• Gujarati News
  • National
  • Former Editor Of Tehelka Magazine Acquitted, Goa Court Verdict; 7 And A Half Years Ago A Junior Journalist Was Accused Of Misconduct

રેપકેસમાં તરુણ તેજપાલને મોટી રાહત:તહલકા મેગેઝિનના પૂર્વ તંત્રીને નિર્દોષ જાહેર કરાયા, ગોવાની કોર્ટનો નિર્ણય; સાડા 7 વર્ષ પહેલાં જુનિયર પત્રકારે દુષ્કર્મનો આક્ષેપ લગાવ્યો હતો

8 મહિનો પહેલા
તેજપાલની ફાઈલ તસવીર
  • 2013માં તેજપાલ સાથે કામ કરતી એક યુવતીએ ગોવાની ફાઇવ સ્ટાર હોટલની લિફ્ટમાં દુષ્કર્મ ગુજારવાનો આરોપ લગાવ્યો હતો

તહલકા મેગેઝિનના પૂર્વ સંપાદક તરુણ તેજપાલને દુષ્કર્મનાં કેસમાં મોટી રાહત મળી છે. ગોવા કોર્ટે તેજપાલને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા છે. તેજપાલ પર મેગેઝિનના એક કાર્યક્રમ દરમિયાન પ્રખ્યાત 5 સ્ટાર હોટલની લિફ્ટમાં એક યુવતીનું જાતીય શોષણ કર્યું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો.

એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે 27 એપ્રિલે ચુકાદો આપવાનો હતો, પરંતુ ન્યાયાધીશ ક્ષમા જોશીએ આ નિર્ણય 12 મે સુધી સ્થગિત રાખ્યો હતો. 12 મેના નિર્ણયને 19 મે સુધી મોકૂફ રાખવામાં આવ્યો હતો. કોર્ટે અગાઉ કહ્યું હતું કે કોરોના મહામારીને કારણે સ્ટાફની અછત છે, તેથી આ નિર્ણયને મોકૂફ રાખવામાં આવી રહ્યો છે.

આ કલમો અંતર્ગત કેસ દાખલ કરાયો હતો
પત્રકાર તરૂણ તેજપાલ પર IPCની કલમ 342 (ખોટી રીતે રોકવું), 342 ( અસભ્ય કૃત્ય કરવાની ઇચ્છા દાખવીને કેદ કરવું ), 354 (આત્મસમ્માન ભંગ કરવું અને હિંસા દાખવવી), 354 A (જાતિય શોષણ), 376 (2) (મહિલા પર અધિકારની સ્થિતિ રાખનાર વ્યક્તિ દ્વારા દુષ્કર્મ) અને 376 (2) (K) (નિયંત્રણ જતાવનાર વ્યક્તિ દ્વારા દુષ્કર્મ) અંતર્ગત કેસ દાખલ કરાયો હતો.

શું છે સમગ્ર કેસ?
2013માં તેજપાલ સાથે કામ કરતી એક યુવતીએ ગોવાની ફાઇવ સ્ટાર હોટલની લિફ્ટમાં દુષ્કર્મ ગુજારવાનો આરોપ લગાવ્યો હતો. 30 નવેમ્બર 2013ના રોજ તેજપાલની ધરપકડ કરવામાં આવી હતી. આ અગાઉ તેમણે આગોતરા જામીન માટે અપીલ પણ કરી હતી, પરંતુ કોર્ટે તેમને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. તેજપાલ મે 2014થી જામીન પર બહાર હતા.

અન્ય સમાચારો પણ છે...