પંજાબમાં ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ભાજપે મોટો રાજકીય ખળભળાટ મચાવી દીધો છે. સંગરુરથી કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય અરવિંદ ખન્ના, ટોહડા પરિવાર અને લુધિયાણાનાં યૂથ અકાલી દળના નેતા ગુરદીપ ગોશા ભાજપમાં જોડાયા છે. દિલ્હીમાં ભાજપના પંજાબ ચૂંટણી પ્રભારી કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવત, પંજાબ પ્રભારી દુષ્યંત ગૌતમ, મંજિંદર સિરસા અને કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યુ હતુ.
ખન્ના સંગરુરથી સતત 2 વખત MLA રહ્યા છે
અરવિંદ ખન્ના કોંગ્રેસની ટિકિટ પર બે વખત સંગરુરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ કેપ્ટન અમરિન્દર સિંહના નજીકના માનવામાં આવે છે. જો કે, થોડા સમય માટે તેણે રાજકારણથી દૂરી બનાવી લીધી હતી. ખન્ના આ ક્ષેત્રમાં રાજકારણ કરતાં તેમની સમાજ સેવા સંસ્થા ઉમ્મીદ દ્વારા વધુ પ્રખ્યાત છે. તેના દ્વારા તે જરૂરિયાતમંદોને મદદ કરે છે.
ગોશા મજીઠિયાના નજીકના ટોહડા પંજાબમાં દિગ્ગજ નેતા રહ્યા છે
ભાજપમાં જોડાયેલા કંવરવીર ટોહડાના દાદા ગુરચરણ સિંહ ટોહડા પંજાબના રાજકીય દિગ્ગજ નેતા રહ્યા છે. તેઓ 27 વર્ષ સુધી શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)ના પ્રમુખ રહ્યા હતા. પછી તેઓ સાંસદ પણ રહ્યા હતા. જ્યારે ધરમવીર સરીન પણ અમૃતસરની રાજનીતિમાં સક્રિય છે.
લુધિયાણાથી ભાજપમાં જોડાયેલા ગુરદીપ સિંહ ગોશા અકાલી દળની યુવા પાંખના વડા રહી ચૂક્યા છે. તેઓ અકાલી નેતા વિક્રમ મજીઠિયાના નજીકના માનવામાં આવે છે. લુધિયાણામાં ગોશા એક મજબૂત યુવા નેતા માનવામાં આવે છે. થોડા દિવસો પહેલા તેઓ આત્મનગરના ધારાસભ્ય સિમરજીત બેન્સ સાથે સ્પર્ધા કરીને ખુબ ચર્ચામાં રહ્યા હતા.
શેખાવતે કહ્યુ- ઘણાં પૂર્વ ધારાસભ્ય અને અધ્યક્ષ આવશે
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવતે કહ્યું કે ભાજપમાં જોડાનારા લોકોની યાદી ઘણી લાંબી છે. ઘણા બોર્ડ અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ચંદીગઢમાં જે રીતે ભાજપનાં મેયર બન્યા તેની અસર પંજાબની ચૂંટણીમાં પણ જોવા મળશે.
કોંગ્રેસ સરકારે વડાપ્રધાનને રોક્યા હતા
કેન્દ્રીય મંત્રીએ કહ્યુ હતુ કે 5 જાન્યુઆરીએ પંજાબમાં સુખદ રાજનીતિ શરૂ થવાની હતી, જેના માટે પીએમ નરેન્દ્ર મોદી રેલીને સંબોધિત કરવા પહોંચ્યા હતા. જો કે, કોંગ્રેસ સરકારે રાજકીય કારણોથી તેમનાં કાર્યકરો અને ત્યાં સુધી કે પીએમ મોદીને પણ રસ્તામાં જ અટકાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતે કે રેલી માટે તેમને પંજાબમાં બસો ઓછી પડી હતી. અમે રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુથી પણ બસો મંગાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.