તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • French Nobel Laureate Luc Montagnier Claims, People Who Have Been Vaccinated Are Sure To Die In The Next Two Years? Know Its Truth

ફેક ન્યૂઝ એક્સપોઝ:ફ્રાંસીસ નોબેલ પુરસ્કાર વિજેતા લુક મોન્ટાગ્નિયરનો દાવો- વેક્સિન લગાવી ચૂકેલા લોકોનું આવતા બે વર્ષોમાં મરવાનું નક્કી? જાણો શું છે સત્ય

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શું થઈ રહ્યું છે વાયરલ: સોશિયલ મીડિયામાં નોબેલ પુરસ્કાર વિજેતા ફ્રાંસીસ પ્રોફેસર લુક મોન્ટાગ્નિયરના નામથી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. પોસ્ટમાં લખ્યું છે, લુક મોન્ટાગ્નિયરે દાવો કર્યો છે કે, દરેક કોરોના વેક્સિન લઈ ચૂકેલા લોકોનું આવતા બે વર્ષમાં મરવાનું નક્કી છે. તે લોકો માટે કોઈ આશાની કિરણ કે ઉપચાર નથી. આવા લોકોની લાશોને સળગાવવા માટે આપણે તૈયાર રહેવું જોઈએ.

તેમાં સત્ય શું છે?

  • વાયરલ પોસ્ટની સત્યતા જાણવા માટે અમે આ વિશે જોડાયેલા કી-વર્ડ્સ ગુગલ પર સર્ચ કર્યા. સર્ચ રિઝલ્ટમાં અમને રાયર ફાઉન્ડેશન USAની વેબસાઈટ પર લુક મોન્ટાગ્નિયરનો એક ઈન્ટરવ્યૂ મળ્યો હતો.
  • ઈન્ટરવ્યૂમાં મોન્ટાગ્નિયરે કોરોના વાયરસના વેક્સિન પ્રોગ્રામને અસ્વીકાર્ય ભૂલ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, મોટા પાયે વેક્સિનેશન એક વૈજ્ઞાનિક ખામીની સાથે સાથે એક ચિકિત્સક ખામી પણ છે. આ એક અસ્વીકાર્ય ભૂલ છે. કોરોના વેક્સિનથી જ નવા વેરિયન્ટ બની રહ્યા છે.
  • આ ઈન્ટરવ્યૂમાં મોન્ટાગ્નિયરે એવું ક્યાંય નથી કહ્યું કે, કોરોના વેક્સિન લીધેલા લોકોનું બે વર્ષમાં મોત નક્કી છે. તેમનું કહેવું છે કે, કોરોના વેક્સિનથી જ નવા વેરિયન્ટ બની રહ્યા છે.
  • તપાસના બીજા તબક્કામાં અમે લુક મોન્ટાગ્નિયરની વેક્સિનથી વેરિયન્ટ બનવાના દાવાનું ફેક્ટ ચેક કર્યું છે. કોરોના વાયરસના નવા વેરિયન્ટ કેવી રીતે બને છે? તેની અસર કેવી રીતે થાય છે? આ વિશેની દરેક માહિતી અમને WHOની વેબસાઈટ પરથી મળી.
  • WHOની વેબસાઈટ પર આવેલા કોરોના વાઈરસના વેરિયન્ટ સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતીમાં ક્યાંય એવું નથી લખ્યું કે કોરોના વેક્સિનથી નવા વેરિયન્ટ બને છે.
  • તપાસ દરમિયાન અમને ભારત સરકારની પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ મળી. જેમાં તેમણે વાયરલ પોસ્ટને ફેક ગણાવી છે.
  • પોસ્ટમાં લખ્યું છે કે, સોશિયલ મીડિયા પર કોરોના વેક્સિન પર એક ફ્રાંસીસ નોબેલ પુરસ્કાર વિજેતાનો એક ફોટો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. ફોટા સાથે કરવામાં આવેલો દાવો ફેક છે. કોરોના વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષીત છે. આ ઈમેજને ફોરવર્ડ ના કરો.
  • સ્પષ્ટ છે કે, સોશિયલ મીડિયા પર વાયરલ થતી પોસ્ટ ફેક છે. પોસ્ટમાં લુક મોન્ટાગ્નિયરના નામથી કરવામાં આવતો દાવો ખોટો છે. તે સાથે જ લુક મોન્ટાગ્નિયરનો વેક્સિનથી નવા વેરિયન્ટ બનતા હોવાનો દાવો પણ ખોટો છે.
અન્ય સમાચારો પણ છે...