તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રતિક્રિયા:પૂર્વ IPS ઠાકુરની ધરપકડ, દુષ્કર્મના આરોપી MPને સાથ આપ્યાનો આરોપ

લખનઉએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીડિતા, સાક્ષીએ સુપ્રીમ કોર્ટ બહાર આત્મહત્યા કરી હતી

સુપ્રીમ કોર્ટ બહાર આત્મવિલોપન કરનારી પીડિતા અને તેના સાથીદારની સાક્ષી સત્યમના આરોપોની પહેલી પ્રતિક્રિયા ઉ.પ્રદેશના પૂર્વ આઈજી અમિતાભ ઠાકુર પર આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ ચૂંટણી લડવાની જાહેરાત કર્યા પછી તે ત્રણ દિવસ નજરબંધ હતા. શુક્રવારે પોલીસે તેમની ધરપકડ કરી લીધી.

પોલીસે પીડિતાના એક પત્રના આધારે ઠાકુર વિરુદ્ધ નામજોગ એફઆઈઆર નોંધી હતી. તેમના પર દુષ્કર્મના આરોપી બસપા સાંસદ અતુલ રાયનો સાથ આપવાનો આરોપ હતો.

પીડિતા અને તેના સાક્ષી મિત્ર સત્યમ રાયે સુપ્રીમ કોર્ટ બહાર 16 ઓગસ્ટે અમિતાભ ઠાકુર સહિત કેટલાક આઈપીએસ વિરુદ્ધ ગંભીર આરોપ મૂક્યા હતા. ત્યાર પછી બંનેએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. બાદમાં 21 ઓગસ્ટે સાક્ષીનું અને 24 ઓગસ્ટે પીડિતાનું મોત થઈ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...