• Gujarati News
  • National
  • Millions Stolen From IOC Pipelines Over The Years Caught On Fire, 650 Feet Long High tech Tunnel Dug

પાપ છાપરે ચઢીને પોકાર્યું:વર્ષોથી IOCની પાઈપલાઈનમાંથી થતી કરોડોની ચોરી આગ લાગતા પકડાઈ, 650 ફૂટ લાંબી હાઈટેક સુરંગ ખોદવામાં આવેલી

દૌસા (રાજસ્થાન)14 દિવસ પહેલા

ક્રૂડ ઓઈલની પાઈપલાઈનમાંથી અવારનવાર ચોરીના કિસ્સાઓ સામે આવતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખાસ કરીને રાજસ્થાનના જયપુર અને ઉત્તર પ્રદેશના મથુરા વચ્ચે ચોરીની આવી ઘણી ઘટના નોંધાઈ છે. ભારે આશ્ચર્યની વાત એ છે કે સરકારી ઓઈલ કંપનીઓ કરોડોનું નુકસાન થયા બાદ પણ આ પ્રકારની ઘટના એટકાવવા માટે કોઈ કડક પગલાં લીધા નથી.

આવી એક ઘટના હવે રાજસ્થાનના દૌસા જિલ્લામાંથી સામે આવી છે. અહીં IOCની પાઈપલાઈનમાંથી હાઈટેક રીતે ક્રૂડ ઓઈલની ચોરી થઈ રહી હતી. ચોરોની ભૂલને કારણે આગ ફાટી નીકળી હતી અને દસ કલાક સુધી પણ તેને કાબુમાં ન લઈ શકાઈ ત્યારે સમગ્ર ઘટના સામે આવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ કરી તો ખૂબ જ આઘાતજનક બાબતો સામે આવી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે જિલ્લાના મહવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થર્મોકોલ ફેક્ટરીની આડમાં ક્રૂડ ઓઈલની ચોરી થઈ રહી હતી. છેલ્લા 2 વર્ષથી આ કામગીરી કોઈ જ વિવાદ વગર કોઈની નજરમાં ન આવે તે રીતે ચાલરી હતી. વેરહાઉસમાં આગચંપીનો બનાવ બન્યા બાદ IOC દ્વારા મહુવા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ આપવામાં આવ્યો છે.

નવાઈની વાત એ છે કે મહુઆ પોલીસ સ્ટેશનની બલાહેરી ચોકી ક્રૂડની ચોરી કરવા માટે ખોદવામાં આવેલી સુરંગથી માત્ર 200 મીટર દૂર છે, પરંતુ કોઈને તેની જાણ ન હતી. આ IOC પાઈપલાઈન ગુજરાતથી મથુરા જઈ રહી છે. ત્યાં ક્રૂડ ઓઈલને રિફાઈન્ડ કરવામાં આવે છે જ્યાંથી તેને ટેન્કરો દ્વારા પેટ્રોલ પંપ સુધી પહોંચાડવામાં આવે છે.

ક્રૂડની ચોરીનો પર્દાફાશ કેવી રીતે થયો
અહીં થર્મોકોલ ફેક્ટરી અને વેરહાઉસની આડમાં ઓઈલની ચોરી થઈ રહી હતી. ટેન્કરો આવ્યા ત્યારે એવું લાગતું હતું કે કેમિકલ લાવવામાં આવી રહ્યું છે. શનિવારે સવારે વેરહાઉસમાં આગ લાગી હતી. આગ બુઝાવવા માટે ફાયર ફાયટરોને બોલાવવામાં આવ્યા હતા. આગ એટલી ગંભીર હતી કે વેરહાઉસની છત અને દિવાલો પણ પીગળી ગઈ હતી. આ પછી એક ફુવારા પર જોરદાર આગ જોવા મળી. જ્યારે તેને ઓલવવામાં અનેક ફાયર ફાઈટરોને 10 કલાકથી વધુ સમય લાગ્યો હતો. આગ ઉપર કાબૂ મેળવ્યા બાદ ત્યા એક વિશાળ ટનલ જોવા મળી હતી.

