રિઝર્વ બેન્કે અહેવાલોને ખોટા ગણાવ્યા:દેશમાં ચલણી નોટ પરથી ગાંધીજીની તસવીર નહીં હટે

નવી દિલ્હી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશની ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીર બદલવાના મીડિયામાં ફરતા અહેવાલો પર ભારતીય રિઝર્વ બેન્ક સ્પષ્ટતા કરી છે હાલમાં દેશમાં ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીર બદલવાનો કોઈ વિચાર કરવામાં આવી રહ્યો નથી. RBIએ આ અંગે સ્પષ્ટતા કરતાં એક પ્રેસ રિલીઝ પણ જાહેર કરી છે. આ પહેલાં મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતીય રિઝર્વ બેન્ક પ્રથમ વખત દેશની ચલણી નોટો પર રવીન્દ્રનાથ ટાગોર અને ડૉ. એપીજે અબ્દુલ કલામની તસવીર લગાવવાની તૈયારીમાં છે.

ભારતીય રિઝર્વ બેન્કે 1969માં ગાંધીજીની તસવીરનો પહેલી વાર ઉપયોગ 100 રૂપિયાની નોટ પર કર્યો હતો. તે વર્ષ તેમની જન્મ શતાબ્દિનું વર્ષ હતું અને નોટોમાં તસવીર પાછળ સેવાગ્રામ આશ્રમ પણ હતો. ગાંધીજીની વર્તમાન પોટ્રેટ ધરાવતી કરન્સી નોટ પ્રથમ વખત 1987માં આવી હતી.

1987માં ગાંધીજીના હસતા ચહેરાવાળી તસવીર 500 રૂપિયાની નોટ સાથે રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદથી ગાંધીજીનું સ્મિત ધરાવતી તસવીરનો ઉપયોગ અન્ય ચલણી નોટો પર થવા લાગ્યો.

હાલમાં કોઇ વિચાર નથી: આરબીઆઈ
નાણામંત્રાલય અને આરબીઆઇ હેઠળની સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાએ ગાંધી, ટાગોર અને કલામની વોટરમાર્ક વાળી તસવીરોના નમૂનાઓના બે અલગ અલગ સેટ આઇઆઇટી દિલ્હીના પ્રોફેસર દિલીપ ટી. સાહનીને મોકલ્યા છે. પ્રોફેસર સાહનીને બંને સેટોમાંથી એક સેટની પસંદગીને કરીને તેને સરકાર સમક્ષ રજૂ કરવાનું કહેવાયું છે. અંતિમ નિર્ણય ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરાશે.

અન્ય સમાચારો પણ છે...