ગૌતમ ગંભીરને મળી ધમકી:ISIS કાશ્મીર નામના આતંકી સંગઠને પૂર્વ ક્રિકેટર અને ભાજપ સાંસદને જાનથી મારી નાખવાની ધમકી આપી, સુરક્ષામાં વધારો કરાયો

નવી દિલ્હી12 દિવસ પહેલા
  • સાંસદ ગૌતમ ગંભીરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે
  • ISIS કાશ્મીરે ગંભીરને ધમકીભર્યો ઇ-મેલ મોકલ્યો હતો

પૂર્વ ક્રિકેટર અને પૂર્વ દિલ્હીના ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે દિલ્હી પોલીસને ફરિયાદ કરી છે કે તેને ISIS કાશ્મીર તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. આ બાબતે માહિતી જણાવતાં ડીસીપી સેન્ટ્રલ શ્વેતા ચૌહાણે કહ્યું હતું કે આ મામલે તપાસ ચાલી રહી છે. સાંસદ ગૌતમ ગંભીરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

ISIS કાશ્મીરે ધમકીભર્યો મેલ મોકલ્યો હતો
જાણકારી મુજબ ગૌતમ ગંભીરને ગઈરાત્રે લગભગ 9.30 વાગે તેમના સત્તાવાર ઇ-મેલ પર ISIS કાશ્મીરે ધમકીભર્યો ઇ-મેલ મોકલ્યો હતો. આ ઇ-મેલમાં ધમકી આપવામાં આવી છે કે અમે તને (ગૌતમ ગંભીર) અને તારા પરિવારને જાનથી મારી નાખીશું.

ગૌતમ ગંભીરે દિલ્હી પોલીસને ફરિયાદ કરી છે કે તેને ISIS કાશ્મીર તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
ગૌતમ ગંભીરે દિલ્હી પોલીસને ફરિયાદ કરી છે કે તેને ISIS કાશ્મીર તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
ગૌતમ ગંભીરના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હી પોલીસના જવાનો તેમના ઘરની બહાર તહેનાત છે.
ગૌતમ ગંભીરના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હી પોલીસના જવાનો તેમના ઘરની બહાર તહેનાત છે.

દિલ્હી પોલીસના સાયબર સેલ દ્વારા તપાસ
આ ઇ-મેલ મળતાં જ ગંભીરે પોલીસને ફરિયાદ કરી છે. હવે આ મામલે તપાસ દિલ્હી પોલીસના સાયબર સેલને આપવામાં આવી છે. સંપૂર્ણ તપાસ બાદ જ એ સ્પષ્ટ થશે કે આ સાચે જ કોઈ ધમકીભર્યો ઇ-મેલ છે કે પછી કોઈ જાઈજોઈને કરવામાં આવેલી ટીખળ છે. પોલીસ દ્વારા ગંભીરના ઘરની બહાર સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે.

2019માં પણ ગંભીરને મળી હતી આવી જ ધમકી
ડિસેમ્બર 2019માં પણ ગૌતમ ગંભીર અને તેના પરિવારને હત્યાની ધમકી મળી હતી. આંતરરાષ્ટ્રીય નંબર પરથી ફોન પર ધમકીઓ મળ્યા બાદ ગંભીરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ મામલે ગંભીરે શાહદરાના ડેપ્યુટી કમિશનરને પત્ર લખ્યો હતો.

દિલ્હી પોલીસના અધિકારીઓ ગૌતમ ગંભીરના ઘરની બહાર અલર્ટ પર છે. આસપાસની તમામ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે.
દિલ્હી પોલીસના અધિકારીઓ ગૌતમ ગંભીરના ઘરની બહાર અલર્ટ પર છે. આસપાસની તમામ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે.

ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ગંભીરે અનેક વખત આતંકવાદ સામે નિવેદનો આપ્યા છે. ગંભીર 2011માં વર્લ્ડ કપ જીતનારી ટીમમાં સામેલ રહ્યો હતો.

T20 વર્લ્ડ કપમાં ભારતના ખરાબ પ્રદર્શનથી ગંભીર નારાજ છે
જો ક્રિકેટની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાના T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતની હાર બાદ ગૌતમ ગંભીરે વિરાટ કોહલીની આકરી ટીકા કરી હતી. ગંભીરે તો ત્યાં સુધી કહ્યું હતું કે વિરાટ માનસિક રીતે મજબૂત નથી.

ESPN ક્રિકઇન્ફો સાથે વાત કરતાં ગંભીરે કહ્યું, 'એવું નથી કે કોહલી દબાણમાં સારું પ્રદર્શન કરી શકતો નથી, પરંતુ હું એ જરૂરથી કહીશ કે હવે કોહલી જરૂરી મેચમાં પ્રદર્શન કરી શકતો નથી. તે મહત્ત્વપૂર્ણ મેચોમાં મોટો સ્કોર કરી શકતો નથી, કદાચ તે માનસિક રીતે એટલો મજબૂત નથી.

અન્ય સમાચારો પણ છે...