• Gujarati News
  • National
  • Four Times Cheaper And Better For The Environment, Even Ahead Of International Tests

રેતી નહીં સેન્ડ ક્રશ:ચાર ગણી સસ્તી અને પર્યાવરણ માટે સારી, આંતરરાષ્ટ્રીય ટેસ્ટમાં પણ આગળ

જાલના (મહારાષ્ટ્ર)14 દિવસ પહેલાલેખક: કૃષ્ણા તિડકે
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

નદીઓમાંથી સતત થતાં રેતખનનના કારણે પર્યાવરણને નુકસાન અને રેતીની અછત જેવા કારણસર મહારાષ્ટ્રના જાલનામાં સ્ટીલ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોએ સેન્ડ ક્રશના રૂપમાં તેનો વિકલ્પ શોધી કાઢ્યો છે. જાલનાના કેટલાક વેપારી રોજ 250 ટન સેન્ડ ક્રશ બનાવી રહ્યા છે. ગુણવત્તાના મામલામાં પણ તે નદીમાંથી મળતી રેતીથી અનેકગણી વધુ સારી છે. આંતરરાષ્ટ્રીય સ્તરના ટેસ્ટિંગમાં પણ તે સારી હોવાનું માલુમ પડ્યું છે.

જાલાના એમઆઈડીસીની 25 કંપની રોજ આશરે આઠથી દસ હજાર સળિયાનું ઉત્પાદન થાય છે. ભંગાર પીગાળ્યા પછી લોખંડ પર એક પરતના રૂપમાં માટી મિશ્રિત આવરણ ચઢે છે. તેનો કોઈ ઉપયોગ નહીં હોવાથી ફેક્ટરીઓ તે ફેંકી દેતી હતી. તેના કારણે એમઆઈડીસીના ડમ્પિંગ યાર્ડમાં તેના ઢગલા થઈ ગયા હતા. તેમાંથી છુટકારો મેળવવા નીતીન કાબરા નામના ઉદ્યોગપતિએ 2007માં આ વેસ્ટમાંથી રેતી બનાવવાનું કામ શરૂ કર્યું હતું. આજે અહીંની તમામ 25 કંપની આ કામ કરે છે.

કાબરાએ સૌથી પહેલા પોતાની જ કંપનીમાં સેન્ડ ક્રશનો ઉપયોગ કર્યો અને પછી બીજા ઉદ્યોગપતિઓ પણ પ્રેરાયા. હવે આખા શહેરમાં એક વર્ષ સુધી બાંધકામ માટે જરૂરી સેન્ડ ક્રશ તૈયાર થઈ જાય છે. કાબરા કહે છે કે, આ પ્રયોગથી નિર્માણ ખર્ચ પણ ઘટ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે, નદીની રેતીમાં કાળી માટી પણ હોયછે. તેનાથી કરાયેલા બાંધકામમાં તિરાડો પડી શકે છે, જ્યારે સેન્ડ ક્રશમાં માટી નહીં હોવાના કારણે તે વધુ મજબૂત હોય છે.

સામાન્ય રેતી પ્રતિ ટન રૂ. 1000થી 1600માં મળે છે, જ્યારે સેન્ડ ક્રશ પ્રતિ ટન રૂ. 400માં મળી જાય છે.આઈઆઈટી કાનપુર અને જાલાનાના તંત્રનિકેતન કોલેજના ટેસ્ટિંગમાં પણ સેન્ડ ક્રશ ખરી ઉતરી છે. નદીઓના પર્યાવણના નિષ્ણાત ડૉ. સંજય પાટીલ કહે છે કે, નદીઓમાંથી રેતી નીકાળતી રોકવી ખૂબ મુશ્કેલ છે.

સેન્ડ ક્રશથી કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થમાં વધારોઃ આંતરરાષ્ટ્રીય સંશોધન
આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલા સંશોધનોમાં પણ સામાન્ય રેતીની તુલનામાં સેન્ડ ક્રશ વધુ સારી સાબિત થઈ છે. એડવાન્સ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી જર્નલના મતે પણ સેન્ડ ક્રશના ક્યુબ્સમાં વધુ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે. અન્ય એક સંશોધનમાં પણ સેન્ડ ક્રશને તમામ પ્રકારના બાંધકામમાં ઉત્તમ મનાઈ છે.

અન્ય સમાચારો પણ છે...