• Gujarati News
  • National
  • Gadkari Broke The Rules Of The Expressway And Ran The Car At A Speed Of 170 Km H. If You Make Such A Mistake, You Could Be Fined Rs 2,000.

મંત્રીજીની સ્પીડ ટેસ્ટ:એક્સ્પ્રેસ-વેના નિયમ તોડીને ગડકરીએ 170 km/hની ઝડપે દોડાવી કાર, આવી ભૂલ જો તમે કરી તો લાગી શકે છે 2000 રૂપિયાનો દંડ

એક મહિનો પહેલા

કેન્દ્રી મંત્રી નીતિન ગડકરી હેલીકોપ્ટરમાંથી ઉતર્યા... કિઆ કાર્નિવલની ડ્રાઈવિંગ સીટ પર બેઠાં... અને તેને 150 કિલોમીટપ પ્રતિ કલાકની સ્પીડથી દોડાવી. આ નજારો હતો જાવરા (મધ્યપ્રદેશ)નો જ્યાં દિલ્હી-મુંબઈ એક્સ્પ્રેસવે તૈયાર કરવામાં આવી રહ્યો છે. સડકનો ક્વોલિટીને ચેક કરવા માટે તેઓએ આવું કર્યું. એટલું જ નહીં, આ એક્સપ્રેસવે પર તેઓએ કન્સ્ટ્રક્શન અધિકારી પાસે ગાડીને 170 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી દોડાવી.

16 સપ્ટેમ્બરે ગડકરી રતલામ જિલ્લાના જાવરામાં એક સભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા. જ્યાં મંચ પર તેઓએ કહ્યું કે એક્સપ્રેસ વેની ક્વોલિટી ચેક કરવા માટે તેઓએ 150 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી કાર ચલાવી. તેઓએ કહ્યું કે આ એક્સ્પ્રેસવેથી મુંબઈ અને દિલ્હીનું અંતર માત્ર 12 કલાકમાં જ પૂર્ણ થઈ જશે. પરત ફરતી વખતે તેઓએ લગભગ 5 કિમી સુધી ગાડી ચલાવીને ટેસ્ટિંગ કર્યું.

170km/hની સ્પીડથી ટેસ્ટિંગ કર્યું
જ્યારે ગડકરી પરત ફર્યા ત્યારે તેઓએ કન્સ્ટ્રક્શન અધિકારીને ડ્રાઈવિંગ સીટ પર બેસાડ્યા. પછી એક્સ્પ્રેસવેમાં તે જગ્યાએ પહોંચ્યા જ્યાં કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન તેઓએ ત્યાંની મશીન અંગે જાણકારી મેળવી. સાથે જ કહ્યું કે અહીં નાનું પ્લેન ઉતરી શકે છે. બાદમાં તેઓએ યૂટર્ન લીધો અને અધિકારીને ગાડીની સ્પીડ વધારવાનું અને આગળ ધ્યાન રાખીને ચલાવવાનું કહ્યું. જ્યારે કારની સ્પીડ 120 km/hથી ઉપર ગઈ ત્યારે સ્પીડ અલર્ટનું બીપ વાગવા લાગ્યું, પરંતુ મંત્રીજી સ્પીડ વધારવાની સલાહ આપતા જ રહ્યાં. જ્યારે કારની સ્પીડ 170 km/h સુધી પહોંચી ત્યારે તેને મેઈન્ટેઈન કરવામાં આવી.

કેટલી સેફ છે KIA કાર્નિવલ SUV?

કાર્નિલ ભારતમાં મળતી સૌથી સુરક્ષિત SUVમાંથી એક છે. સેફ્ટી માટે જેમાં 6 એરબેગ, ISOFIX ચાઈલ્ડ સીટ એન્કર, ABS અને EBD, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ જેવાં ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમાં રોલ ઓવર મિટિગેશન, હિલ સ્ટાર્ટ આસિસ્ટ અને કૉર્નરિંગ બ્રેક કંટ્રોલનું ફીચર પણ આપવામાં આવ્યું છે. તેને ઓસ્ટ્રેલિયન NCAP ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ પણ મળ્યા છે. કારમાં 2.2 લીટર BS6 એન્જિન છે, જે 200bhpના પાવર અને 440mmનો ટોર્ક જનરેટ કરે છે. કારની ટોપ સ્પીડ 190 km/h સુધીની છે.

