તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Former President Pranab Mukherjee's Son Abhijeet Mukherjee Joins TMC, Says Sister Sharmishtha

બંગાળમાં કોંગ્રેસને મોટો ઝાટકો:ભૂતપુર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના દિકરા અભિજીત મુખર્જી TMCમાં જોડાયા, બહેન શર્મિષ્ઠાએ કહ્યું- આ દુખદ વાત

કોલકાતા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અભિજીત મુખર્જીએ કહ્યું મમતાએ ભાજપની સાંપ્રદાયિક લહેરને અટકાવી તેવી રીતે ભવિષ્યમાં અન્યોના સહયોગથી સમગ્ર દેશમાં આમ કરી શકશે
  • અભિજીત મુખર્જી ઈચ્છતા હતા કે મમતા બેનર્જી સાથે ગઠબંધન કરી કોંગ્રેસ ચૂંટણી મેદાનમાં ઉતરે

પશ્ચિમ બંગાળમાં ભાજપમાં મોટા ગાબડા પાડ્યા બાદ તૃણમુલ કોંગ્રેસ (TMC)એ આ વખતે કોંગ્રેસને મોટો ફટકો આપ્યો છે. ભૂતપુર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન પ્રણવ મુખર્જીના દિકરા અભિજીત મુખર્જી સોમવારે મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ સાથે જોડાઈ ગયા છે.આ અંગે તેમની નાની બહેન અને કોંગ્રેસ નેતા શર્મિષ્ઠા મુખર્જીએ સોશિયલ મીડિયામાં લખ્યું કે-આ એક દુખદ બાબત છે. જોકે તેમણે પોતાના સંદેશમાં અન્ય કોઈ બાબતનો ઉલ્લેખ કર્યો ન હતો.

અભિજીત કોલકાતા સ્થિત તૃણમુલ ભવનમાં સાંજે 4 વાગે પાર્ટી સાથે જોડાયા હતા. આ સમયે લોકસભામાં તૃણમૂલ સંસદીય પક્ષના નેતા સુદીપ બંદોપાધ્યાય અને વરિષ્ઠ મંત્રી પાર્થ ચેટર્જી ઉપસ્થિત રહ્યા હતા. અભિજીત વર્ષ 2012 અને 2014માં કોંગ્રેસની ટીકિટ પર બંગાળના જંગીપુર લોકસભા બેઠકથી સાંસદ રહી ચુક્યા છે.

TMCમાં સામેલ થયા બાદ અભિજીત મુખર્જીએ કહ્યું મમતા બેનર્જીએ જે પ્રકારે ભાજપની સાંપ્રદાયિક લહેરને અટકાવી તેને જોતા મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં તે અન્યોના સહયોગથી સમગ્ર દેશમાં આમ જ કરી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિને TMCએ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહેલા મુકુલ રોયની પાર્ટીમાં પુનરાગમન કરાવ્યું હતું. તે ભાજપ માટે બંગાળમાં મોટો ફટકો હતો.

બંગાળમાં મમતા સાથે કોંગ્રેસનું ગઠબંધન કરવા ઈચ્છતા હતા અભિજીત
બંગાળ વિધાનસભામાં પણ તેઓ ડાબેરી સાથે ગઠબંધનના પક્ષમાં ન હતા. તેઓ ઈચ્છતા હતા કે મમતા બેનર્જી સાથે ગઠબંધન કરી કોંગ્રેસ ચૂંટણી મેદાનમાં ઉતરે. જોકે તેમણે આ વ્યક્તિગત વિચાર તરીકે ગણાવ્યો હતો. ચૂંટણી પરિણામ આવ્યા બાદ અભિજીતે એમ પણ જણાવ્યું હતું કે એ સારું થયું હોત કે કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડતી. જેથી વોટ પર્સન્ટેજ તો યથાવત જળવાય.

આ સાથે જ તેમણે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અધિર રંજન ચૌધરી અને તેમના નિર્ણયોનો પણ વિરોધ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ મુખ્ય વિપક્ષી પાર્ટીની ભૂમિકા પણ ગુમાવી ચુકી છે. કોંગ્રેસ અને ડાબેરીનો ચૂંટણીમાં સફાયો થઈ ગયો. ​​​​​​​

ભૂતપુર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન દિવંગત પ્રણવ મુખર્જી સાથે અભિજીત અને શર્મિષ્ઠા મુખર્જી
ભૂતપુર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન દિવંગત પ્રણવ મુખર્જી સાથે અભિજીત અને શર્મિષ્ઠા મુખર્જી

ગયા મહિને મમતાના ભત્રીજા સાથે મુલાકાત કરી હતી
ગયા મહિને અભિજીત મુખર્જીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીના સાંસદના ભત્રીજા અને TMCના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી સાથે કોલકાતામાં મુલાકાત પણ કરી હતી. ત્યારબાદ અટકળો વહેતી થવા લાગી હતી કે કોંગ્રેસમાં બધુ જ યોગ્ય નથી. આ સાથે એવું પણ કહેવામાં આવે છે કે TMC અભિજીત મુખર્જીને જંગીપુર વિધાનસભા બેઠકથી ચૂંટણી લડાવી શકે છે. આ બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. ​​​​​​​

નકલી વેક્સિનેશન કાંડમાં મમતાનું સમર્થન કર્યું હતું
તાજેતરમાં અભિજીત બેનર્જીએ નકલી વેક્સિન કાંડમાં પણ મુખ્યમંત્રી મતા બેનર્જીનું સમર્થન કર્યું હતું. અભિજીતે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે કોઈ વ્યક્તિની અયોગ્ય કામથી પશ્ચિમ બંગાળ અને મમતા બેનર્જીને જવાબદાર ઠરાવી શકાય નહીં. જો આમ જ ચાલશે તો મેહુલ ચોક્સી, નીરજ મોદી અને વિજય માલ્યા સંબંધિત કેસો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જવાબદાર ઠરાવી શકાય છે.