• Gujarati News
  • National
  • Four Youths Demanded Rs 10 From A 17 year old Boy, If Not Given, Stabbed Him To Death

દિલ્હીમાં સિગારેટ માટે હત્યા:ચાર યુવકોએ 17 વર્ષના કિશોર પાસે 10 રૂપિયા માંગ્યા, ન આપ્યા તો છરીનાં ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો

નવી દિલ્હી23 દિવસ પહેલા
  • પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી તમામ આરોપીઓની ધરપકડ કરી છે.

દિલ્હીમાં સિગારેટના 10 રૂપિયા ન આપવા બદલ ઘોળા દિવસે છરી મારીને એક કિશોરની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના સોમવારે રાજધાની દિલ્હીના આનંદ પર્વત વિસ્તારમાં બની હતી અને મંગળવારે મૃતકની લાશ મળી આવી ત્યારે ખુલાસો થયો હતો. આ કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

દિલ્હી પોલીસના DCP (સેન્ટ્રલ) શ્વેતા ચૌહાણે જણાવ્યું કે મંગળવારે રામજસ સ્કૂલ પાસે એક મૃતદેહ મળી આવ્યો હતો. જેના પેટ પર છરીના ઘા માર્યાના નિશાન હતા. મૃતદેહની ઓળખ આનંદ પર્વતના રહેવાસી વિજય તરીકે થઈ હતી. સીસીટીવી ફૂટેજની મદદથી તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસની પુછપરછમાં ચારેય આરોપીઓએ સગીરની હત્યાનો ગુનો સ્વીકારી લીધો છે.
પોલીસની પુછપરછમાં ચારેય આરોપીઓએ સગીરની હત્યાનો ગુનો સ્વીકારી લીધો છે.

સિગારેટના પૈસા ન આપવા બાબતે ઝઘડો થયો હતો
DCPએ કહ્યું કે પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે સગીરે આરોપીને સિગારેટ માટે પૈસા આપ્યા ન હતા. આ મુદ્દે ઝઘડો થયો હતો, જે બાદ આ ઘટના બની હતી. આરોપીઓની ઓળખ પ્રવીણ (20), જતીન (24), અજય (23) અને સોનુ (20) તરીકે થઈ છે. તમામની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને જેલમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

DCP શ્વેતા ચૌહાણે જણાવ્યું હતુ કે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપી દીધો છે.
DCP શ્વેતા ચૌહાણે જણાવ્યું હતુ કે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપી દીધો છે.

આરોપીમાં કોઈ મજુરી કામ કરે છે તો કોઈ ડ્રાઈવર છે
દિલ્હી પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી પ્રવીણ મજૂર તરીકે કામ કરે છે, જ્યારે જતીન ડ્રાઈવર અને અજય સેલ્સમેન તરીકે કામ કરે છે. આ સિવાય ચોથો આરોપી સોનુ ટેલર માસ્ટર છે.

આવી ઘટના MPના ધારમાં પણ બની હતી
આવી જ ઘટના એપ્રિલમાં મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં બની હતી. ચાર યુવકોને મફતમાં સિગારેટ ન આપતા દુકાનદારની હત્યા કરા હતી. ત્યાં પણ પોલીસે 50 સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્ર કર્યા બાદ આરોપીઓને પકડી પાડ્યા હતા. તમામ આરોપીઓ જેલમાં છે.

ધારમાં 50 સીસીટીવી કેમેરા અને ગામના 200 લોકોની મદદથી પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.
ધારમાં 50 સીસીટીવી કેમેરા અને ગામના 200 લોકોની મદદથી પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.

દિલ્હીમાં સતત વધી રહ્યો છે ક્રાઈમ રેટ
15 ઓગસ્ટ 2021ના રોજ બહાર પાડવામાં આવેલા દિલ્હી પોલીસના અહેવાલ મુજબ રાજધાનીમાં છેલ્લા એક દાયકામાં IPC અને હેઠળ નોંધાયેલા ગુનાઓની સંખ્યામાં 200% વધારો થયો છે. 2011 થી 15 ઓગસ્ટ 2021દરમિયાન, દિલ્હીના ક્રાઈમ ગ્રાફમાં 228.61%નો વધારો નોંધાયો છે. વર્ષ 2011માં અહીં IPC હેઠળ કુલ 53 હજાર 353 કેસ નાંધવામાં આવ્યા છે. આ આંકડો વર્ષ 2021માં વધીને એક લાખ 75 હજાર 327 પર પહોંચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...