટ જોવા મળશે. ટેન્ટસિટીમાં એક મોટો ડાઈનિંગ હોલ અને કોન્ફરન્સ માટે પણ સુવિધાયુક્ત હોલ છે, જ્યાં 800 પ્રતિનિધિ એકસાથે જઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.