તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Franklin Approves 3 Lakh Investors To Finance The Template, Takes Action After SEBI Warning

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મ્યુચ્યુઅલ ફંડ:ફ્રેન્કલિન ટેમ્પલ્ટને નાણાં પાછા આપવા માટે 3 લાખ રોકાણકારોનો સંપર્ક શરૂ કર્યો, SEBIની ચેતવણી બાદ પગલા ભર્યાં

મુંબઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રોકાણકારોના પૈસા કંપનીની બંધ કરાયેલી 6 ડેટ સ્કીમમાં ફસાયા
 • ફંડ કંપનીએ સ્કીમ બંધ થવા પાછળ સેબીના નિયમનું કારણ આપ્યું હતુ

ફ્રેન્કલિન ટેમ્પલ્ટન ઈન્ડિયાએ તેના 3 લાખ રોકાણકારોને નાણાં પરત કરવા માટે સંપર્ક કરવાનું શરૂ કર્યું છે. આ રોકાણકારોના રોકાણો બંધ થયેલી 6 જેટલી ડેટ સ્કીમોમાં ફસાઈ ગયા છે. ગયા સપ્તાહે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(SEBI)એ ચેતવણી આપ્યા બાદ ફંડ તરફથી આ માહિતી આપવામાં આવી છે. SEBIએ કંપનીને રોકાણકારોના નાણાં પરત કરવા પર ધ્યાન આપવા કહ્યું હતું.

સેબીએ તાત્કાલિક નાણાં પરત કરવા કહ્યું હતુ

હકીકતમાં ફ્રેન્કલીન ટેમ્પલ્ટના ગ્લોબલ પ્રેસિડેન્ટ જેનિફર જોહનસને કહ્યું હતું કે ડેટ સ્કીમ્સ બંધ થવા પાછળ સેબી (SEBI)નો એક નિયમ હતો. ત્યારબાદ 7 મેના રોજ સેબીએ કહ્યું કે કંપની રોકાણકારોને નાણાં તાત્કાલિક પર કરે. ત્યારબાદ ફ્રેન્કલિન ટેમ્પલ્ટને શુક્રવારે સાર્વજનિક રીતે સેબી સમક્ષ ખેદ વ્યક્ત કર્યો હતો અને સપ્તાહના અંત ભાગ સુધીમાં રોકાણકારો સમક્ષ પહોંચી હતી.

રોકાણકારો પાસે પેન (PAN), ફોલિયો, ઈમેલની માહિતી મેળવવામાં આવી રહી છે

કેટલાક રોકાણકારોએ કહ્યું કે ફંડ હાઉસે રોકાણકારોને પત્ર લખી પેન (PAN), ફોલિયો નંબર, ઈ-મેલ આઈડી વગેરેની માહિતી માંગી છે. આ ઉપરાંત આ સપ્તાહના અંતમાં ઈ-વોટિંગ પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે, જેથી વાઈન્ડિંગની પ્રક્રિયા શરૂ કરી શકાય. ઈ-મેલ આઈડી એ કેસમાં માંગવામાં આવી રહ્યા છે કે જ્યાં ફક્ત ફોનની વિગતો ઉપલબ્ધ છે.

પૈસા પરત કરવા માટે પ્રક્રિયા શરૂ

મ્યુચ્યુઅલ ફંડ નોર્મ્સના નિયમ 41 હેઠળ યોજનાઓ વાઈડિંગ પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. અત્યાર સુધી એસેટ મેનેજમેન્ટ (AAC)એ શટડાઉન પ્રક્રિયાનો એક તબક્કો પૂરો કર્યો છે, જેમાં ટ્રસ્ટીઓની મંજૂરી છે. ઈ-વોટિંગ પ્રક્રિયા માટે રોકાણકારોને મતદાન કરવા માટે ટ્રસ્ટ્રીઓને અધિકૃત કરવાની આવશ્યકતા રહેશે. ત્યારબાદ એએમસી રોકાણકારોને નાણાં પરત કરવાની શરૂઆત કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો