• Gujarati News
  • National
  • Found In A Sample Of 7 Patients From Indore; Experts Warn Spreads Faster Than Older Variants, Requires Caution At Festivals

કોરોનાનો નવો વેરિઅન્ટ AY-4:ઈંદોરના 7 દર્દીઓના સેમ્પલમાં મળી આવ્યો; નિષ્ણાંતોની ચેતવણી- જૂના વેરિએન્ટ કરતાં વધારે ઝડપથી ફેલાય છે, તહેવારોમાં સતર્કતા જરૂરી

ઈન્દોર3 મહિનો પહેલા

ઇન્દોરમાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટનું નવું સ્વરૂપ AY-4 મળી આવ્યું છે. સાત દર્દીઓના જિનોમની સિક્વન્સમાં આ વેરિઅન્ટ સામે આવ્યો છે. જો કે આ વેરિઅન્ટને લઈને દુનિયાભરમાં રિસર્ચ ચાલી રહ્યું છે. અલબત્ત, તેના નેચરને લઈને હાલમાં સ્થિતિ સ્પષ્ટ નથી. પણ અનેક નેચર એક્સપેર્ટે આ વેરિઅન્ટની સંક્રમણ ક્ષમતાને ઝડપી બતાવી છે અને સાવધાન રહેવાની સલાહ આપી છે.

ઇન્દોરમાં સપ્ટેમ્બરમાં 7 વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ તમામના સેમ્પલ 21 સપ્ટેમ્બરે જિનોમ સીકવેંસીન્ગ માટે મોકલવામાં આવ્યા હતા. જિનોમ સીકવેંસીન્ગ સેમ્પલ દિલ્હીની NCDC લેબમાં મોકલવામાં આવ્યા હતા, અને તેનો હાલમાં જ રિપોર્ટ આવી ગયો છે.
મહારાષ્ટ્રમાં એપ્રિલમાં મળ્યો હતો આ વેરિઅન્ટ
ડેલ્ટાના આ નવા વેરિઅન્ટ AY-4 ની જાણકારી દેશમાં સૌથી પહેલાં એપ્રિલમાં મહારાષ્ટ્રમાં સામે આવી હતી. હવે ઇન્દોરમાં આનથી સંક્રમિત થયેલા દર્દીઓ મળી આવ્યા છે. જો કે હવે ઇન્દોરમાં દરેક દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઇ રહ્યા છે અને તેનાથી કોઈને ખતરો નથી.
ઇન્દોરમાં આ મહિને મળેલા જિનોમ સીકવેંસીન્ગના રિપોર્ટમાં જે લોકોમાં આ વેરિઅન્ટ મળી આવ્યો છે, તેમાંથી 2 ન્યૂ પલાસિયા, એક દુબે કા બગીચા, ત્રણ મહૂ અને એક અન્ય જગ્યાએ રહે છે.
નોડલ અધિકારી ડૉ. અમિત માલાકારે કહ્યું કે, આ તમામ લોકો સંપૂર્ણ સુરક્ષિત છે. હાલમાં AY-4 વેરિઅન્ટની ટ્રાન્સમિશન કેપેસિટી કેટલી છે, તેના પર વિશ્વમાં રિસર્ચ ચાલી રહ્યું છે. એટલે કંઈપણ કહેવું ઉચિત નથી. પણ ગભરાવા જેવું ય કાંઈ નથી.
ઇન્ફેક્ટિવિટી રેટ વધુ હોવાના કારણે સાવધાનીની જરૂર
ડૉ. રવિ ડોસીના જણાવ્યા અનુસાર, AY-4 વધુ સંક્રમિત થાય તેવો વાયરસ છે. તેનો ઇન્ફેક્ટિવિટી (સંક્રમણ) રેટ વધુ હોય છે. એવામાં લોકોએ વધુ સાવધાની રાખવાની જરૂર છે. આ વાયરસથી ખતરો નથી, એવું માની ના લેવું. હજુ રિસર્ચ ચાલી રહ્યું છે. લોકોએ હજુ પણ બે વાતનું ધ્યાન રાખવાનું છે. એક, માસ્ક પહેરી રાખવું અને બીજું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું. તહેવારો નજીક છે ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ખુબ જરૂરી હોય તો જ ભીડમાં બહાર જાવ. પ્રાથમિક રીતે જે લોકોમાં આ વેરિઅન્ટ મળી આવ્યો હોય, તેવા લોકોને કોવિડ સેન્ટરમાં ક્વોરેન્ટાઇન કરવા જોઈએ.
શું વેક્સિન લગાવ્યા પછી પણ લોકો ચપેટમાં આવી શકે?
ડૉ. ડોસીના જણાવ્યા મુજબ, કોઈપણ નવા વેરિઅન્ટની જાણકારી તેના ચલણમાં આવ્યા પછી જ ખબર પડે છે. અત્યારે કાઈપણ કહેવું વહેલું કહેવાશે. એક વાત યાદ રાખો કે, વેક્સિન લીડ પછી કોરોના થાય નહીં, આ વાત મનમાંથી કાઢી નાંખો. વેક્સિન લીધા પછી પણ કોરોના થઇ શકે છે. આવા અનેક કેસ સામે આવી રહ્યા છે. પણ વેક્સિન લીધી હોય તેનામાં વાયરસની તીવ્રતા વધુ હોતી નથી. પહેલાં નવા વેરિઅન્ટને સારી રીતે સમજવો પડશે. તેના પ્રોટોકોલને નક્કી કરવો પડશે.
હાલમાં આને ICMR દ્વારા ટાઈપ-એનો વેરિઅન્ટ નથી બતાવાયો. તેથી તેના પર વિશેષ આકલન કરી શકાય નહીં. કાંઈ પણ કહેવું વહેલું ગણાશે. જે વ્યક્તિમાં આ વેરિઅન્ટ મળી આવે તેણે પૂર્ણ રીતે આઇસોલેટ રહેવું પડશે. આ નવો વેરિઅન્ટ ક્યાંથી ઉદ્દભવ્યો તે કહેવું મુશ્કેલ છે. જ્યાં સેમ્પ્લનીંગ વધુ થાય છે ત્યાંથી નવા વારિઅન્ટ આવે છે. હાલમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને કેરળમાં વધુ સેમ્પલિંગ થઇ રહ્યું છે. આ ત્રણ રાજ્યોમાંથી કોઈ એક રાજ્યમાં જ ઉદ્દભવ્યો હોય તેવું પણ બને. હાલમાં લોકો બેજવાબદાર બની ગયા છે. માસ્ક વગર ફરે છે. મેળાવડા કરે છે. પ્રસંગમાં અમર્યાદિત લોકો ભેગા થાય છે. પણ કોરોના ફેલાય નહીં તે માટે નિયમોનું પાલન ખુબ જરૂરી છે, નહીંતર ત્રીજી લહેર નજીક આવીને ઉભી જ છે.

અન્ય સમાચારો પણ છે...