• Gujarati News
  • National
  • Four Accused Will Be Produced In Jaipur NIA Court Today; In A Shocking Revelation, PAK Handler Said, "Blast The Country."

LIVE ઉદયપુર હત્યાકાંડ:વકીલોએ આરોપીને માર્યા, NIAને મળ્યા 10 દિવસના રિમાન્ડ; જયપુરમાં બંધ રહેશે ઈન્ટરનેટ

ઉદયપુરએક મહિનો પહેલા
  • ઉદયપુરમાં 5મા દિવસે કર્ફ્યૂમાં 4 કલાકની છૂટ, રવિવાર સુધી નેટબંધી

ઉદયપુર કનૈયાલાલા હત્યાકાંડના ચારેય આરોપીઓને શનિવારે બપોરે દોઢ વાગે જયપુર NIA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તેમને રજૂ કરતી વખતે વકીલોએ આરોપીઓને ફાંસી આપવાની માંગણી કરીને આરોપીઓને કોર્ટમાં જ માર્યા હતા. વકીલોએ આરોપીઓના કપડા પણ ફાડી નાખ્યા છે. જોકે પોલીસે વચ્ચે પડીને તેમને બચાવ્યા અને કોર્ટ રૂમમાં લઈ ગયા હતા.

કોર્ટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને હત્યારાઓના 12 જુલાઈ સુધી 10 દિવસના રિમાન્ડ આપ્યા છે. તાલિબાની હત્યાકાંડના મુખ્ય આરોપી ગૌસ મોહમ્મદ અને રિયાઝ જબ્બારને કડક સુરક્ષા વચ્ચે અજમેરથી જયપુર લઈ જવામાં આવ્યા છે. બંને અહીં હાઈ સિક્યુરિટી જેલમાં બંધ છે. બે અન્ય આરોપી મોહસિન અને આસિફ છે. આ બંને ટેલર કનૈયાના મર્ડરના કાવતરામાં સામેલ હોવાનું જણાવવામાં આવ્યું છે.

ઉદયપુર હત્યાકાંડમાં ખુલાસો, PAK હેન્ડલરે કહ્યું હતું, 'એવો બ્લાસ્ટ કરો કે દેશ હચમચી ઊઠે'
રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયા લાલ હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું હતુ કે હત્યાના આરોપી રિયાઝ અને ગૌસ મોહમ્મદનું પાકિસ્તાનના હેન્ડલરો બ્રેઈનવોશ કરી રહ્યા હતા. તેઓ ભારતમાં મોટી ઘટનાને અંજામ આપવા માટે સતત ઉશ્કેરી રહ્યા હતા. આટલું જ નહીં, નુપુર શર્માના નિવેદન બાદ પાકિસ્તાની હેન્ડલરોએ રિયાઝ અને ગૌસને ભારતમાં એવા બ્લાસ્ટ કરવા કહ્યું હતુ કે આખો દેશ હચમચી જાય.

ભારતમાં મોટી ઘટનાને અંજામ આપવા માટે સતત ઉશ્કેરી રહ્યા હતા
હાલ NIAએ ઉદયપુર હત્યાકાંડમાં તપાસ શરૂ કરી છે. આજે NIAની ટીમે જયપુરમાં બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે. ગુપ્તચર વિભાગના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની હેન્ડલર સલમાન હૈદર અને અબુ ઈબ્રાહિમે કનૈયાલાલના હત્યારા રિયાઝ અને ગૌસ મોહમ્મદનું બ્રેઈનવોશ કર્યું હતુ. પત્રકારોના જણાવ્યા મુજબ, જ્યારથી નૂપુર શર્માનું નિવેદન સામે આવ્યું છે ત્યારથી જ બંનેને દેશમાં કોઈ મોટો બ્લાસ્ટ કરવા માટે ઉશ્કેરવામાં આવી રહ્યા હતા.

બંને આરોપી આરડીએક્સ મેળવવા માટે તપાસ કરતા હતા
ગુપ્તચર વિભાગના સૂત્રોનું કહેવું છે કે બંને આરોપીઓ જ્યારે પણ પાકિસ્તાની હેન્ડલર સાથે વાત કરતા ત્યારે તે ઈસ્લામ માટે તેમને કંઈક મોટું કરવા માટે ઉશ્કેર્યા કરતો હતો. આ બંને આરોપીઓ બોમ્બ બ્લાસ્ટ માટે આરડીએક્સ મેળવવા માટે તપાસ કરતા હતા. જો કે, હવે NIA આ કેસની તપાસ કરશે, ત્યાર બાદ જ આખો મામલો બહાર આવશે.

બીજી તરફ, શનિવારે પાંચમાં દિવસે વહીવટીતંત્રે ઉદયપુરમાં 4 કલાક માટે કર્ફ્યુમાં છૂટ આપવાની જાહેરાત કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ તારાચંદ મીણાના આદેશ મુજબ બપોરે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી છૂટછાટ આપવામાં આવશે. આવી સ્થિતિમાં લોકો પોતાની રોજીંદી જરૂરિયાતો લેવા માટે બહાર જઈ શકશે.

