તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Four Ruthless Men Attacked A Neighbor's Dog As The Goat Went Missing; Abol The Animal Met Death

કૂતરાના 3 પગ કુહાડીથી કાપ્યા:બકરીનું બચ્ચું ગાયબ થતાં ચાર નિર્દય લોકોએ પાડોશીના કૂતરા પર હુમલો કર્યો; અબોલ પ્રાણીનું મૃત્યુ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈજાગ્રસ્ત અબોલ જીવ 2 કલાક સુધી આમ-તેમ વલખાં મારતું રહ્યું હતું

રાજસ્થાનના અલવર જિલ્લામાં શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક નિર્દય વ્યક્તિએ અબોલ જીવને ક્રૂરતાપૂર્વકે મોતને ઘાટ ઉતાર્યો હતો. આરોપીએ કૂતરાને દોરી વડે બાંધીને એક પછી એક એના ત્રણ પગ કાપી નાખ્યા હતા. કૂતરું વલખાં મારી રહ્યું હતું, તેમ છતાં આરોપીને એના પર દયા આવી નહોતી. અંતે, અબોલ જીવનું મોત નીપજ્યું હતું. પોલીસે આ ઘટનાના સંબંધમાં એક જ પરિવારના 4 સભ્યો સામે પશુ ક્રૂરતા અધિનિયમ અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

SSI રામભજન મીણાએ જણાવ્યું હતું કે રાની વિસ્તારના અશોકે એક કૂતરું પાળ્યું હતું. બુધવારે સવારે 7:30 વાગ્યે બાબુ, સંતોષ, સોનુ અને જિતુએ કૂતરાનું ખેતરમાંથી અપહરણ કરી લીધું હતું. આરોપીઓએ ધારદાર હથિયાર વડે અબોલ જીવના 3 પગ કાપી નાખ્યા હતા.

નિર્દય લોકોએ માનવતાની તમામ હદો વટાવી
ત્યાર પછી લગભગ 2 કલાક સુધી કૂતરું વલખાં મારી રહ્યું હતું. આ ઘટનાની જાણ કૂતરાના માલિકને થતાં એ પણ ત્યાં પહોંચ્યા હતા. આરોપીઓ તેમને મારવા માટે પણ પાછળ દોડ્યા હતા. આ દરમિયાન ઈજાગ્રસ્ત કૂતરાનું વધારે માત્રામાં લોહી વહી જતાં મોત નીપજ્યું હતું. પીડિતે જણાવ્યું હતું કે આરોપીને શંકા હતી કે તેમની બકરીને આ કૂતરું ઉઠાવી ગયું છે, પરંતુ સત્ય તો એ હતું કે તેમની બકરીને ગલીના કૂતરાઓ ઉઠાવી ગયા હતા.

ઘણો રક્તસ્ત્રાવ થયો હોવાથી ઘટનાસ્થળે મોત
પોલીસે કેસ દાખલ કરીને મૃતદેહનું રાની પશુ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. અહીંના પશુ ચિકિત્સકે જણાવ્યું હતું કે કૂતરાનું મૃત્યુ વધુપડતા રક્તસ્ત્રાવને કારણે નીપજ્યું છે. એના 3 પગ પણ કાપી નાખવામાં આવ્યા હતા. બીજી બાજુ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જે જણાવ્યું હતું કે 4 આરોપી વિરુદ્ધ પશુ ક્રૂરતા અધિનિયમ અંતર્ગત કેસ દાખલ કરાયો છે. તેમની ધરપકડના પ્રયાસ હાથ ધરી દેવાયા છે.

ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા હાથ ધરાશે
પીપલ્સ ફોર એનિમલ રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ બાબુલાલે કહ્યું હતું કે આ પ્રકારનું કૃત્યુ અમાનવીય અને હૃદય કંપાવી નાખે એવું છે. આની વિરુદ્ધ પોલીસે જુદી-જુદી કલમો અંતર્ગત કેસ દાખલ કરવો જોઈએ, જેથી બીજા લોકો આમ કરતાં પહેલાં 100 વખત વિચારે. આ અંગે તે ઉચ્ચ અધિકારી સાથે વાતચીત પણ કરશે.

અન્ય સમાચારો પણ છે...