અફવા:પાકિસ્તાની પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના નિધનની અફવા ફેલાઈ, પરિવારે કહ્યું- દુઆ કરો

એક મહિનો પહેલા
મુશર્રફ ઘણાં સમયથી બીમાર છે

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફની સ્થિતિ ખૂબ નાજૂક છે. આજે તેમનું નિધન થયું હોય તેવી અફવા ફેલાઈ હતી. જોકે ત્યારપછી પરિવારે ટ્વિટ કરીને ખુલાસો કર્યો છે કે, હવે તેમને વેન્ટિલેટર સપોર્ટ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમની રિકવરી મુશ્કેલ છે. પરવેઝ મુશર્રફના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી તેમના પરિવારે માહિતી આપી છે કે, હવે તેઓ વેન્ટિલેટર પર નથી. તેમની બીમારી એમાઈલોયડોસિસના કારણે તેઓ છેલ્લાં 3 સપ્તાહથી હોસ્પિટલમાં દાખલ છે. તેમની સ્થિતિ ગંભીર છે. તેમની રિકવરી મુશ્કેલ છે. તેમના એક એક અંગ ફેઈલ થઈ રહ્યા છે. તેમના માટે દુઆ કરો.

કારગિલમાં ભારતને દગો આપનાર પાકિસ્તાની પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની તબિયત નાજૂક છે. મુશર્રફની તબિયત છેલ્લા ઘણા સમયથી ખરાબ છે. ભૂતપુર્વ રાષ્ટ્રપતિની દુબઈમાં તબિયત બગડતા અમેરિકન હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. 78 વર્ષિય પરવેઝ મુશર્રફ વર્ષ 1999થી 2008 દરમિયાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે જવાબદારી સંભાળી હતી.

માર્ચ 2016થી મુશર્રફ દુબઈમાં રહેતા હતા. તેમની ઉપર વર્ષ 2007માં બંધારણને રદ્દ કરવા સહિત વિવિધ પ્રકારના આરોપો લાગ્યા હતા. ભૂતપુર્વ આર્મી વડા તબીબી સારવાર માટે દુબઈ ગયા હતા અને પરત ફર્યાં ન હતા. આ માટે તેમણે સુરક્ષા તથા સ્વાસ્થ્યને લગતા કારણો રજૂ કર્યા હતા.

પૂર્વ સૈન્ય શાસકને મળી છે ફાંસીની સજા
પાકિસ્તાની પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને ફાંસીની સજા આપવામાં આવી છે. પાકિસ્તાની ઈતિહાસમાં પહેલીવાર પેશીવાર હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ વકાર અહમદ સેઠની અધ્યક્ષતામાં સ્પેશિયલ કોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે આ સજા આપી હતી. 3 નવેમ્બર, 2007માં દેશમાં ઈમરજન્સી લગાવવા અને ડિસેમ્બર 2007ના મધ્ય સુધીમાં બંધારણના નિયમો રોકી રાખવાના આરોપમાં પરવેઝ મુશર્રફ સામે ડિસેમ્બર 2013માં દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મુશર્રફને 31 માર્ચ 2014માં દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.

અમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ…

અન્ય સમાચારો પણ છે...