તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • From The Fourth Floor Of The Hospital The Merchant First Threw His 10 year old Son, Then Jumped Himself To Death; Family Members Blamed The Hospital

પુત્રની હત્યા પછી આત્મહત્યા:હોસ્પિટલના ચોથા માળેથી વેપારીએ પહેલાં 10 વર્ષના પુત્રને ફેંક્યો, પછી પોતે કૂદીને જીવ આપી દીધો; પરિવારના લોકોએ હોસ્પિટલ પર આરોપ લગાવ્યો

બરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તર પ્રદેશના બરેલીમાં અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. અહીંની ગંગાશીલ હોસ્પિટલમાં દાખલ એક પિતાએ પહેલાં 10 વર્ષના દીકરાને ચોથા માળેથી નીચે ફેંકી દીધો, બાદમાં પોતે કૂદી પડ્યો. જેમાં બંનેના મોત નિપજ્યા છે. પરિવારનો આરોપ છે કે હોસ્પિટલ પ્રબંધન બિલને લઈને વારંવાર પરેશાન કરતા હતા. તેનાથી કંટાળીને યુવકે દીકરાને મારીને બાદમાં પોતે જ સુસાઈડ કરી લીધું. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

ગંગાશીલ હોસ્પિટલના ચોથા માળેથી દીપક નામનો વેપારી એડમિટ હતો. ત્રણ દિવસ પહેલાં જ તબિયત ખરાબ થવાને કારણે દીપકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આજે તેને ડિસ્ચાર્જ કરવાનો હતો. જેના કારણે તેનો 10 વર્ષનો પુત્ર દિવ્યાંશ પોતાની ફઈબાની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો, કે જેથી પિતાના ડિસ્ચાર્જ કરાવીને ઘર લઈ જઈ શકે.

એકાએક દીકરાને નીચે ફેંક્યો, જે પછી પોતે કૂદ્યો
દીપકની બહેન તેને ડિસ્ચાર્જ કરાવવા માટે પહોંચી હતી. ત્યારે દીપક પુત્ર દિવ્યાંશને પોતાની સાતે લઈને વોર્ડની બહાર નીકળ્યો. અચાનક જ તેને પુત્રને ઉઠાવ્યો અને તેને ચોથા માળેથી નીચે ફેંકી દીધો. આજુબાજુના લોક કંઈ સમજે તે પહેલાં પોતે પણ નીચે કૂદી પડ્યો. એકાએક થયેલી આ ઘટનાથી હોસ્પિટલમાં દોડાદોડી થઈ ગઈ. આ ઘટના બાદ લોકો નીચે પહોંચ્યા અને બંનેની તપાસ કરી. પરંતુ પિતા અને પુત્રનાં મોત થઈ ગયા હતા.

ઘરવાળાનો આરોપ- બિલને લઈને પરેશાન કરી રહ્યાં હતા હોસ્પિટલવાળા
વેપારીનું નામ દીપક જણાવવામાં આવી રહ્યું છે. બરેલીમાં જ તેની કન્ફેક્શનરીની દુકાન છે. મૃતકના નણંદોઈ નરેશ પાલ કશ્યપે જણાવ્યું કે હોસ્પિટલવાળા સતત બિલ ભરી જવાનું દબામ કરતા હતા. લોકડાઉનને કારણે વેપાર એકદમ ઠપ હતો અને વધુ પૈસા પણ ન હતા. દરરોજ હોસ્પિટલવાળા બિલ ભરવાનું દબાણ કરતા હતા. આ ટેન્શનમાં દીપકે છતથી કૂદીને જીવ આપી દીધો. જો કે હોસ્પિટલ પ્રશાસને આ આરોપોને ફગાવી દીધા છે.

5 વર્ષની બાળકી, ઘરડી માં અને પત્નીને પાછળ છોડી ગયો
દીપકના મોતના સમાચાર મળતા જ પત્ની કંચન અને માં ચંદ્રવતીની રોઈ-રોઈને હાલત ખરાબ થઈ ગઈ છે. દીપકની એક 5 વર્ષની દીકરી પણ છે. દીકરો દિવ્યાંશ 10 વર્ષનો હતો. તે પોતાની ફળની સાથે જ પપ્પાને ડિસ્ચાર્જ કરાવવા પહોંચ્યો હતો. આ વચ્ચે દીપક દિવ્યાંશને પોતાની સાથે લઈને વોર્ડમાંથી બહાર નીકળ્યો અને ચોથા માળેથી પહેલાં પુત્રને ફેંક્યો અને પછી પોતે કૂદીને જીવ આપી દીધો.

અન્ય સમાચારો પણ છે...