ગોડાઉનની અંદરથી હાઇટેક ટનલ બનાવવામાં આવેલી
લગભગ 15 ફૂટની ઉંડાઇએ ટનલ ખોદીને પહેલા જાળીની ફ્રેમ લગાવવામાં આવી હતી. વ્યક્તિ તેની નીચેથી અંદર જઈ શકે છે. લગભગ 200 ફૂટ લાંબી આ ટનલની અંદર IOCની પાઈપલાઈન સાથે સવા ઈંચની લોખંડની પાઈપ જોડાયેલી જોવા મળી હતી.

આ સાથે ટનલની અંદર 2 ઈંચની પ્લાસ્ટિકની પાઈપ પણ નાખવામાં આવી હતી. ટનલની અંદર કામ કરતી વ્યક્તિને IOCની પાઇપલાઇન સાથે જોડતી વખતે ગુંગળામણ ન થાય તે માટે એક્ઝોસ્ટ ફેન અને લાઇટિંગ એલઇડી પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા

જાણકારોનું કહેવું છે કે અહીંથી બે વર્ષમાં કરોડો રૂપિયાનું ક્રૂડ ઓઈલ ચોરાઈ ગયું છે. ગોડાઉનનો માલિક અને અન્ય લોકો અહીંથી ભાગી છૂટ્યા છે. બિલ્ડિંગની પાછળ અને બાજુઓ પર વાંસની લાકડીઓ વડે લોખંડની જાળી લગાવવામાં આવી હતી, જેમાં 3 ડઝનથી વધુ થર્મોકોલની બોરીઓ રાખવામાં આવી હતી. જ્યાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે થર્મોકોલ ગ્રેન્યુલ્સ બનાવવામાં આવે છે, જ્યારે વેરહાઉસ જેવી બિલ્ડિંગની અંદર આવું કોઈ કામ કરવામાં આવતુ ન હતું. ત્યાં લાંબા સમયથી ક્રૂડ ઓઈલની ચોરી કરીને સરકાર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી રહી હતી.

ગંધને લીધે શંકા વધુ ઘેરી બની
શનિવારે સવારે મહુવા વિસ્તારમાં આવેલા એક વેરહાઉસ બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગ થર્મોકોલમાં લાગેલી આગ હોવાનું ત્યાં હાજર તમામ લોકો માની રહ્યા હતા, પરંતુ તેમાંથી ધુમાડો અને તેલયુક્ત પ્રવાહી નીકળતા ગંધ જોતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. બિલ્ડીંગની અંદર તમામ લોકો ભયભીત થઈ ગયા હતા કે આગ થર્મોકોલમાં નહીં પરંતુ ક્રૂડ ઓઈલમાં લાગી હતી. સવારે 3 વાગ્યાની આસપાસ નિકળેલી જ્વાળા બપોરે 2 વાગ્યા સુધી પણ કાબૂમાં આવી ન હતી, જેથી પોલીસ-વહીવટીતંત્રને આ અંગે આશંકા ગઈ હતી. ​​​​​​​

ક્રેઈન બોલાવીને વેરહાઉસ જેવી બિલ્ડીંગની દિવાલો તોડી પાડવામાં આવી ત્યારે એક ખૂણેથી આગ સતત લાગેલી રહી હતી અને બાદમાં 500 ચોરસ યાર્ડમાં લાગેલી આગને કાબુમાં લેવામાં આવી હતી. આ સ્થિતિમાં પોલીસની શંકા વિશ્વાસમાં ફેરવાઈ ગઈ હતી કે નજીકમાંથી પસાર થતી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)ની લાઈનમાં ક્રૂડ ઓઈલની ચોરી થઈ રહી હતી.