તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેન્કના ચેરમેન પદ માટે ભારત સરકારના પૂર્વ ઇકોનોમિક અફેર્સ સેક્રેટરી અને ગુજરાત કેડરના IAS અધિકારી અતાનુ ચક્રવર્તીનું નામ સૂચવવામાં આવ્યું છે. આ અંગે જાણકાર સુત્રોના જણાવ્યા પ્રમાણે HDFC બેન્કના બોર્ડે ચક્રવર્તીના નામને પાર્ટ ટાઈમ ચેરમેન માટે મંજુરી આપી દીધી છે. બેન્કે અતાનુ ચક્રવર્તીનું નામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ને મંજુરી માટે પણ મોકલ્યું છે.
HDFC બેન્કે હજુ જાહેર નથી કર્યું
HDFC બેન્કે સોમવારે મળેલી બોર્ડ મિટિંગની જાણકારી સ્ટોક એક્સચેન્જને આપી હતી અને તેમાં કહેવામાં આવ્યું છે કે, બેન્કના હાલના પાર્ટ ટાઈમ ચેરમેન શ્યામલા ગોપીનાથ 1 જાન્યુઆરી 2021ના રોજ નિવૃત્ત થઇ રહ્યા છે અને તેના સ્થાને નવા ચેરમેન માટેના નામની ભલામણ RBIને મોકલવામાં આવી છે. જોકે, બેન્કે એક્સચેન્જમાં ફાઈલ કરેલા એનાઉન્સમેન્ટમાં કોઈ નામનો ઉલ્લેખ કર્યો નથી.
કોણ છે અતાનુ ચક્રવર્તી?
અતાનુ ચક્રવર્તી 1985 બેચના ગુજરાત કેડરના વરિષ્ઠ સનદી અધિકારી છે. તેઓ નાણા મંત્રાલયમાં ઇકોનોમિક અફેર્સ સેક્રેટરીના પદ પરથી એપ્રિલ 2020માં નિવૃત્ત થયા હતા. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં વિવિધ હોદ્દા પર કામ કરેલું છે. જાણકારો માને છે કે, નિયમ મુજમ નિવૃત્તિના એક વર્ષ બાદ જ ચક્રવર્તી કોઈ પદ સાંભળી શકાશે અને આ સ્થિતિમાં તેઓ 1 મે 2021 પહેલા HDFC બેન્કને જોઈન કરી શકાશે નહિ.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.