તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Former Supreme Court Justice, CEC And State Election Commissioner To Outline Changes In Assembly Seats

જમ્મુ-કાશ્મીરમાં પરિસિમન:સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ, CEC અને પ્રદેશ ઇલેક્શન કમિશનર વિધાનસભા સીટમાં ફેરફારની રૂપરેખા તૈયાર કરશે

શ્રીનગરએક મહિનો પહેલાલેખક: મુદસ્સિર કુલ્લૂ
  • કૉપી લિંક
  • ત્રણ સભ્યનો આ આયોગ ફેબ્રુઆરી 2020માં બનાવવામાં આવ્યો હતો

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા સીટના પરિસિમન માટે બનાવવામાં આવેલો 3 સભ્યનો આયોગ 4 દિવસની મુલાકાતે પહોંચી ગયો છે. મંગળવારે શરૂ થયેલા આ પ્રવાસમાં આયોગના મેમ્બર રાજકીય પક્ષો અને અધિકારીઓને મળશે. એ પછી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવેલા જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા સીટને નવું રૂપ આપવામાં આવશે.

ત્રણ સભ્યનો આ આયોગ ફેબ્રુઆરી 2020માં બનાવવામાં આવ્યો હતો. એના અધ્યક્ષ રિટાયર્ડ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ છે, જ્યારે ચીફ ઈલેક્શન કમિશનર સુશીલ ચંદ્રા અને જમ્મુ-કાશ્મીરના ચૂંટણી કમિશનર કેવલ કુમાર શર્મા એના સભ્ય છે.

જાણો કોણ છે કમિશનના 3 મેમ્બર
1. જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈઃ

જસ્ટિસ દેસાઈ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ છે. તેઓ મહારાષ્ટ્રના પબ્લિક પ્રોસિક્યુટર રહ્યાં છે અને તેમણે બોમ્બે હાઈકોર્ટનાં જજ તરીકે પણ કામ કર્યું છે. દેસાઈને 1986થી નજરકેદ સાથે સંબંધિત કેસો માટે મહારાષ્ટ્રનાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર બનાવવામાં આવ્યાં હતાં.

2. સુશીલ ચંદ્રાઃ

દેશના મુખ્ય ચૂંટણી અધિકારી(CEC) સુશીલ ચંદ્રા 1980ની બેન્ચના ઈન્ડિયન રેવન્યુ સર્વિસના અધિકારી છે. તેઓ ભારતના 24મા મુખ્ય ચૂંટણી અધિકારી છે. આ પોસ્ટ પર તેમની નિમણૂૂક 15 ફેબ્રુઆરી 2019ના રોજ કરવામાં આવી હતી. આ પહેલાં 13 એપ્રિલે 2021ના રોજ તેમને કેન્દ્રીય ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા હતા. તેઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના ચેરપર્સન રહી ચૂક્યા છે. ચંદ્રા દિલ્હીમાં ઈન્ટરનેશનલ ટેક્સેશન અંતર્ગત ઈન્કમ ટેક્સના અપીલ કમિશનર પણ રહ્યા છે. તેમણે મુંબઈના ડાયરેક્ટર ઈન્વેસ્ટિગેશન, દિલ્હીમાં DG ઈન્વેસ્ટિગેશન તરીકે પણ કામ કર્યું છે.

3. કેવલ કુમાર શર્માઃ

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના રહેનારા કે કે શર્મા 1983 બેન્ચના અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને કેન્દ્રશાસિત પ્રદેશ(AGMUT) કેન્ડરના રિટાયર્ડ IAS અધિકારી છે. તેમને નવેમ્બર 2018માં જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના સલાહકાર નીમવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત બનાવવામાં આવ્યા પછી ઉપ-રાજ્યપાલ ગિરીશ ચંદ્ર મુર્મુ અને પછી મનોજ સિન્હા પણ સલાહકાર રહ્યા છે. તેમણે 30 ઓક્ટોબર 2020થી આ પદેથી રાજીનામું આપ્યું અને પછીથી તેઓ જમ્મુ-કાશ્મીરના ચૂંટણી કમિશનર બન્યા. શર્માએ ચંદીગઢના પ્રશાસકના સલાહકાર તરીકે પણ કામ કર્યું છે. તેઓ ગોવા અને દિલ્હીના મુખ્ય સચિવ પણ રહ્યા છે.

લોકસભા સ્પીકરે સાંસદને બનાવ્યા મેમ્બર
આ સિવાય નેશનલ કોન્ફરન્સના 3 સાંસદ ફારુક અબ્દુલ્લા, રિટાયર્ડ જસ્ટિસ હસનૈન મસુડી, મુહમ્મદ અકબર લોન અને ભાજપના 2 સાંસદ જિતેન્દ્ર સિંહ અને જુગલ કિશોર શર્મા સિવાય એસોસિયેટેડ મેમ્બર છે. તેમને લોકસભા સ્પીકર ઓમ બિરલાએ નિમણૂૂક કરી છે.

માર્ચ 2020માં બનાવવામાં આવ્યો આયોગ
જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી કરાવતાં પહેલાં વિધાનસભા સીટ નવેસરથી નક્કી કરવા માટે માર્ચ 2020માં પરિસિમન આયોગની રચના કરવામાં આવી હતી. કોરોના મહામારીને જોતાં માર્ચ 2021માં તેમનો કાર્યકાળ એક વર્ષ માટે વધારવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જમ્મુ-કાશ્મીરની રાજકીય પાર્ટીઓ સાથેની મીટિંગ પછી લગભગ 2 સપ્તાહ પછી આયોગ અહીં પહોંચ્યો છે. મોદીએ પરિસિમનને ઝડપી કરવા પર ભાર મૂક્યો હતો, જેેથી ઝડપથી વિધાનસભા ચૂંટણી કરાવી શકાય.

PDP સિવાય તમામ પાર્ટીઓ કમિશનને મળશે
કાશ્મીર ઘાટીની ત્રણ લોકોસભા સીટ જીતનાર નેશનલ કોન્ફરન્સે પહેલા જ કવાયતથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો. પાર્ટીનું કહેવું હતું કે હાલની સ્થિતિમાં સીટો નવેસરથી નક્કી કરવાની કોઈ જરૂરિયાત નથી. જોકે હવે મહેબૂબા મુફ્તિની PDP સિવાય ઘાટીની તમામ પાર્ટીઓએ કમિશનને મળવાનો નિર્ણય કર્યો છે.

પરિસિમન પછી જમ્મુ-કાશ્મીરમાં 7 સીટ વધશે
5 ઓગસ્ટ 2019 પહેલાં જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કુલ 111 સીટ હતી, એમાંથી 46 કાશ્મીરમાં, 37 જમ્મુમાં, 4 લદાખમાંથી. પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર(POK) માટે 24 સીટને રિઝર્વ રાખવામાં આવી છે. આ હિસાબથી અત્યારસુધીમાં જમ્મુ-કાશ્મીર વિધાનસભાની 87 સીટ પર ચૂંટણી થતી રહી છે. અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા પછી લદાખની 4 સીટને હટાવવામાં આવી છે. આ રીતે વિધાનસભાની કુલ 83 સીટ બચી છે.

જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન એક્ટ 2019 મુજબ, જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં 7 સીટ વધારવામાં આવશે. આ રીતે પરિસિમન પછી વિધાનસભાની સીટની સંખ્યા 83થી વધીને 90 થશે.

અન્ય સમાચારો પણ છે...