હૈદરાબાદ:ફુલ સ્પીડમાં આવતી વૅને રોડ ક્રોસ કરતાં યુવકને ફેંકી દીધો, જુઓ ચમત્કારિક બચાવના CCTV ફૂટેજ

2 મહિનો પહેલા

તેલંગણાના હૈદરાબાદનો એક શૉકિંગ વીડિયો સામે આવ્યો છે. દબીરપુરા વિસ્તારમાં એક યુવકને રોડ ક્રોસ કરવો ભારે પડ્યો હતો. ફુલ સ્પીડમાં આવતી એક વૅને રોડ ક્રોસ કરતાં યુવકને ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટના રોડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, યુવક ભરચક રોડને ક્રોસ કરવા માટે જઈ રહ્યો છે. એટલામાં અચાનક એક વૅન ફુલ સ્પીડમાં આવે છે. આ જોઈ યુવક મોત ભાળી ગયો અને આમ તેમ ભાગવાનો પ્રયત્ન કર્યો. એટલામાં વૅને યુવકને ટક્કર મારી ફેંકી દીધો હતો. મહત્ત્વનું છે કે, આમ છતાં યુવકનો ચમત્કારિક બચાવ થયો છે. યુવક ગંભીર રીતે ઘાયલ થતાં સ્થાનિક લોકોએ હોસ્પિટલ ખસેડ્યો હતો. મહત્ત્વનું છે કે, આ વીડિયો સાયબરાબાદ પોલીસે સોશિયલ મીડિયોમાં શેર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...