મહારાષ્ટ્ર હોમગાર્ડ્સના મહાનિદેશક અને મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમવીર સિંહને મહારાષ્ટ્ર સરકારે સસ્પેન્ડ કરી દીધા છે. બુધવારની સાંજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ કાર્યવાહી કરી છે. તેમના પર આરોપ છે કે તેઓએ સર્વિસ રૂલનું ઉલ્લંઘન કર્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પરમબીર સિંહની રજા પૂર્ણ થયા બાદ પણ તેઓએ ડ્યૂટી જોઈન કરી ન હતી અને ન તો તેઓએ આ સંદર્ભે મહારાષ્ટ્ર ગૃહ મંત્રાલયનો સંપર્ક કર્યો છે. ગૃહવિભાગે તેમની સાથે સંપર્ક સાધવાના અનેક વખત પ્રયાસ કર્યા પરંતુ કોઈ સંપર્ક સાધી શકાયો ન હતો.
ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી વિરૂદ્ધ મહારાષ્ટ્રમાં વસૂલીના મામલે ઓછામાં ઓછા પાંચ કેસ દાખલ છે. એન્ટીલિયા કાંડ પછી માર્ચમાં મુંબઈ પોલીસ કમિશનર પદેથી હટાવવામાં આવ્યા બાદ પરમબીર સિંહે આરોપ લગાવ્યો હતો કે દેશમુખે પોલીસ અધિકારીને શહેરના બાર અને રેસ્ટોરાંમાંથી એક મહિનામાં 100 કરોડ રૂપિયાની વસૂલીનું કહ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.