તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Friendship Day Special Report From Marrakasa Village In Chhattisgarh, Famous For Its Unique Friendship

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્રેન્ડશિપ-ડે સ્પેશિયલ:અહીં પેઢીઓ નિભાવે છે મિત્રતા, પરંતુ મિત્રનું નામ લેવું પાપ, એટલે મહાપ્રસાદ કે ફૂલ-ફૂલવારી કહીને બોલાવે છે

ભિલાઈ6 મહિનો પહેલાલેખક: યશવંત સાહુ
 • કૉપી લિંક
જેલસિંહ અને રાજકુમાર કંવરે એકબીજાને બાળપણમાં ગામમાં જ મહાપ્રસાદ બનાવ્યા હતા. - Divya Bhaskar
જેલસિંહ અને રાજકુમાર કંવરે એકબીજાને બાળપણમાં ગામમાં જ મહાપ્રસાદ બનાવ્યા હતા.
 • અનોખી મિત્રતા માટે પ્રખ્યાત એવા છત્તીસગઢના મરકાકસા ગામથી રિપોર્ટ

છત્તીસગઢના રાજનાંદગાવ જિલ્લાનું મરકાકસા ગામ. આ ગામ મિત્રતાના સંબંધો માટે પ્રખ્યાત છે. આપણે જેવી રીતે નામકરણ, લગ્ન સહિત 16 સંસ્કાર વિધિ-વિધાનથી નિભાવીએ છીએ, એવી જ રીતે આ ગામ મિત્રતાને સંસ્કારની જેમ નિભાવે છે. તેના માટે વિશેષ પર્વ કે પ્રસંગને પસંદ કરાય છે.

ગામના સરપંચ ઈશ્વરી ઠાકુરે કહ્યું કે 190 ઘરના આ ગામમાં દરેક ઘરમાં ‘મિતાન’ એટલે ‘મિત્ર’ છે. અહીં મિત્રતા પેઢી દર પેઢી નિભાવાય છે. આજુબાજુનાં ગામડાંઓમાં પણ આ જ પરંપરા છે. અનેક લોકોના મિત્ર મહારાષ્ટ્રના ગામમાં પણ છે. ખાસ વાત એ છે કે તમે એક વખત કોઈને મિતાન બનાવી લો એટલે તેનું નામ લઈ શકો નહીં. નામ લો તો પંચાયતમાં નારિયેળ અને પૈસાનો દંડ આપવાનો હોય છે. જરૂર પડતાં લોકો મિતાનનું નામ લખીને જ બતાવે છે. બોલચાલમાં મિત્રને મહાપ્રસાદ, ગંગાજલ, તુલસીજલ કે ફૂલ-ફૂલવારી કહીને બોલાવાયા છે.

90 વર્ષના ભૂષણે જણાવ્યું કે, મહારાષ્ટ્રના ચિલ્હાટી ગામમાં મારા મહાપ્રસાદ (અગનુ) છે. હું 7 વર્ષનો હતો ત્યારે કબડ્ડી રમવા ગામે-ગામ જતો હતો. ત્યાં તેમને મળ્યો હતો. દરેક સુખ-દુ:ખમાં અમે સાથે ઊભા રહ્યા છીએ. તેમણે કહ્યું કે, મહિલા અને પુરુષ બંને મિતાન બનાવી શકે, પરંતુ પુરુષનો મિત્ર પુરુષ અને મહિલાની મહિલા જ હોય છે. આ સંબંધ પરિવારો વચ્ચે જોડાઈ જાય છે. રાજકુમારે કહ્યું કે, તે અને કોડીકસા ગામનો શત્રુઘ્ન રોજી-રોટી માટે આંધ્રપ્રદેશ ગયા હતા. શત્રુઘ્ન પડછાયાની જેમ તેની સાથે રહ્યો છે. રાધેલાલે કહ્યું કે, તેને બળદગાડાં હરિફાઈનો શોખ હતો. આ દરમિયાન મહારાષ્ટ્રના એક હરીફ સાથે દોસ્તી થઈ અને આજે 40 વર્ષથી મિતાન છીએ.

ગણેશજી અને ગૌરી સામે દોસ્તીની વિધિ, એરેન્જ ફ્રેન્ડશિપનું પણ ચલણ

 • દોસ્તીનો સંબંધ પેઢી-દર-પેઢી ચલાવવા માટે વડીલો પોતાનાં બાળકોનાં મિતાન નક્કી કરી દે છે. જેને એરેન્જ ફ્રેન્ડશિપ કહી શકાય. ગામની રાંજીએ કહ્યું કે, 13 વર્ષની વયે ઘરવાળાના કહેવાથી તેણે મહારાષ્ટ્રના મોહગાંવમાં મહાપ્રસાદ બનાવી હતી.
 • સંબંધીઓ એક-બીજાના ફૂલ-ફૂલવારી બની શકે નહીં. મોટા ભાગના લોકો જાતિ, ધર્મ-ગામથી બહાર જ ફૂલ-ફૂલવારી બનાવે છે.
 • કેટલાક લોકો ગામના બેગા (ધાર્મિક ક્રિયા કરાવનાર) કે નાઈને વિધિ કરવા બોલાવે છે. દેવી ગૌરી અને તેમના પુત્ર ગણેશ સામે પાંચ મિનિટની વિધિ હોય છે.
 • વિધિમાં મિત્રો સામ-સામે લાકડાના પાટલા પર બેસે છે. સિંદૂર, નારિયેળ, પૈસા-અનાજનું લેણ-દેણ થાય છે. એક-બીજાના માથા પર સિંદૂર લગાવે છે, પાન ખવડાવે છે. મિત્રના પિતાને ફૂલ બાબુ, માતાને ફૂલ દાઈ બોલાવાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે થ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
 • Divya Bhaskar App
 • BrowserBrowser