અંજલિનાં મોત પહેલાંના 4 CCTV:થર્ટીફર્સ્ટની રાત્રે 1-30થી 3-40 વચ્ચે શું-શું થયું? દિલ્હી પોલીસ હજુ અંધારામાં, અલગ-અલગ થિયરી પર તપાસ

એક મહિનો પહેલા

દિલ્હીમાં કાંઝાવાલા ઘટનામાં એક બાદ એક સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે ત્યારે પોલીસ પણ સીસીટીવી ફૂટેજને મહત્ત્વના પુરાવા ગણી તેના આધારે તપાસ કરી રહી છે. જો કે, આ ફૂટેજીસની સાથે સાથે ઘટના અંગે ઘણા સવાલ પણ ઊભા થયા છે. ત્યારે ઉપરના ફોટા પર ક્લિક કરી જુઓ, અત્યાર સુધી પોલીસે વેરિફાઈ કરેલા સીસીટીવી ફૂટેજ અને તેની સાથે ઊભા થતા સવાલ અંગે..

સવારે લગભગ 1.30 વાગ્યે એક હોટલની સામેના સીસીટીવી કેમેરામાં યુવતી અને તેની સાહેલી જોવા મળી હતી. ત્યાર બાદ બંને કૃષ્ણ વિહાર વિસ્તારમાં એક સીસીટીવી કેમેરામાં જોવા મળે છે. આ સમયે, જો સીસીટીવી કેમેરામાં સમય જોવામાં આવે તો લગભગ રાતના 2:10 છે અને ત્યાં સુધી યુવતી સાહેલી સાથે સ્કૂટી પર ફરતી જોવા મળે છે.

જો યુવતી અને તેની સાહેલી સાથે સ્કૂટી પરની આ છેલ્લી તસવીર હોય તો હવે દિલ્હી પોલીસે એ શોધવું પડશે કે 2.10 મિનિટ પછી યુવતીઓ ક્યાં ગઈ. સ્કૂટી અને કારની ટક્કર બરાબર કયા સમયે થઈ અને તેની મિત્ર કયા સમયે તેના ઘરે પહોંચી, કારણ કે યુવતીનો મૃતદેહ સૌથી પહેલાં 3.30 થી 3.40 વાગ્યાની વચ્ચે આરોપીની કાર નીચે જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...