DJમાં કરન્ટ ફેલાયો, કાવડિયાનું મૃત્યુ; VIDEO:ડાન્સ કરતા યુવકનો હાથ હાઈટેન્શન લાઈનને અથડાયો, MPના મહૂમાં દુર્ઘટના

મહૂ2 મહિનો પહેલા

મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લાના મહૂમાં સોમવારે કાવડ યાત્રા દરમિયાન કરન્ટ લાગવાથી એક કાવડિયાનું મૃત્યુ થયું છે, જ્યારે ત્રણને ઈજા પહોંચી છે. DJ પર ડાન્સ કરી રહેલા એક કાવડિયાનો હાથ 11 હજાર કિલોવોટની વીજળીની લાઈનને ટચ થઈ જવાથી વાહનમાં કરન્ટ ફેલાયો હતો. કરન્ટ લાગવાથી કેટલા કાવડિયા વાહનની છત પર જ પડી ગયા હતા.

સિમરોલ ટીઆઈ આરએસ ભદૌરિયાએ જણાવ્યું કે દુર્ઘટના બપોરના લગભગ 1 વાગે બની હતી. તે સમયે કાવડિયા પરસ્પર ડાન્સ કોમ્પિટિશન કરી રહ્યાં હતા. કરન્ટ લાગતા જ યુવક પડવા લાગ્યા. એક યુવક રોનકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. શિવ, લોકેશ અને અતુલ દાઝી ગયા હતા. શિવને ઈન્દોરની એમવાય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. લોકેશ અને અતુલની સારવાર મહૂમાં થઈ રહી છે.

ઓમકારેશ્વરથી જળ લઈને પરત આવી રહ્યાં હતા
સિમરોલના ગામ મેંમદીમાં થયેલી દુર્ઘટના પહેલા તમામ કાંવડ યાત્રી તળાવની પાસે 1 દિવસ પહેલા રવિવારે રાતે વિશ્રામ કરવા માટે રોકાયા હતા. આ કાંવડ યાત્રા ઓમકારેશ્વરથી જળ લઈને સિમરોલ ક્ષેત્રના ગામ બગોદા જઈ રહી હતી. કાંવડનું આ ચોથું વર્ષ હતું. કાંવડ યાત્રીઓ પાસેથી ચાર્જ પણ લેવામાં આવે છે.

પશ્ચિમ બંગાળમાં ગત સપ્તાહે થઈ હતી આવી દુર્ઘટના
પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં ગત સોમવારે પિકઅપમાં કરન્ટ આવવાથી 10 કાવડિયાઓનું મૃત્યુ થયું હતું, જ્યારે 16 ખરાબ રીતે દાઝી ગયા હતા. દુર્ઘટના મેખલીગંજ થાના ક્ષેત્રના ધારલા બ્રિજ પર થઈ હતી. 27 કાંવડિયા ટેમ્પો પર બેસીને જલપેશના શિવ મંદિરમાં જળ ચઢાવી રહ્યાં હતા. ટેમ્પાની પાછળ જ DJ વાગી રહ્યું હતું. જનરેટરના વાયરમાં શોર્ટ સર્કિટ થવાથી ટેમ્પામાં કરન્ટ પહોંચી ગયો હતો. તેનો ભોગ કાંવડિયા બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...