તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • From Mumbai To Jodhpur Train, The Girl Got Infected While Traveling Due To Extreme Caution.

મુંબઈથી જોધપુર ટ્રેન યાત્રા સમયે યુવતી સંક્રમિત થઈ, ખૂબ જ સાવચેતી રાખવા છતાં પોતાને બચાવી શકી નહીં

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
જોધપુરમાં અત્યાર સુધીમાં સંક્રમણના ચાર કેસ સામે આવ્યા છે
  • યુવતી ટ્રેનના ખૂબ જ સાવચેતી દાખવી હતી અને તેના હાથ સેનેટાઈઝ કરતી હતી
  • આ યુવતી તુર્કીથી પરત ફરેલા દંપતી સાથે એક જ ડબ્બામાં બેઠી હતી

જોધપુરઃ કોરોના વાઈરસ કોઈ પણ પ્રકારે ફેલાઈ શકે છે, આ બાબત ટ્રેનમાં સંક્રમિત થયેલી જોધપુરની એક યુવતીની ઘટનાથી સમજી શકાય છે. આઈટી એન્જીનિયરિંગની આ યુવતી મુંબઈથી જોધપુર સુધી યાત્રા સમયે ખૂબ જ સાવચેત હતી અને માર્ગમાં સતત તેના હાથ સેનેડાઈઝ કરતી હતી. તેમ છતાં નીચેની સીટ પર બેઠેલા કોરોના પોઝિટિવ જણાયેલા બે યાત્રીઓથી આ યુવતી પોતાને સંક્રમિત થતા બચાવી શકી ન હતી.
જોધપુરની 24 વર્ષિય યુવતી મુંબઈની એક કંપનીમાં કામ કરે છે. મહારાષ્ટ્રમાં કોરોનાના વધી રહેલ સંક્રમણની સ્થિતિ બાદ પરિવારજનોએ તેને જોધપુર આવવા કહ્યું હતું. 17 માર્ચના રોજ આ યુવતી મુંબઈથી જોધપુર જવા ટ્રેનમાં નિકળી હતી. ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ કોચમાં તેની સાથે જોધપુરનું એક દંપતી હતું. બન્ને તુર્કીથી આવ્યા હતા. 

સમગ્ર યાત્રા દરમિયાન ઉપલી બર્થ પર યુવતી રહી
આ યુવતીએ જણાવ્યું હતું કે ટ્રેનમાં યાત્રા શરૂ કરી ત્યારથી જ તેણે સાવચેતી દર્શાવી હતી અને યાત્રીઓ સાથે વાત સુદ્ધા કરી ન હતી. તે સીધી જ તેની સીટ પર જઈને સુઈ ગઈ હતી. માર્ગમાં તે ચહેરા પર માસ્ક પણ લગાવી રાખતી હતી. તેને યાદ નથી કે તે કેવી રીતે સંક્રમિત થઈ.
યુવતીએ જણાવ્યું હતું કે પોતાની બર્થ પર ચડતા અને ઉતરા તે કદાંચ સંક્રમિત થઈ ગઈ હશે. અથવા તો સહયાત્રીઓની ખાંસીને લીધે પણ કોરોનાથી સંક્રમિત થઈ હોઈ શકે છે. 18 માર્ચના રોજ જોખપુર પહોંચ્યા બાદ તે 23 માર્ચ સુધી બિલકુલ તંદુરસ્ત હતી. 23 માર્ચે તેને તાવ સાથે ખાંસી આવવા લાગી. દરમિયાન તુર્કીથી આવેલા સહયાત્રી કે જે આ ટ્રેનમાં તેની સાથે હતા તેઓ પણ પોઝિવિટ આવ્યા. ત્યારબાદ આરોગ્ય વિભાગે ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે 23મી માર્ચે યુવતીને ઘરમાં જ આઈસોલેટ કરવામાં આવી. 24 માર્ચના રોજ તબીયત બગડતા તે તપાસ માટે એમ્સ પહોંચી હતી. બુધવારે આવેલા અહેવાલ પ્રમાણે તે કોરોનાથી સંક્રમિત હોવાની પૃષ્ટિ થઈ હતી. અત્યારે આ યુવતી એમ્સમાં દાખલ છે અને તેનો ઈલાજ ચાલી રહ્યો છે.
 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો