તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના સંક્રમણની બીજી લહેરને પગલે વધતા જતા કેસો પર અંકુશ મૂકવા માટે દેશમાં ઘણાં બધાં શહેરોની અંદર આજથી વીકેન્ડ લોકડાઉન લાદવાની શરૂઆત કરાઈ રહી છે. મુંબઈમાં આની અસર ખાસ વર્તાઈ રહી છે. સ્થાનિકો સવારથી માર્કેટમાં અને અન્ય દુકાનો પર સામાનની ખરીદી કરવા માટે મોટી માત્રમાં ઉપસ્થિત થઈ રહ્યા છે.
કોરોનાનું સંકટ ફરીથી દેશમાં પોતાનો સકંજો કસી રહ્યું છે, જેને પગલે સંક્રમણને રોકવા માટે સ્થાનિક પ્રશાસન કડકાઈ પણ વર્તી રહી છે. ભારતનાં ઘણાં રાજ્યો અને શહેરોમાં નાઈટ કર્ફ્યૂ જાહેર કરી દેવાયો છે. તો કેટલીક જગ્યાએ આજથી વીકેન્ડ લોકડાઉનની પણ શરૂઆત થવા જઈ રહી છે. ચલો તો નજર ફેરવીએ કયા શહેરમાં વીકેન્ડ લોકડાઉન લાગી રહ્યું છે....
આખા મહારાષ્ટ્રમાં આજથી વીકેન્ડ લોકડાઉનની શરૂઆત કરવામાં આવી છે, જે આખા એપ્રિલ સુધી યથાવત રહેશે, જેમાં શુક્રવારની સાંજથી સોમવારની સવાર સુધી સમગ્ર શહેરમાં લોકડાઉન લાદવામાં આવશે. મુંબઈ, નાગપુર, નાસિક, થાણે અને પુણે જેવાં શહેરોમાં કોરોનાવાયરસના કેસોમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે, જેથી અહીં સંક્રમણને કાબૂમાં લેવા માટે વીકેન્ડ લોકડાઉનની આવશ્યકતા પણ રહેલી છે.
Maharashtra: Crowd seen at Dadar Vegetable Market in Mumbai this morning.
— ANI (@ANI) April 9, 2021
Mumbai reported 8,938 new #COVID19 cases & 23 deaths yesterday. pic.twitter.com/WAcDsWBmU5
જાણો ક્યાં-ક્યાં લોકડાઉન
ક્યાં સુધી વીકેન્ડ લોકડાઉન રહેશે?
તમને જાણાવી દઈએ કે દેશનાં કેટલાંક રાજ્યોમાં માત્ર ગણતરીના જિલ્લાઓ અને પ્રદેશોમાં લોકડાઉન જાહેર કરાયું છે, પરંતુ મહારાષ્ટ્રના દરેક પ્રદેશમાં વીકેન્ડ લોકડાઉન લાદવામાં આવ્યું છે, જે શુક્રવારે સાંજે 6થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે.
વીકેન્ડ લોકડાઉનની ગાઈડલાઈન્સ
ગત વર્ષે માર્ચ-એપ્રિલમાં જે પ્રમાણે કડક લોકડાઉનનો અમલ કરાવાયો હતો એ રીતે. આ પણ બિલકુલ એવું જ રહેશે. લોકોને બિન-જરૂરી બહાર ફરવા પર પ્રતિબંધ અને શાકભાજીના વેચાણ અર્થે પણ પરવાનગી લીધેલી દુકાનોને જ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. એકદમ જરૂરી ક્ષેત્રના લોકોને જ કામ પર જવાની પરવાનગી આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં તો માત્ર હોમ-ડિલિવરીની પરવાનગી આપવામાં આવી છે, એટલે કે કોઈપણ વ્યક્તિ હોટલમાં જઈને ખાઈ પણ નહીં શકે અને પેક પણ નહીં કરાવી શકે.
મુંબઈમાં પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ
મુંબઈમાં કોરોના કહેરને પગલે પ્લેટફોર્મ ટિકિટોના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. મુંબઈનાં કલ્યાણ, થાણે, દાદર, પનવેલ, CSMT અને LTT રેલ્વે સ્ટેશન પર હવે પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવાયું છે. કોરોના મહામારીને પગલે લોકડાઉનનો આભાસ થતાં લોકોની ભીડ સ્ટેશન પર આવતી રહેતી હતી. LTT સ્ટેશનમાં તો વતન તરફ પ્રયાણ કરતા મજૂરોની એટલી મોટી સંખ્યામાં ભીડ ઊમટી આવી હતી કે પગ મૂકવાની પણ જગ્યા નહોતી, તેથી ટિકિટોનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો.
મુંબઈ સહિત મહારાષ્ટ્રનાં અન્ય શહેરોમાં પણ નાઈટ કર્ફ્યૂ, વીકેન્ડ લોકડાઉનના સંકટને કારણે પ્રવાસી મજૂરો પોતાના વતન તરફ પરત ફરી રહ્યા છે.
Sponsored By
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.