પાનીપતમાં 3 લોકો જીવતા સળગ્યા:રોહતક હાઈવે પર ટર્ન લેતી ટ્રકની પાછળ ઘુસી ગઈ કાર, એક્સિડન્ટ થતાં જ લોક થઈ ગઈ

એક મહિનો પહેલા

હરિયાણાના પાનીપત જિલ્લાના ઈસરાના કસબામાં શુક્રવારે બપોરે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. રોહતકના નેશનલ હાઈવે પર ઈસરાનામાં આવેલા એપીએમસી પાસે એક આઈ-20 કારમાં આગ લાગી હતી. તેમાં 3 લોકો જીવતા સળગી ગયા છે. ઘટના બપોરે 12 વાગ્યાની આસપાસ થઈ છે. મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવીને વિસરા અને DNA સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

ટ્રકને અથડાઈ ગયા પછી કારમાં આગ લાગી ગઈ
ટ્રકને અથડાઈ ગયા પછી કારમાં આગ લાગી ગઈ

ટ્રક ટર્ન લેતી હતી ત્યારે કાર પાછળથી જઈને અથડાઈ જતા આ એક્સિડન્ટ થયો હતો. સોનીપતની નંબર HR10-AC5675 વાળી કાર સીએનજીની હતી. તેથી એક્સિડન્ટ થતાં જ કારમાં આગ લાગી ગઈ હતી. આગ લાગતા કાર લોક થઈ ગઈ અને કારમાંથી 3 લોકો બહાર આવી જ ના શક્યા. એક્સિડન્ટ થતાં જ આસપાસના લોકોએ કંટ્રોલ રૂમ નંબર 112 પર તુરંત જાણ કરી હતી. માહિતી મળતાં જ ફાયરબ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તેણે આગ પર કંટ્રોલ કરી લીધો હતો.

કારમાંથી નીકળેલા હાડપિંજર જેવા મૃતદેહો
કારમાંથી નીકળેલા હાડપિંજર જેવા મૃતદેહો

ઘટનાની જાણ થતાં જ ઈસરાના પોલીસ, ASP પુજા વશિષ્ઠ અને ડીએસપી ટ્રાફિક સન્દીપ કુમાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં સુધી આગ પર નિયંત્રણ મેળવી શકાય ત્યાં સુધીમાં ગાડીમાં બેઠેલા 3 લોકો બળીને ભડથું થઈ ગયા હતા. ગાડીમાં માત્ર તેમના હાડપિંજર વધ્યા હતા. કાર પાનીપતથી ગોહાના જતી હતી. એક્સિડન્ટ થતાં જ કારમાં આગ લાગી ગઈ હતી. લોકોએ બુમો પણ પાડી અને આગ ઓલવવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ ગાડી લોક થઈ ગઈ હોવાથી કોઈને બચાવી શકાયું નહીં. પોલીસે ત્રણ મૃતદેહો મળ્યા હોવાનું ઓફિશિયલી જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...