1 જુલાઈના રોજ શહેરમાં જગન્નાથ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે નિકળ્યા બાદ શનિવારથી કર્ફ્યુમાં રાહત મળે તેવી આશા જાગી હતી. જો કે રવિવાર સુધી ઈન્ટરનેટ બંધ રહેશે. આ હત્યાકાંડના વિરોધમાં શનિવારે પણ રાજસ્થાનના 5 જિલ્લામાં બંધનું એલાન આપવામાં આવ્યું છે.

જ્યારે, તપાસ એજન્સીઓ શનિવારે ગૌસ મોહમ્મદ અને રિયાઝ જબ્બાર સાથે સંબંધિત ઘણા એંગલની તપાસમાં પણ વ્યસ્ત છે. આ સાથે શનિવારે ધરપકડ કરાયેલા આ બંનેના સાથી મોહસીન અને આસિફની પણ પૂછપરછ થઈ શકે છે. પોલીસના જણાવ્યા અનુસાર કનૈયાલાલની હત્યાના કાવતરામાં આ બંને યુવકોનો પણ હાથ હતો.

આ હત્યાકાંડના વિરોધમાં આજે આ શહેર બંધ
ઉદયપુરમાં કનૈયાલાલ હત્યા કેસને લઈને શનિવારે ઘણા શહેરોમાં બજારો બંધ રહેશે. કોટામાં હિન્દુ સંગઠનો વતી બંધ બોલાવવામાં આવ્યું છે. જેને સ્થાનિક વેપારીઓનો ટેકો છે. વેપારી સંગઠને અલવરમાં બંધનું એલાન આપ્યું છે. ભરતપુરમાં સર્વ સમાજ અને હિન્દુ સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે. કરૌલી શહેર પણ આજે બંધ રહેશે. આ બંધનું એલાન હિન્દુ સંગઠનોએ આપ્યું છે. શ્રીગંગાનગરનું બજાર શનિવારે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી અડધા દિવસ માટે બંધ રહેશે.

કનૈયાલાલ હત્યાકાંડમાં ગૌસ મોહમમ્દ અને રિયાઝ જબ્બારની સાથે મોહસિન તથા આસિફને પણ ઝડપી લીધા હતા. શુક્રવારે પોલીસે બંનેને કડક સુરક્ષા હેઠળ કોર્ટમાં રજૂ કર્યા હતા. તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
કનૈયાલાલ હત્યાકાંડમાં ગૌસ મોહમમ્દ અને રિયાઝ જબ્બારની સાથે મોહસિન તથા આસિફને પણ ઝડપી લીધા હતા. શુક્રવારે પોલીસે બંનેને કડક સુરક્ષા હેઠળ કોર્ટમાં રજૂ કર્યા હતા. તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

NIA ઉદયપુરથી તપાસ પૂર્ણ શકે છે
એવું માનવામાં આવે છે કે NIA આ કેસમાં તેની તપાસ મર્યાદિત કરી શકે છે. સ્થાનિક સ્તરે એજન્સીએ ઘણી તપાસ કરી છે. આ સાથે હવે આંતરરાષ્ટ્રીય એંગલ અને કટ્ટરપંથીઓ સાથે જોડાયેલા ગુનેગારોના કનેક્શનને લઈને NIA દિલ્હી અથવા અન્ય સ્થળોએથી તપાસ કરી શકે છે. સાથે જ રાજસ્થાન પોલીસની ATS અને SIT એજન્સીઓ પોતાની તપાસ ચાલુ રાખશે.

શુક્રવારે ઉદયપુરમાં જગદીશજીના મંદિરેથી રથયાત્રા કાઢવામાં આવી હતી. કોરોનાને કારણે આ યાત્રા બે વર્ષથી નીકળી શકી ન હતી. હત્યાકાંડ પછીના તણાવને કારણે આ વખતે પણ રથયાત્રા પર મુશ્કેલીનાં વાદળો છવાયાં હતાં, પરંતુ સંગઠનો સાથે બેઠક બાદ વહીવટીતંત્રે મંજૂરી આપી હતી.
શુક્રવારે ઉદયપુરમાં જગદીશજીના મંદિરેથી રથયાત્રા કાઢવામાં આવી હતી. કોરોનાને કારણે આ યાત્રા બે વર્ષથી નીકળી શકી ન હતી. હત્યાકાંડ પછીના તણાવને કારણે આ વખતે પણ રથયાત્રા પર મુશ્કેલીનાં વાદળો છવાયાં હતાં, પરંતુ સંગઠનો સાથે બેઠક બાદ વહીવટીતંત્રે મંજૂરી આપી હતી.
અન્ય સમાચારો પણ છે...