શિન્ઝો આબેનું નિધન:ઇલેક્શન કેમ્પેન દરમિયાન જાપાનના પૂર્વ વડાપ્રધાનને પૂર્વ સૈનિકે ગોળી મારી હતી, છ કલાકની સારવાર બાદ મોત, ભારતમાં રાષ્ટ્રીય શોક જાહેર

3 મહિનો પહેલા
  • હુમલા બાદ આબેને હાર્ટ-એટેક આવ્યો હતો
  • પોલીસે ઘટનાસ્થળેથી હુમલાખોરની ધરપકડ કરી છે

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની હત્યા કરવામાં આવી છે. શુક્રવારે સવારે નારા નગરમાં તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સમય અનુસાર સવારે 8 વાગ્યે (જાપાન સમય અનુસાર 11.30 વાગ્યે) આબે ભાષણ દરમિયાન સભામાં હાજર હતા. હુમલાખોરો પૈકી એકે પાછળથી ગોળીબાર કર્યો હતો. તેમને લોહીથી લથબથ હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. 6 કલાક પછી તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

મોદીએ કહ્યું- આજે સમગ્ર ભારતમાં શોકનો માહોલ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આબેના નિધન પર ભારે દુઃખ વ્યક્ત કર્યું છે. મોદીએ ટ્વીટમાં કહ્યું- ભારત અને જાપાનના સંબંધો અને વૈશ્વિક ભાગીદારીમાં આબેએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આજે સમગ્ર ભારતમાં શોકનો માહોલ છે. આ મુશ્કેલ સમયમાં અમે અમારા જાપાની ભાઈઓ અને બહેનો સાથે અમારી પૂરી શક્તિથી ઊભા છીએ. શિન્ઝોના માનમાં તેમણે આવતીકાલે એટલે કે 9 જુલાઈના રોજ રાષ્ટ્રીય શોકની પણ જાહેરાત કરી હતી.

મોદીએ 9 જુલાઈએ એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો
વડાપ્રધાન મોદીએ શિન્ઝેના નિધન પર આવતીકાલે એટલે કે 9 જુલાઈએ એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે ટોકિયોમાં થયેલી તાજેતરની મુલાકાતનો ફોટો શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આબેના નિધન પર ભારે દુઃખ વ્યક્ત કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આબેના નિધન પર ભારે દુઃખ વ્યક્ત કર્યું છે.

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર શુક્રવાર સવારે નારા શહેરમાં ગોળીબાર થયો હતો. ચૂંટણી કેમ્પેન દરમિયાન તેઓ ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમને પાછળથી 2 ગોળી મારવામાં આવી હતી. ગોળી વાગતાં તેઓ રસ્તા પર જ ઢળી પડ્યા હતા. તેમને લોહીથી લથબથ હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા હતા.

હુમલા બાદ આબેના હાર્ટે કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. બાકીનાં અંગો પણ કામ કરવાનું બંધ કરી દીધું હતું. મેડિકલ સ્ટાફે તેમના બચાવવા માટે ઘણા પ્રયાસો કર્યા, પણ સફળતા ન મળી.

નકશામાં જાપાનનું શહેર નારા, જ્યાં આબે પર હુમલો કરવામાં આવ્યો હતો.
નકશામાં જાપાનનું શહેર નારા, જ્યાં આબે પર હુમલો કરવામાં આવ્યો હતો.

આબે ભાષણ આપી રહ્યા હતા ત્યારે અચાનક ગોળીબારનો અવાજ આવ્યો અને તેઓ ઢળી પડ્યા હતા. શરૂઆતમાં તેમને છાતીમાં ગોળી મારવાના અહેવાલો આવ્યા હતા, જોકે તેમને પાછળથી બે ગોળી મારવામાં આવી હતી. તેમને સારવાર માટે નારા મેડિકલ યુનિવર્સિટી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. બનાવની જાણ થતાં પ્રધાનમંત્રી ફુમિઓ કિશિદા પણ હોસ્પિટલ દોડી ગયા હતા.

પોલીસે 42 વર્ષના હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. તેની પાસેથી બંદૂક મળી આવી છે. જોકે હુમલાનું કારણ જાણવા મળ્યું નથી.

હાર્ટ-એટેક પણ આવ્યો
જાપાનના મીડિયા રિપોર્ટ્સ મુજબ, ગોળી વાગ્યા બાદ 67 વર્ષના શિન્ઝો આબેને હાર્ટ-એટેક પણ આવ્યો હતો.

હુમલા બાદ તેઓ રસ્તા પર ઢળી પડ્યા હતા.
હુમલા બાદ તેઓ રસ્તા પર ઢળી પડ્યા હતા.
ઘટનાસ્થળની તસવીર અને ઇન્સેટ તસવીરમાં શિન્ઝો આબે.
ઘટનાસ્થળની તસવીર અને ઇન્સેટ તસવીરમાં શિન્ઝો આબે.

પોલીસે ઘટનાસ્થળેથી 42 વર્ષીય હુમલાખોરની ધરપકડ કરી છે. તેની પાસેથી બંદૂક મળી આવી છે. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. ગોળી કોણે અને શા માટે ચલાવી એ પણ સ્પષ્ટ નથી.

