મુંબઈનો ભયાનક વીડિયો વાઇરલ:ફટાકડાની ફૂટતી લૂમ પર બાઈક પડી, ચાર યુવકના આ હાલ થયા, લોકો ચીસો પાડી ગયા

એક મહિનો પહેલા

મુંબઈનાં અંબરનાથ વિસ્તારનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. દિવાળીની રાત્રે અહીં બાઈકસવાર ચાર યુવક ફૂટતાં ફટાકડાની લૂમ પર ધડામ થઈ ગયા. લૂમ નજીક પહોંચતાં જ બાઇક બેલેન્સ ગુમાવે છે અને ચારેય યુવક ફૂટતાં ફટાકડા પર પડે છે. આ દૃશ્યોને નજરોનજર જોનારા લોકો રીતસર ચીસો પાડી જાય છે. જો કે, સદનસીબે ચારેય યુવક તરત જ ઉભા થઈ જાય છે અને દોડીને દૂર જતાં રહે છે. આ ચારેય યુવકને સામાન્ય ઈજા થઈ છે. સ્થાનિકોએ કેમેરામાં કેદ કરેલાં આ દૃશ્યો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...