તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્કાઉન્ટર:શ્રીનગર-શોપિયામાં ચાર આતંકી ઠાર, 3ની ધરપકડ

શ્રીનગરએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આતંકીઓના ખાત્મા પછી સેનાએ જશ્ન મનાવ્યો. - Divya Bhaskar
આતંકીઓના ખાત્મા પછી સેનાએ જશ્ન મનાવ્યો.
 • 4 મહિનામાં ચારેય સંગઠનોના સરગના ઠાર

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને શોપિયામાં રવિવારે અથડામણોમાં સુરક્ષાદળોએ ચાર આતંકીઓને ઠાર માર્યા અને સોપોરમાં લશ્કર-એ-તોયબા સાથે સંકળાયેલા ત્રણ લોકોની ધરપકડ કરી હતી. શ્રીનગરના જૂનીમારના પોજવાલપોરા વિસ્તારમાં 3 અને શોપિયામાં એક આતંકીને ઠાર મરાયો હતો. તેમની પાસેથી એકે-47 રાઈફલ, બે પિસ્તોલ સહિત અન્ય હથિયારો મળી આવ્યા હતા. પોજવાલપોરામાં એક ઘરમાં આતંકીઓના છુપાયા હોવાની સૂચના પર સુરક્ષાદળોએ વિસ્તારની ઘેરાબંદી કરી હતી. 

હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓની ઓળખ થતા તેમના માતા-પિતાને બોલાવી તેમને સરેન્ડર કરાવવા પ્રયાસ કરાયો હતો પણ આતંકીઓએ ઈનકાર કરી દીધો. અઢી કલાક પછી જ્યારે સુરક્ષાદળો આગળ વધ્યા તો આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો. જવાબી કાર્યવાહીમાં આતંકીઓને ઠાર મરાયા. તેમાંથી એક આતંકી ગત મહિને શ્રીનગરના પાંડચ વિસ્તારમાં બીએસએફના બે જવાનોની હત્યામાં સામેલ હતો. અફવાઓને રોકવા માટે શ્રીનગર અને પુલવામા જિલ્લાના અમુક ભાગોમાં મોબાઇલ ઇન્ટરનેટ બંધ કરાયો છે.

આ વર્ષમાં 106 આતંકી ઠાર મરાયા
કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યું કે ગત ચાર મહિનામાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશનમાં ચાર મુખ્ય આતંકી સંગઠનો લશ્કર-એ-તોયબા, જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન અને અન્સાર ગઝવત-ઉલ-હિંદના વડાઓને ઠાર મરાયા છે. ચાલુ વર્ષે અત્યાર સુધી કુલ 106 આતંકીને ઠાર મરાયા છે. 100થી 200 આતંકી હજુ પણ સક્રિય છે. ગત વર્ષે કાશ્મીર ખીણમાં 252 આતંકી સક્રિય હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો