દિલ્હીના અક્ષરધામ મેટ્રો સ્ટેશન પર 25 વર્ષની યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. CISFએ વીડિયો ટ્વીટ કરીને માહિતી આપી છે કે યુવતીનો જીવ બચી ગયો છે. આ વીડિયો ગુરુવારે સવારે 7.15 વાગ્યાનો છે. યુવતીને લાલ બહાદુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, યુવતી અચાનક મેટ્રો સ્ટેશનની દીવાલ પર ચડી ગઈ, ત્યાર બાદ CISFના જવાનોએ તેને નીચે ઊતરવા માટે સમજાવવાનું શરૂ કર્યું, પરંતુ તે રાજી ન થઈ. તે કૂદી જાય એ પહેલાં કેટલાક જવાન ધાબળા અને ચાદર લઈને નીચે પહોચી ગયા અને જેવી યુવતી કૂદી પડી, તેમણે તેને પકડી લીધી. જોકે તેને પગ અને શરીરના ભાગે ઈજાઓ થઈ છે.
યુઝર્સ CISF જવાનોનાં વખાણ કરી રહ્યા છે
જ્યારે સોશિયલ મીડિયા યુઝર્સ CISF જવાનોનાં વખાણ કરી રહ્યા છે. સમીર વર્મા નામના યુઝરે લખ્યું- ગ્રેટ જોબ CISF ટીમ. એ જ સમયે ગૌરવ સોનીએ લખ્યું - દેશના બહાદુર જવાનોની હિંમતને સલામ. અન્ય યુઝર પ્રશાંત યુઝરે વીડિયોને રિટ્વીટ કર્યો અને લખ્યું- માનવતાની ગુણવત્તા સૌથી મોટી છે.
12 હજારથી વધુ જવાન મેટ્રોની રક્ષા કરે છે
દિલ્હી મેટ્રોની રક્ષા 12 હજારથી વધુ CISF જવાનો કરે છે. 15 વર્ષથી CISF મેટ્રોની સુરક્ષાની જવાબદારી સંભાળે છે. દિલ્હી મેટ્રો કોર્પોરેશન હેઠળ 249 સ્ટેશન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.