ક્વોલિટી ચેક કરવા માટે સેફ્ટીના નિયમ તોડ્યા
ગડકરીએ દિલ્હી-મુંબઈ એક્સ્પ્રેસ-વેની ક્વોલિટી ચેક કરવા માટે સેફ્ટીના નિયમો પણ તોડ્યા. નવા સેફ્ટી નિયમો મુજબ હવે કારમાં સ્પીડ અલર્ટ આપવામાં આવે છે. જ્યારે કારની સ્પીડ 120 km/hથી ઉપર જાય છે ત્યારે અંદર બીપ વાગવાનું શરૂ થઈ જાય છે. આ સ્પીડ માટેનું અલર્ટ હોય છે. ત્યારે ગડકરીએ કારને 170 km/hની સ્પીડથી દોડાવી. જો કે તેની પાછળનું કારણ એક્સપ્રેસ-વેનું ટેસ્ટિંગ કરવાનું જ હતું.

દેશનો સૌથી મોટો એક્સપ્રેસ-વે હશે
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે બનાવવામાં 98,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જેની લંબાઈ 1380 km છે. આટલી લંબાઈ વાળો દેશનો સૌથી મોટો એક્સપ્રેસ-વે બની જશે. આ એક્સપ્રેસ-વે દેશના 6 રાજ્યો દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે. આ એક્સપ્રેસ-વેથી દિલ્હીથી મુંબઈ વચ્ચેનું અંતર લગભગ 130 કિલોમીટર ઘટી જશે. એક્સપ્રેસ-વે 2023 સુધી તૈયાર થઈ જશે તેવી શક્યતા છે.

એક્સપ્રેસ-વે પર ગાડીની સ્પીડ અંગેના નિયમ

ભારતમાં નેશનલ હાઈવે અને એક્સપ્રેસ-વે પર ચાલતી ગાડીઓની સ્પીડને લઈને અલગ અલગ નિયમ છે. નેશનલ હાઈવે પર કાર માટે જ્યાં 100 km/hની મહત્તમ સ્પીડ લિમિટ નક્કી કરાઈ છે, તો એક્સપ્રેસ-વે પર આ લિમિટ 120 km/hની છે. સ્પીડ લિમિટ ટૂ-વ્હીલર અને હેવી વ્હીકલ માટે પણ અલગ-અલગ છે. ટૂ-વ્હીલર માટે હાઈવે અને એક્સપ્રેસ-વે પર સ્પીડ લિમિટ 80 km/h અને હેવી વ્હીકલ જેમ કે બસ અને ટ્રકની સ્પીડ લિમિટ 100 km/h સુધીની છે. એટલું જ નહીં શિયાળામાં સ્પીડ લિમિટ ઘટાડી દેવામાં આવે છે.

કેમેરા રાખે છે સ્પીડ પર નજર

દેશના લગભગ તમામ એક્સપ્રેસ-વે પર CCTV કેમેરા લગાડવામાં આવ્યા છે જે ગાડીની સ્પીડ પર નજર રાખે છે. જેવી જ ગાડીની સ્પીડ 120 km/hથી વધી જાય છે તો તે આગળના ટોલ પ્લાઝાને અલર્ટ કરી દે છે. જે બાદ ત્યાં ગાડી ચલાવનારને દંડ ફટકારવામાં આવે છે. આ દંડની રકમ આમ તો ફિક્સ હોય છે, પરંતુ સ્પીડને ધ્યાનમાં રાખીને વધારી પણ શકાય છે. જેમકે યમુના એક્સપ્રેસ-વે પર સ્પીડ લિમિટ ક્રોસ કરનાર ચાલકને 500 રૂપિયાનો દંડ લાગે છે, જ્યારે 2019માં 214 km/hની સ્પીડથી ચાલતી મર્સિડિઝને 2000 રૂપિયાનું ઈ-મેમો આપવામાં આવ્યો હતો. દંડ ન ભરવાની કંડીશનમાં ડ્રાઈવિંગ લાયસન્સ કેન્સલ પણ કરવામાં આવી શકે છે.

હાલ દેશનો સૌથી લાંબો નેશનલ હાઈવે દિલ્હી-નકોદર-ગુરદાસપુર સેક્શન ઓફ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ-વે છે. જેની લંબાઈ 398 કિમી છે. જ્યારે સૌથી નાનો લખનઉ-કાનપુર એક્સપ્રેસ-વે છે, જે માત્ર 74 કિમી જ લાંબો છે. એવામાં હવે 1380 કિમીની લંબાઈવાળો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે દેશનો સૌથી મોટો એક્સપ્રેસ-વે પણ બની જશે.

અન્ય સમાચારો પણ છે...