શૉકિંગ CCTV:ફુલ સ્પીડમાં આવતાં ટ્રેક્ટરચાલકે અકસ્માત સર્જ્યો, સામેથી આવતાં સાઇકલચાલકનું ઘટના સ્થળે મોત

5 મહિનો પહેલા

રાજસ્થાનના કમકમાટીભર્યા CCTV ફૂટેજ સામે આવ્યા છે. બાડમેરમાં ફુલ સ્પીડમાં ટ્રેક્ટરચાલક આવ્યો અને સામેથી આવતાં સાઇકચાલકને કચડી નાંખ્યો હતો. યુવકના મોત પછી લોકોએ હોબાળો કરી વળતરની માગ કરી હતી. આ દરમિયાન પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ટોળાને સમજાવીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. પોલીસે અકસ્માત કરીને ભાગી ગયેલાં ટ્રેક્ટરચાલકની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...