ભારતીય રિઝર્વ બેંકના(RBI)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનને રાહુલ ગાંધીની ‘પપ્પૂ’ની છબીને દુર્ભાગ્યપૂર્ણ જણાવતા કહ્યું કે તેઓ એક હોશિયાર વ્યકિત છે. તેમણે કહ્યું કે, મે ઘણા મુદ્દા પર તેમની સાથે વાતચીત કરતા-કરતા લગભગ એક દાયકો વિતાવ્યો છે. તેઓ કોઈપણ પ્રકારે ‘પપ્પૂ’(મૂર્ખ) નથી. તેઓ એક સ્માર્ટ, યુવાન અને જિજ્ઞાસુ વ્યક્તિ છે.
રાહુલમાં મૂળ જોખમ લેવાની અને તેનું મૂલ્યાંકન કરવાની ક્ષમતા છે
દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ઈન્ડિયા ટુડે સાથે વાતચીત દરમિયાન રઘુરામ રાજને કહ્યું કે, મારા પ્રમાણે એક વ્યક્તિમાં મૂળભૂત જોખમ અને તેનું મુલ્યાંકન કરવાની ક્ષમતા અને સારી સમજ હોવી જોઈએ, અને મને લાગે છે કે, આ ક્ષમતા અને સમજ રાહુલ ગાંધીમાં છે.
રાજકીય પક્ષમાં સામેલ થવાનો કોઈ ઈરાદો નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારની આર્થિક નીતિઓની ટીકા પર, રઘુરામ રાજને કહ્યું કે, તે મનમોહન સિંહના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારના પણ ટીકાકાર હતા. રાજનીતિમાં આવવાની અટકળો પર તેમણે કહ્યું કે, હું ભારત જોડો યાત્રામાં સામેલ થયો કેમકે, હું યાત્રાના મૂલ્યો માટે ઉભો છું. હું કોઈ રાજકીય પક્ષમાં સામેલ નથી થઈ રહ્યો.
ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતા રાજન
રઘુરામ રાજન ગયા મહિને રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતા. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સાથે ગુરુવારે રઘુરામ પણ થોડીકવાર સાથે ચાલ્યા હતા. આ દરમિયાન યાત્રાના વિશ્રામ સમયે રાહુલ ગાંધીએ રઘુરામનું ઈન્ટરવ્યૂ કર્યું હતું.
દેશમાં ગરીબ વધુ ગરીબ થઈ રહ્યા છે
ઈન્ટરવ્યૂમાં રઘૂરામે કહ્યું હતું કે, દેશમાં ગરીબ વધુ ગરીબ અને અમીર વધુ અમીર થતા જઈ રહ્યા છે. રઘુરામનું કહેવું હતું કે, કોવિડ દરમિયાન જે અમિરોનું કામ ઓનલાઈન થઈ રહ્યું હતું, તે તો વધુ અમીર બની ગયા. પરંતુ જેને ફેક્ટ્રીમાં જઈને નોકરી કરવાની હતી, તે ઘરમાં રહી ગયા. તેમને ન વેતન મળ્યું, ન બોનસ. નોકરી ગઈ તે વાત અલગ. કુલ મળીને નિમ્ન મધ્યમ વર્ગના લોકોને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.