આ ફોટો નારા સિટીના યમાતોસૈદાઈજી સ્ટેશન પાસેના એક ચાર રસ્તાનો છે. અહીં જ આબે સભા કરી રહ્યા હતા.
આ ફોટો નારા સિટીના યમાતોસૈદાઈજી સ્ટેશન પાસેના એક ચાર રસ્તાનો છે. અહીં જ આબે સભા કરી રહ્યા હતા.
તેમને હેલિકોપ્ટરથી નારા મેડિકલ યુનિવર્સિટી હોસ્પિટલ લઈ જવાયા હતા.
તેમને હેલિકોપ્ટરથી નારા મેડિકલ યુનિવર્સિટી હોસ્પિટલ લઈ જવાયા હતા.
67 વર્ષના શિન્ઝો આબે 2006-07 દરમિયાન વડાપ્રધાન રહ્યા હતા.
67 વર્ષના શિન્ઝો આબે 2006-07 દરમિયાન વડાપ્રધાન રહ્યા હતા.

શિન્ઝો આબેને પાછળથી બે ગોળી વાગી હતી, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે જ ઘણું લોહી વહી ગયું હતું. શિન્ઝો આબેના અચાનક પડી જવાને કારણે ત્યાં હાજર લોકોને કંઈ સમજાયું નહીં, પરંતુ આ દરમિયાન કેટલાક લોકોએ ત્યાં ગોળીબાર જેવો કંઈક અવાજ સંભળાયો હતો.

આબે ચૂંટણીપ્રચાર કરી રહ્યા હતા
જાપાનમાં રવિવારે અપર હાઉસની ચૂંટણી યોજાવાની છે. આબે નારા શહેરમાં ચૂંટણીપ્રચારના ભાગરૂપે સભા કરી રહ્યા હતા. હુમલા બાદ સ્થળ પરથી કેટલાક વીડિયો પણ વાઇરલ થયા છે, જેમાં સ્થળ પર અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.

હુમલો કરનારની સુરક્ષા જવાનોએ ધરપકડ કરી લીધી હતી. તેની ઉંમર 42 વર્ષ જણાવાઈ રહી છે.
હુમલો કરનારની સુરક્ષા જવાનોએ ધરપકડ કરી લીધી હતી. તેની ઉંમર 42 વર્ષ જણાવાઈ રહી છે.

શિન્ઝો આબેએ વર્ષ 2020માં વડાપ્રધાનપદ પરથી રાજીનામું આપ્યું હતું. તબિયત ખરાબ હોવાને કારણે તેમણે આવું કર્યું હતું. તેઓ ઘણા સમયથી બીમાર હતા.

પત્ની અકી આબે સાથે શિન્ઝો આબે. તેમના લગ્ન 1987માં થયાં છે.
પત્ની અકી આબે સાથે શિન્ઝો આબે. તેમના લગ્ન 1987માં થયાં છે.

કોણ છે શિન્ઝો આબે
67 વર્ષીય શિન્ઝો લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) પાર્ટી સાથે સંબંધ ધરાવે છે. આબે 2006-07 દરમિયાન વડાપ્રધાન રહ્યા હતા. ત્યાર બાદ 2012થી 2020 સુધી 8 વર્ષ સુદી તેઓ વડાપ્રધાન રહ્યા હતા. તેમના નામે સૌથી વધારે 9 વર્ષ સુધી PM રહેવાનો રેકોર્ડ છે. આ પહેલા આ રેકોર્ડ તેમના કાકા ઈસાકુ સૈતોના નામે હતો. આબેને એક આક્રમક નેતા તરીકે માનવામાં આવે છે.

જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર છે. પીએમ મોદી અને શિન્ઝો આબે ઘણા પ્રસંગોએ એકબીજાને યાદ કરી ચૂક્યા છે. ગયા વર્ષે ભારતે શિન્ઝો આબેને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.

મોદીના ખાસ મિત્ર છે આબે, પદ્મ ભૂષણથી સન્માન કરાયું છે
વડાપ્રધાન મોદીને શિન્ઝો આબે સાથે સારા સંબંધો છે. તેમની ગુજરાત અને બનારસ યાત્રા ચર્ચાસ્પદ રહી હતી. ગત વર્ષે ભારત દ્વારા આબેનું પદ્મ ભૂષણથી સન્માન કરાયું હતું. ભારતને બુલેટ ટ્રેનની ભેટ આપવામાં તેમની મહત્ત્વની ભૂમિકા હતી.

મોદી અને આબેની આ તસવીર ડિસેમ્બર 2015ની છે. તેઓ આ સમયે વારાણસી ગયા હતા. અહીં તેમણે ગંગા આરતી કરી હતી.
મોદી અને આબેની આ તસવીર ડિસેમ્બર 2015ની છે. તેઓ આ સમયે વારાણસી ગયા હતા. અહીં તેમણે ગંગા આરતી કરી હતી.
આ તસવીર સપ્ટેમ્બર 2017ની છે. ભારતના પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં આવ્યા હતા.
આ તસવીર સપ્ટેમ્બર 2017ની છે. ભારતના પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં આવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...