તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Former Punjab CM Ordered By SIT To Appear For Questioning On June 16, Kotakpura Firing To Be Probed

પ્રકાશ સિંહ બાદલને સમન્સ:પંજાબના ભૂતપુર્વ CMને SITએ 16 જૂનના રોજ હાજર થવા આદેશ આપ્યો, કોટકપુરા ફાયરિંગ અંગે પૂછપરછ થશે

ચંડીગઢ/મુક્તસર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પંજાબમાં રાજકિય ઉથલ-પાથલ વચ્ચે ભૂતપુર્વ મુખ્યમંત્રી અને શિરોમણી અકાલી દળના વડા પ્રકાશ સિંહ બાદલને SIT દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. વર્ષ 2015માં ગુરુ ગ્રંથ સાહિબની બેઅદમી અને તેના વિરોધમાં બેઠેલા પ્રદર્શનકર્તાઓ પર થયેલા ફાયરિંગને લગતી ઘટનામાં આ સમન્સ પાઠવવામાં આવ્યા છે. પંજાબ-હરિયાણા હાઈકોર્ટના આદેશના આધારે આ તપાસ કરી રહેલા ADGP એલકે યાદવના વડપણ હેઠળની SIT એ બાદલને 16 જૂનના રોજ સવારે 10.30 વાગે પૂછપરછ માટે બોલાવ્યા છે.

આ અગાઉ પણ નિવૃત IG કુંવર વિજય પ્રતાપના વડપણ હેઠળની SIT એ ગયા વર્ષે 16 નવેમ્બરના રોજ પ્રકાશ સિંહ બાદલને પૂછરપછ માટે બોલાવ્યા હતા. હવે નવી ટીમે ફરીથી તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે. તેમા કહેવામાં આવ્યું છે કે તેમને મોહાલીના ફેઝ-8માં આવેલા PSPCLના ગેસ્ટ હાઉસમાં રજૂ થવાનું રહેશે.

વર્ષ 2015ની ઘટના
આ ઘટના 1લી જૂન 2015ના રોજની છે. તે દિવસે બરગાડીથી આશરે 5 કિલોમીટર દૂર ગામ બુર્જ જવાહર સિંહવાલાના ગુરુદ્વારા સાહિબથી શ્રી ગુરુ ગ્રંથ સાહિબના પવિત્ર સ્વરૂપની ચોરી થઈ હતી. ત્રણ મહિના બાદ 25 સપ્ટેમ્બર,2015ના રોજ ગુરુદ્વારા સાહિબ પાસે સફેદ કાગળ પર પંજાબીમાં હાથ વડે લખાયેલ બે પોસ્ટર મળી આવ્યા હતા. જેની ઉપર અભદ્ર ભાષામાં આ સ્વરૂપોની ચોરીમાં ડેરાનો હાથ હોવાની વાત લખી શીખ સમુદાયોને ખુલ્લો પડકાર કરવામાં આવ્યો હતો. આ ઘટનાના આશરે 17 દિવસ બાદ 12 ઓક્ટોબરની સવારે માથુ ટેકવા ગામમાં ગયેલા લોકોને આજુબાજુની નાળીઓ અને માર્ગો પર વિખેરાયેલ શ્રી ગુરુ ગ્રંથ સાહિબના પવિત્ર સ્વરૂપના પેજ મળ્યા હતા.
ઘટના ચર્ચામાં આવી તો પ્રદર્શન શરૂ થયું
12 ઓક્ટોબરની ઘટના ચર્ચામાં આવી તો પોલીસ કાર્યવાહી અગાઉ જ મોટી સંખ્યામાં શીખ સંગઠનોના નેતાઓ બરગાડી અને ત્યારબાદ કોટકપુરાના મુખ્ય ચોકમાં આવી પ્રદર્શન શરૂ કર્યું. કેટલાક કલાકોમાં હજારોની સંખ્યામાં શીખ સમુદાયના લોકો કોટકપુરાના મુખ્ય ચોકમાં આવવા લાગ્યા. આ સાથે પંજાબના અનેક ભાગોમાં આરોપીઓની ધરપકડની માંગ સાથે વિરોધ પ્રદર્શન શરૂ થયા.

ઘટનાના બે દિવસ બાદ 14 ઓક્ટોબરના રોજ પોલીસે પહેલા કોટકપુરાના મુખ્ય ચોકમાં અને ત્યારબાદ કોટકપુરા બઠિંડા રોડ પર ગામ બહબલ કલામાં પ્રદર્શન કરી રહેલા લોકો પર ફાયરિંગ કર્યું. આ ઘટનામાં કેટલાક લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે આશરે બે ડઝન જેટલા પ્રદર્શનકારીઓ તથા એક ડઝન જેટલા પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા.

બરગાડી મોરચા બાદ શરૂ થયું ડેરા સાથે જોડાયેલાની ધરપકડ

  • ચોરીની ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ માટે તાત્કાલિક રીતે અકાલી-ભાજપ સરકારે 16 ઓક્ટોબર,2015ના રોજ હાઈકોર્ટના નિવૃત ન્યાયમૂર્તિ જોરા સિંહના નેતૃત્વમાં એક ન્યાયિક પંચની રચના કરી.
  • શીખ સંગઠન શીખ ફોર હ્યુમન રાઈટ્સે સરકાર દ્વારા રચવામાં આવેલા પંચની કાર્યપ્રણાલી અંગે પ્રશ્નાર્થ સર્જ્યાં અને 27 ડિસેમ્બર,2015ના રોજ પોતાના લેવલ પર સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયમૂર્તિ માર્કન્ડ કાત્ઝુના વડપણ હેઠળ અન્ય એક તપાસ પંચની રચના કરી.
  • ન્યાયમૂર્તિ કાત્ઝુએ પોતાનો રિપોર્ટ ફેબ્રુઆરી,2016માં આપ્યો હતો, જેને તે સમયની સરકારે માનવાનો ઈન્કાર કર્યો હતો.
  • ન્યાયમૂર્તિ જોરા સિંહે તેના રિપોર્ટ 30 જૂન 2016ના રોજ સરકારને આપ્યો, જોકે તે સમયે અકાલી સરકારે તેને માનવાનો ઈન્કાર કર્યો હતો.
  • 16 માર્ચ,2017ના રોજ પંજાબ વિધાનસભા ચૂંટણીઓ બાદ કોંગ્રેસ સત્તામાં આવ્યા બાદ ફરી તપાસ શરૂ થઈ અને સરકારે 14 માર્ચ,2017ના રોજ ન્યાયમૂર્તિ રણજીત સિંહના વડપણ હેઠળ એક તપાસ પંચની રચના કરી તપાસ શરૂ થઈ.
  • આશરે એક વર્ષથી વધુ સમય ચાલેલી તપાસ બાદ ન્યાયમૂર્તિ રણજીત સિંગ પંચે 30 જૂન 2018ના રોજ પોતાનો અહેવાલ સરકારને સોંપ્યો હતો, જેમાં ઘટનામાં ડેરીની ભૂમિકા અંગે આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.