રેવાડીના ધારુહેડા વિસ્તારમાં શરમજનક ઘટના:12 વર્ષની બાળકી સાથે ગેંગરેપ, આરોપીઓની ઉંમર 14થી 16 વર્ષ, ત્રણેયની ધરપકડ

રેવાડી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

ધારુહેડા વિસ્તારમાં એક 12 વર્ષીય બાળકી સાથે 3 કિશોરે ગેંગરેપ કર્યો છે. ઘટનાની માહિતી બાળકીના ખરાબ હાલતમાં ઘરે પહોંચ્યા પછી મળી હતી. ઘટનાના સંબંધમાં ધારુહેડાના સેક્ટર-6 પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધીને ત્રણ કિશોરની ધરપકડ કરી લેવાઈ છે. ઘટનાના ત્રણેય આરોપીની ઉંમર પણ 14થી 16 વર્ષની વચ્ચેની છે.

ધારુહેડાના એક મોહલ્લામાં રહેતા ત્રણ આરોપી તેમના જ પાડોશમાં રહેતી એક 12 વર્ષની બાળકીને ગુરુવારે મોડી સાંજે ભોળવીને પોતાની સાથે લઈ ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓએ તેમને પાર્કમાં રમવાની વાત કહી, જેથી બાળકી તેમની સાથે ગઈ હતી. ત્યાર પછી આરોપીઓ બાળકીને સૂમસાન સ્થળે પાર્કની પાછળ લઈ ગયા અને ત્રણેયે તેની સાથ દુષ્કર્મ આચર્યું.

દુષ્કર્મની આ ઘટના પછી આરોપી ઘરે જવાની જગ્યાએ ત્યાં પાર્કમાં જ રમવા લાગ્યા. તો આ તરફ ઘટનાના થોડાક સમય પછી બાળકી ખરાબ હાલમાં તેના ઘરે પહોંચી, પરિવારે તેની હાલત જોઈને પૂછ્યું, ત્યારે બાળકીએ તેની સાથે બનેલી ઘટના અંગે માહિતી આપી. ત્યાર પછી પીડિત પરિવારે ઘટનાની માહિતી પોલીસને આપી.

બાળકી સાથે ગેંગરેપની ઘટનાની માહિતી મળતાંની સાથે પોલીસે તાત્કાલિક પગલાં લીધાં અને બાળકીને લઈને હોસ્પિટલ પહોંચી. હોસ્પિટલમાં બાળકીનું ચેકઅપ કરાવી એની સારવાર કરાવી. ત્યાર પછી પોલીસે ત્રણેય કિશોરોને તેમના ઘરમાંથી પકડી લીધા અને શુક્રવારે જુવેનાઈલ કોર્ટમાં રજૂ કર્યા. અહીંથી ત્રણેયને ફરીદાબાદના બાળ સુધાર ગૃહમાં મોકલી દેવાયા છે.