તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારત-ફ્રાન્સ વચ્ચે થયેલા રાફેલ ફાઈટર વિમાન સોદો ફરી એકવાર વિવાદમાં સપડાયો છે. ફ્રેન્ચ મીડિયા ગ્રૂપ મીડિયાપાર્ટે દાવો કર્યો છે કે, રાફેલ બનાવતી ફ્રેન્ચ કંપની દસોલ્ટે ભારતમાં એક વચેટિયાને 10 લાખ યુરો (આશરે રૂ. 8.65 કરોડ) ભેટ તરીકે આપ્યા હતા. 2016માં ભારત-ફ્રાન્સ વચ્ચે રાફેલ ફાઈટર જેટનો સોદો થયો હતો. દસોલ્ટ ગ્રૂપના બેંક ખાતામાંથી 2017માં ‘ગિફ્ટ ટુ ક્લાયન્ટ’ તરીકે આ રકમ ટ્રાન્સફર થઈ હતી. ફ્રાન્સની ભ્રષ્ટાચાર વિરોધી એજન્સી દ્વારા દસોલ્ટના બેંક ખાતાના ઓડિટમાં આ વાતનો ઘટસ્ફોટ થયો છે. આ ખુલાસા પછી કોંગ્રેસે તપાસની માંગ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે જવાબ માંગ્યો છે.
ફ્રાન્સની કોર્પોરેટ દુશ્મનીનું પરિણામઃ કાયદામંત્રી
બીજી તરફ, કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ભ્રષ્ટાચારના આરોપોને આધારવિહોણા ગણાવીને કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં સોદાની તપાસની માંગ ફગાવાઈ ચૂકી છે. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયાને પણ તેમાં કોઈ ગરબડ નથી મળી. આ આરોપો ફ્રાન્સમાં કોર્પોરેટ દુશ્મનીનું પરિણામ હોઈ શકે છે. ભારતે 2016માં ફ્રાન્સ પાસેથી 36 રાફેલ ખરીદ્યા હતા. તેમાં ભારતને એક ડઝન વિમાન મળી ચૂક્યા છે, જ્યારે 2022 સુધી અન્ય વિમાનો પણ મળી જશે.
ડેફસિસ સોલ્યુશન્સ કંપની પણ વિવાદિત
જે ભારતીય કંપની ડેફસિસ સોલ્યુશન્સની દસોલ્ટ વાત કરે છે, તે અગાઉ પણ વિવાદોમાં સપડાઈ ચૂકી છે. આ કંપનીના માલિક સુશેન ગુપ્તા ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં જેલની હવા ખાઈ ચૂક્યા છે.
દસોલ્ટની સ્પષ્ટતા- રાફેલના 50 મોડલ બનાવવામાં અા રકમ લગાવવામાં અાવી
ભ્રષ્ટાચારના આરોપો મુદ્દે દસોલ્ટે સ્પષ્ટતા કરી છે કે, રાફેલની 50 મોટી રેપ્લિકા બનાવવામાં આ રકમનો ઉપયોગ થયો હતો. કંપનીએ પોતાની ભારતીય સબ કોન્ટ્રાક્ટર કંપની ડેફસિસ સોલ્યુશન્સના ઈનવોઈસ દર્શાવીને દાવો કર્યો છે કે, જે 50 રેપ્લિકા તૈયાર થઈ છે, તેની અડધી રકમ તેમણે આપી હતી. આ દરેક મોડલની કિંમત 20 હજાર યુરોથી વધુ હતી. ભ્રષ્ટાચાર થયાનો દાવો કરતા રિપોર્ટમાં કહેવાયું છે કે, આ મોડલ બન્યાના કોઈ પુરાવા નથી બતાવાયા. તેથી લાગે છે કે, કોઈ લેવડદેવડ છુપાવવા નકલી આંકડા બતાવાયા છે.
