• Gujarati News
  • National
  • Free Rations Will Not Be Available To The Poor After November 30, PM Garib Kalyan Yojana Will Not Be Extended

નિઃશુલ્ક રાશનનો છેલ્લો મહિનો:30 નવેમ્બર પછી ગરીબોને નિઃશુલ્ક રાશન નહીં મળે, PM ગરીબ કલ્યાણ યોજનાનો સમય નહીં વધે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKY) અંતર્ગત ગરીબોને નવેમ્બર પછી નિઃશુલ્ક રાશન મળવું મુશ્કેલ બની જશે. ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ શુક્રવારે કહ્યું કે આ સ્કીમ અંતર્ગત નવેમ્બર પછી ગરીબોને રાશન આપવાનો હાલ કોઈ જ પ્રસ્તાવ નથી.

ગરીબ પરિવારોને મળે છે રાશન
ગત વર્ષે કોરોનાના સમયથી કેન્દ્ર સરકાર દ્વારા આ સ્કીમ અંતર્ગત ગરીબ પરિવારોને નિઃશુલ્ક રાશન આપવામા આવે છે. આ વર્ષે જૂનમાં વડાપ્રધાન મોદીએ આ સ્કીમને નવેમ્બર સુધી વધારવાની જાહેરાત કરી હતી. ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ શુક્રવારે કહ્યું કે અર્થવ્યવસ્થા હવે સુધારા તરફ આગળ વધી રહી છે. એવામાં PM ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વિસ્તારવાનો કોઈ જ પ્લાન નથી.

માર્ચ 2020માં શરૂ થઈ હતી સ્કીમ
PM ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 2020 માર્ચમાં શરૂ કરાઈ હતી. શરૂઆતમાં આ યોજના એપ્રિલથી જૂન 2020 સુધી માટે હતી. જે બાદ તેને વધારવામાં આવી અને નવેમ્બર 2021 સુધી તેને લાગુ કરવામાં આવી. પાંડેએ કહ્યું કે અર્થવ્યવસ્થા પાટા પર પરત ફરી રહી છે અને આપણી ઓપન માર્કેટ સેલ સ્કીમ (OMSS) પણ આ વર્ષે સારી રહી છે. તેથી આ ગરીબ કલ્યાણ યોજનાને વધારવાનો કોઈ જ હેતુ નથી. ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 80 કરોડ લોકોને 5 કિલો ઘઉં કે ચોખાની સાથે એક કિલો ચણા દર મહિને આપવામાં આવે છે. આ અનાજ રાશનની દુકાનની મદદથી લોકોને મળે છે.

કૃષિ સેસ ઘટાડવામાં આવ્યો
ક્રુડ પામ ઓઈલ પર કૃષિ સેસ 20%થી ઘટાડીને 7.5% કરાયો છે. જ્યારે ક્રૂડ સોયાબીન અને સનફ્લાવર ઓઈલ પર તેને 5% કરી દેવાઈ છે. RBD પામોલીન ઓઈલ, રિફાઈન્ડ સોયાબીન અને રિફાઈન્ડ સનફ્લાવર તેલ પર બેઝિક ડ્યી 17.5% કરી દેવાઈ છે. જે હજુ સુધી 32.5% હતી.

અન્ય સમાચારો પણ છે...