કેન્દ્ર સરકાર જીવાશ્મ ઈંધણના ઉપયોગને નિયંત્રિત કરવાની દિશામાં આગળ વધી રહી છે. આ મામલે કેન્દ્રીય કેબિનેટે બાયોફ્યુઅલ રાષ્ટ્રીય નીતિ-2018માં સુધારાને મંજૂરી આપી દીધી છે. પેટ્રોલમાં 20% ઈથેનોલ મિલાવવાનું લક્ષ્ય 2030થી 5 વર્ષ પહેલા એટલે કે 2025-26 સુધી પ્રાપ્ત કરાશે.
તેનાથી દેશમાં વપરાતા પેટ્રોલમાં ઈથેનોલની માત્રા 1 એપ્રિલ 2023થી જ 20% સુધી વધારી શકાશે. હાલ 10% ઈથેનોલ મિશ્ર કરવાની મંજૂરી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે 4 જૂન 2018ના રોજ બાયોફ્યૂઅલ પર રાષ્ટ્રીય નીતિ નોટિફાઈ કરી હતી. પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે બુધવારે આયોજિત બેઠકમાં સુધારાને મંજૂરી આપી હતી.
કેબિનેટે જૈવ ઈંધણના ઉત્પાદન માટે અન્ય ફીડસ્ટૉક(કાચા માલ)ના ઉપયોગની મંજૂરી આપી દીધી છે. તેને ઓટો ફ્યૂઅલમાં મિલાવી શકાશે. તેની સાથે જ આર્થિક ક્ષેત્રો(એસઈઝેડ)/ એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ્સ(ઈઓયુ) સ્થિત એકમોમાં બાયોફ્યુઅલના ઉત્પાદનને મેક ઈન ઈન્ડિયા હેઠળ પ્રોત્સાહન આપવા મંજૂરી આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.