તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક રોડ એક્સિડેન્ડમાં છ મિત્રનાં મોત થયાં છે. તેઓ પાર્ટી કરીને પરત ફરી રહ્યા હતા. તેમની ફુલ સ્પીડે જતી કાર ટેન્કરની પાછળ અથડાઈ ગઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે ડમ્પરનું સ્ટેપની તૂટી ગયું હતું અને કારની આગળ અને પાછળની સીટનો ભાગ લગભગ એકબીજાને ચોંટી ગયો હતો.
બે મિત્ર સીટ પરથી ઊછળીને બોનેટ પર આવી ગયા હતા. તેમાંથી કોઈનો હાથ તો કોઈનું માથું ઘડથી અલગ થઈ ગયાં હતાં. આ દુર્ઘટના સોમવારે રાતે અંદાજે એક વાગે નિરંજન ચાર રસ્તા ઘટી હતી. તેઓ દેવાસ તરફથી આવી રહ્યા હતા. જોકે હજી એ સ્પષ્ટ નથી થયું કે તેઓ પાર્ટી કરવા ક્યાં ગયા હતા અને આ ઘટના કઈ સ્થિતિમાં ઘટી હતી.
4નાં ઘટનાસ્થળે જ મોત, 2 મિત્રનાં હોસ્પિટલમાં મોત
લસૂડિયા પોલીસના એસઆઇ નરસિંહ પાલે જણાવ્યું હતું કે કાર ખૂબ ખરાબ રીતે ડેમેજ થઈ ગઈ છે. એને ગેસ કટરથી કાપીને મૃતદેહો બહાર કાઢવા પડશે. કારમાં કુલ છ લોકો હતા. ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયાં છે. બે મિત્ર જીવતા હતા, પરંતુ તેમનાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયાં છે.
જીવ ગુમાવનારા બધા મિત્રો ઈન્દોરના
1. ઋષિ (19), 129 ભાગ્યશ્રી કોલોની
2. ગોલુ ઉર્ફે સૂરજ (25), માલવીયનગર
3. છોટુ ઉર્ફે ચંદ્રભાન રઘુવંશી (23), માલવીયનગર
4. સોનું જાટ (23), આદર્શ મેઘદૂતનગર
5. સુમિત (30), ભાગ્યશ્રી કોલોની
6. દેવ (28), 384/3 માલવીયનગર
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.