સુષેણ ગુપ્તા સંરક્ષણ સોદામાં વચેટીયા અને દસોના એજન્ટ પણ હતા
AFAની પૂછપરછમાં દસો એવિએશને જણાવ્યું હતું કે તેણે રાફેલ વિમાનના 50 મોડલ એક ભારતીય કંપની જોડે બનાવડાવ્યા હતા. આ મોડલ માટે 20 હજાર યૂરો (17 લાક રુપિયા) પ્રતિ નંગના હિસાબથી ચૂકવ્યા હતા. જોકે, આ મોડલ ક્યાં અને કેવી રીતે ઉપયોગમાં લેવાયા તેના એકપણ પુરાવા આપ્યા નહતા. મીડિયા-પાર્ટની રિપોર્ટના આધારે જણાવાયુ હતું કે મોડલ બનાવવા માટે કથિત રીતે ભારતની કંપની Defsys Solutionsને કાર્ય સોંપવામાં આવ્યું હતું. આ કંપની દસોની ભારતમાં સબ-કોન્ટ્રાક્ટર કંપની છે. આ કંપનીની માલિકી ધરાવતા પરિવાર સાથે જોડાયેલા સુષેણ ગુપ્તા સંરક્ષણ સોદામાં વચેટીયા અને દસોના એજન્ટ પણ હતા.
સુષેણ ગુપ્તાની 2019માં અગસ્તા- વેસ્ટલેન્ડ હેલીકોપ્ટરની ખરીદીમાં થયેલા કૌભાંડની તપાસ દરમિયાન એન્ફોર્સમેન્ટ નિયામકશ્રીએ ધરપકડ પણ કરી હતી. મીડિયા-પાર્ટના અનુસાર સુષેણ ગુપ્તાએ જ દસો એવિએશનને માર્ચ 2017માં રાફેલ મોડલ બનાવવાનું બિલ આપ્યું હતું.
ચૂંટણી દરમિયાન ફરીથી રાફેલનો મુદ્દો પ્રકાશમાં આવી શકશે
ફ્રાન્સની વેબસાઈટના દાવાઓ પછી ફરી એકવાર રાફેલ રક્ષા ડીલની ચર્ચાઓ જોર પકડી શકે છે. ગત લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાફેલ ડીલમાં થયેલા ભ્રષ્ટાચારના મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો હતો. પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું મતદાન 5મી એપ્રિલે યોજાવા જઈ રહ્યું છે. તેવામાં કોંગ્રેસને કેન્દ્ર સરકાર ઊપર નિશાન સાધવા માટે કમાનમાં વધુ એક તીર મળી ગયું છે.
રાફેલ ડીલને હાઈકોર્ટથી ગ્રીન સિગ્નલ મળી ગયું છે
કોંગ્રેસે રાફેલ ડીલમાં અનિયમિતતાનો આરોપ લગાવ્યો હતો. પાર્ટીએ ઓક્ષેપ લગાવ્યો હતો કે UPA સરકારે જે વિમાનને 526 કરોડમાં ખરીદ્યું હતું, તેના માટે NDA સરકારે 1670 કરોડ રુપિયા પ્રતિ વિમાનનો દર ચૂકવ્યો છે. કોંગ્રેસે બીજો સવાલ એ ઉઠાવ્યો હતો કે આ ડીલમાં સરકારી એરોસ્પેસ કંપની હિંદુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડને કેમ સામેલ કરવામાં નહોતી આવી? આ નિર્ણય વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી યાચિકાને સુપ્રીમ કોર્ટે 14 નવેમ્બર 2019સે બરતરફ કરી દીધી હતી. SCએ કહ્યું હતું કે આ મુદ્દે કોઈપણ પ્રકારની તપાસ કરવાની જરૂર નથી.
કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે અમને નથી લાગતું કે રાફેલ લડાકૂ વિમાનની ડીલના કેસમાં કોઈપણ પ્રકારની FIR અથવા તપાસ કરવાની જરૂર છે. અદાલતે 14 ડિસેમ્બર 2018ના રોજ રાફેલ ડીલની પ્રોસેસ અને સરકારની ભાગીદારી ચૂંટણીના કોઈપણ પ્રકારની તરફેણ અને આરોપોને પાયાવિહોણા બતાવ્યા હતા.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.