તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • From Baba Mahakal To Banke Bihari Temple, God And Devotees Painted In The Colors Of Abil Gulal, See The Festival Of Enthusiasm In The Photo

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આસ્થાના રંગ:બાબા મહાકાલથી બાંકે-બિહારી મંદિર સુધી અબીલ-ગુલાલના રંગે રંગાયા ભગવાન અને ભક્ત, ફોટોમાં જુઓ ઉત્સાહનું પર્વ

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભક્તોએ ભગવાનની સાથે હોળી રમીને ઉત્સવની ઉજવણી કરી

દેશના દરેક ખૂણે-ખૂણે રંગોનો તહેવાર હોળીને ધામધૂમથી મનાવવામાં આવી રહી છે. ઉજ્જૈનના બાબા મહાકાલથી લઈને મથુરા-વૃંદાવનમાં બાંકે-બિહારી લાલ સુધી ભક્તોએ ભગવાનની સાથે હોળી રમીને ઉત્સવની શરૂઆત કરી હતી. દેશના પૂર્વોત્તર રાજ્યોમાં પણ લોકોએ ભગવાનની ઝાંખી નિકાળીને હોળીની ઉજવણી કરી. ભગવાનની સાથે ભક્તો પણ અબીલ-ગુલાલના રંગે રંગાયા છે. જો કે કોરોનાની બીજી લહેર વચ્ચે હોળી રમી રહેલા લોકોની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક નજરે પડી રહ્યું નથી, આથી ચોક્કસપણે હોળીના રંગમાં ભંગ પડી શકે છે. ચાલો ફોટા અને વીડિયોમાં જોઈએ દેશમાં ક્યાં અને કેવી રીતે હોળીની ઉજવણી કરવામાં આવી રહી...

ઉજ્જૈનમાં બાબા મહાકાલની પૂજા-અર્ચના સાથે હોળીના પવિત્ર પર્વની શરૂઆત થઈ હતી.
ઉજ્જૈનમાં બાબા મહાકાલની પૂજા-અર્ચના સાથે હોળીના પવિત્ર પર્વની શરૂઆત થઈ હતી.
ઉજ્જૈનમાં મહાકાલના ભક્તો રંગો સાથે ઝૂમતા નજરે પડ્યા. કેટલાક ભક્તોએ ભગવાન શંકર અને માતા પાર્વતી બનીને હોળીનો તહેવાર મનાવ્યો હતો.
ઉજ્જૈનમાં મહાકાલના ભક્તો રંગો સાથે ઝૂમતા નજરે પડ્યા. કેટલાક ભક્તોએ ભગવાન શંકર અને માતા પાર્વતી બનીને હોળીનો તહેવાર મનાવ્યો હતો.
મથુરા-વૃંદાવનમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો મંદિરોમાં આવવા લાગ્યા હતા. રંગોમાં રંગાયેલા લોકોએ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન સાથે હોળીની શરૂઆત કરી હતી.
મથુરા-વૃંદાવનમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો મંદિરોમાં આવવા લાગ્યા હતા. રંગોમાં રંગાયેલા લોકોએ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન સાથે હોળીની શરૂઆત કરી હતી.
આ ફોટો આસામના ડિબ્રૂગઢનો છે. અહીં, ભગવાન શ્રીકૃષ્ણની ઝાંકી નિકાળીને ભક્તોએ હોળીની ઉજવણી કરી હતી.
આ ફોટો આસામના ડિબ્રૂગઢનો છે. અહીં, ભગવાન શ્રીકૃષ્ણની ઝાંકી નિકાળીને ભક્તોએ હોળીની ઉજવણી કરી હતી.
ડિબ્રૂગઢમાં ભગવાન શ્રીકૃષ્ણની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા હતા. જેમાં મહિલાઓ અને યુવતીઓએ પણ ભાગ લીધો હતો.
ડિબ્રૂગઢમાં ભગવાન શ્રીકૃષ્ણની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા હતા. જેમાં મહિલાઓ અને યુવતીઓએ પણ ભાગ લીધો હતો.
ઘણા ભક્તો માસ્ક પહેરેલા પણ નજરે પડ્યા હતા. કોરોનાથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે.
ઘણા ભક્તો માસ્ક પહેરેલા પણ નજરે પડ્યા હતા. કોરોનાથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે.
આ ફોટો અમૃતસરનો છે. અહીં પણ લોકો ઢોલક-મંજીરા વગાડતાં હોળીની ઉજવણી કરી. લોકો રંગ-ગુલાલમાં રંગાયેલા જોવા મળ્યા હતા.
આ ફોટો અમૃતસરનો છે. અહીં પણ લોકો ઢોલક-મંજીરા વગાડતાં હોળીની ઉજવણી કરી. લોકો રંગ-ગુલાલમાં રંગાયેલા જોવા મળ્યા હતા.

દ્વારકાધીશ મંદિરમાં રવિવારથી શરૂ થયો તહેવાર
રવિવારથી લોકો મથુરાના દ્વારકાધીશ મંદિરમાં મોટી સંખ્યામાં પહોંચવા લાગ્યા હતા. આ દરમિયાન લોકોએ રંગ અને ગુલાલ સાથે હોળીની ઉજવણી કરી હતી. વડીલોથી માંડીને બાળકો સુધી દરેક નાચતા- ગાતા જોવા મળ્યા હતા. રંગમાં રંગાયેલા લોકોએ એક બીજાને રંગ લગાવીને હોળીની શુભેચ્છા પાઠવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો