તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જગમોહનનું 94 વર્ષની ઉંમરે નિધન, વડાપ્રધાને આપી શ્રદ્ધાંજલિ

11 દિવસ પહેલા
જગમોહન છેલ્લા કેટલાય સમયથી બીમાર પણ હતા
 • રાજ્યપાલ હતા તે સમયે જગમોહને ખીણ વિસ્તારમાં ઘણાં કડક નિર્ણયો લીધા, આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશનની રણનીતિ પણ બનાવી

જમ્મુ-કાશ્મીરના પૂર્વ ગવર્નર જગમોહનનું સોમવારે મોડી રાતે નિધન થયું છે. તેઓ 94 વર્ષના હતા. તેમણે દિલ્હીમાં તેમના અંતિમ શ્વાસ લીધા. જગમોહનના નિધનના સમાચાર પરિવારે ટ્વિટર દ્વારા આપ્યા છે. વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કરીને જગમોહનને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

જગમોહન જમ્મુ-કાશ્મીરના ગર્વનર હોવાની સાથે સાથે કેન્દ્રીય મંત્રી પણ રહેલા છે. તેઓ થોડા સમય માટે દિલ્હી અને ગોવાના પણ ઉપરાજ્યપાલ રહ્યા હતા. જગમોહન લોકસભામાં પણ ચૂંટાયા હતા. તેમણે નાગરિક વિકાસ તથા પર્યટન મંત્રી પદનો કાર્યભાર પણ સંભાળ્યો હતો. જગમોહન બે વાર જમ્મુ-કાશ્મીરનું ગર્વનર પદ પણ સંભાળી ચૂક્યા છે. તેઓ 1984-1989 સુધી અને ફરી 1990માં જાન્યુઆરીથી મે સુધી આ પદ પર રહ્યા છે. તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં મંત્રી બન્યા હતા.

નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવ્યા પછી બીજેપીએ જ્યારે સંપર્ક અભિયાન શરૂ કર્યું ત્યારે અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જગમોહન મલ્હોત્રાને મળવા ચાણક્યુપુરીમાં આવેલા તેમના ઘરે પહોંચ્યા હતા. અમિત શાહે સંપર્ક કાર્યક્રમની શરૂઆત જગમોહન સાથે મુલાકાતથી જ કરી હતી. જગમોહનને પહેલાં કોંગ્રેસ સરકારે 1984માં રાજ્યપાલ બનાવીને મોકલ્યા હતા. પહેલી વારમાં તેઓ જૂન 1989 સુધી રાજ્યપાલ રહ્યા હતા. ત્યારપછી વીપી સિંહ સરકારે તેમને ફરી જાન્યુઆરી 1990માં રાજ્યપાલ બનાવીને મોકલ્યા હતા. ત્યારે તેઓ આ પદ પર મે 1990 સુધી રહ્યા હતા.

રાજ્યપાલ હતા તે સમયે જગમોહને ખીણ વિસ્તારમાં ઘણાં કડક નિર્ણય લીધા હતા. આતંકવાદીઓ સામે ઓપરેશનની પણ રણીનિત બનાવી હતી. કાશ્મીર પંડિતો પર અત્યારચાર પણ રોકવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ત્યારે તેમને સ્થાનિક નેતાઓનો ઘણો વિરોધ સહન કરવો પડ્યો હતો. 2004માં અરુણ શૌરીએ કહ્યું હતું કે, આ જગમોહનના કારણે જ ખીણ વિસ્તારને બચાવી શકાયો છે. તેમણે ધીમે ધીમે રાજ્યના અધિકારને ફરી સ્થાપિત કર્યો અને આતંકવાદીઓને ભગાડ્યા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો